• જીવનમાં કાયમ માટે પોઝિટિવીટી રાખો : ડાૅ.સાવન ગોડિઆવાલા

    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:44 AM
    • તમારી ડિકશનરીમાંથી ત્રણ ‘C’ એટલે  કે complain,  condemn અને criticism કાઢી નાંખો
    • આઇઆઇએમ-અમદાવાદમાં હું વિઝીટીંગ ફેકલ્ટી તરીકે બિઝનેસ ટેક્સસેશન ભણાવું છું 
    અમદાવાદ

     જીવનમાં હંમેશાં પોઝિટિવીટી રાખો અને તમારી ડિકશનરીમાંથી ત્રણ ‘C’ એટલે કે complain,  condemn અને criticism કાઢી નાંખો એવું ડાૅ.સાવન ગોડિઆવાલાએ જણાવ્યું હતું.  

    ડીલોઇટ ગ્રૂપના પાર્ટનર ડાૅ.સાવન ગોડિઆવાલાએ ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને ઉછેર અમદાવાદમાં થયો છે. સ્કૂલનું શિક્ષણ જીએલએસમાં અને એચ.એલ. કાૅમર્સ કાૅલેજમાંથી બીકોમ કર્યું અને ત્યારબાદ મેં સીએની ડિગ્રી મેળવી હતી. તેમજ એલ.એ. શાહ કાૅલેજમાંથી એલએલબી કર્યું હતું. માત્ર 23 વર્ષની વયે વર્ષ 1991માં મેં સીએ તરીકે સીજી રોડ પર પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હું એ વખતે તમામ પ્રકારના કામો કરતો હતો. વર્ષ 1992માં સેબીનો કાયદો આવ્યો એટલે મને એમાં તક દેખાઈ કેપિટલ માર્કેટમાં એડવાઇઝરીનું કામ શરૂ કર્યું અને વિવિધ આઈપીઓ માટે મર્ચન્ટ બૅન્કરો સાથે કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1994માં સર્વિસ ટેક્સનો કાયદો આવ્યો એટલે મેં તેની પ્રેકટીસ ચાલુ કરી અને સાથે સાથે આ અંગે લેખો લખ્યા અને લેકચર્સ આપતાં હું જાણીતો થયો. વર્ષ 1999માં ફેમા કાયદો આવ્યો અને હું સલાહકાર બન્યો અને મેં ઘણા ક્લાયન્ટ સાથે કામ કર્યું. મેં વધારે એડવાઇઝરી કરી અને બોર્ડ કમિટીની મીટિંગોમાં કામ કર્યું હતું. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 2004-05માં ક્લાયન્ટ માટે ડિલોઇટ સાથે કામ કર્યું હતું. એટલે કંપનીએ મને તેમની સાથે જોડાવા આૅફર કરતાં હું વર્ષ 2005માં ડિરેકટર તરીકે જોડાયો હતો અને મેં ઇન્વેસ્ટમેન્ટ બૅંકિંગમાં વધારે કામ કર્યું હતું જેમાં મર્જર અૅન્ડ એક્વિઝીશનનો સમાવેશ થતો હતો. ત્યારબાદ હું કંપનીમાં પાર્ટનર બન્યો અને રિસ્ટ્રકચરીંગ પ્રેક્ટિસ હાથ ધરી હતી. વર્ષ 2008માં આઇઆઇએમ- અમદાવાદે મારો સંપર્ક કર્યો કે તમે વિઝીટીંગ ફેકલ્ટી તરીકે ભણાવવા આવો એટલે ત્યાં હું છેલ્લા 13 વર્ષથી બિઝનેસ ટેક્સસેશનનો કોર્ષ ભણાવું છું. વર્ષ 2018માં મેં નિરમા યુનિવર્સિટીમાંથી મૅનેજમેન્ટમાં પીએચડી પૂર્ણ કર્યું હતું. જ્યારે વર્ષ 2017માં ઇન્સોલવન્સીની પરીક્ષા આપીને હું ઇન્સોલવન્સી પ્રોફેશનલ બન્યો હતો. આમ આખી જિંદગી મેં ભણ્યા જ કર્યું છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે હું સ્કૂલમાં હતો ત્યારે હું બાસ્કેટબોલ, વાૅલીબોલ રમતો હતો અને તબલા પણ વગાડતો હતો. હું દર વર્ષે હાફ મેરેથોનમાં ભાગ લઉં છું. હાલમાં હું વોકલ ક્લાસીસમાં તાલિમ લઈ રહ્યો છું માઉથ ઓર્ગન અને હાર્મોનિયમ વગાડું છું. આ ઉપરાંત નિયમિતપણે યોગ, મેડિટેશન અને પ્રાણાયમ કરું છું, દર શનિવારે ગોલ્ફ રમું છું અને દર રવિવારે અમારા ફાર્મ હાઉસમાં અમે ખેતી કરીએ છીએ. હું મેન્ટરશીપ સાથે જોડાયેલો છું અને એએમએ એક્ઝીક્યુટીવ કમિટીમાં છું. હું એચ.એલ. એલ્યુમિનાઈમાં અગાઉ પ્રેસિડન્ટ હતો અને અત્યારે સ્પોર્ટસ ક્લબની ફાઇનાન્સ કમિટી સાથે જોડાયેલો છું.  ગુજરાત ફાઇનાન્સ કંપની એસોસિએશનની કમિટીમાં છું અને રાજપથ તથા કર્ણાવતી ક્લબમાં અગાઉ કમિટી મેમ્બર હતો. 

    તેમણે જણાવ્યું કે મારા પિતા સ્વ.રશ્મિકાંત ગોડિઆવાલા બૅન્કર હતા, માતા યોગિનીબહેન મહિલા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મારી પત્ની પિન્કીબહેન આર્ટિસ્ટ છે અને પુત્ર આન ફોરેન્સિક કન્સલ્ટન્ટ છે જે ફ્રોડ ઇન્વેસ્ટીગેશન કરે છે. પુત્રવધૂ દિપા ડિજીટલ માર્કેટિંગ કન્સલ્ટન્ટ છે અને તે ગોડિઆવાલા સ્ટુડિયો સંભાળે છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!