• કવિતા : પથ્થરો પોલા હશે કોને ખબર…?
    પથ્થરો પોલા હશે કોને ખબર?
    માનવી મેલા હશે કોને ખબર?
    હું ‘માનવી’ ને માનવ થા કહેતો’તો,
    ‘માણસ’ કેમ થયો કોને ખબર..?
    પહેરી સજજનના વાઘા ભમતો તોય,
    દૂજૅન ને દુરાચારી કેમ થયો કોને ખબર?
    માત પિતાને પૂજ્ય દેવ માનનારો તોય,
    જણતરનો કાતિલ કેમ થયો કોને ખબર?
    આશાઓથી હતી ભરપૂર જિંદગી મારી ‘અનિકેત’,
         મૃગજળ છેતરામણી જેવી કેમ થઈ  કોને ખબર?
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!