• જીવનમાં પોઝિટીવિટી રાખો, નેગેટીવિટીને કોઈ જગ્યા નથી : રાજેશ વાસવાની
    સક્સેસ સ્ટોરી 23-3-2022 09:55 AM
    • વિનસ ગ્રૂપે ધંધાને ઉચ્ચ લેવલે લઈ જવા યુનિક બિલ્ડિંગો તૈયાર કર્યા છે
    • વર્ષ 2019 કરતા 2020માં વેચાણમાં અંદાજે 80 ટકાનો વધારો નોંધાયો
    અમદાવાદ

    જીવનમાં પોઝિટીવિટી રાખો, નેગેટીવિટીને કોઈ જગ્યા નથી. સમય હંમેશાં સારો જ હોય છે, માત્ર વિચારો નેગેટિવ થાય છે એવું રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું. 

    વિનસ ગ્રૂપ આૅફ કંપનીઝના ફાઉન્ડર ડિરેક્ટર રાજેશ વાસવાનીએ ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા સ્વ.સુંદરદાસ વાસવાની ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા અને અમદાવાદમાં કાપડની ઘાંસડીઓ ખભે લઈને આકરી મહેનત કરી હતી. અમારી સાથે કાકા બુધરમલ વાસવાની પણ ભારત આવ્યા હતા. મેં ગ્રેજ્યુએશન કર્યું અને મોટાભાઈ દીપક વાસવાનીએ એન્જિનીયરિંગ કર્યું હતું અને આથી રિયલ એસ્ટેટમાં કામ કરવાની તક મળી હતી. હું કાૅલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે બિઝનેસમાં જોડાયો હતો અને 1993માં મેં ગ્રેજ્યુએશન કર્યું હતું. દીપકભાઈએ કામ શિખવા માટે એ વખતે જાણીતા બિલ્ડર સાથે ભાગીદારીમાં કામ કર્યું હતું. પછી સ્વતંત્ર કામ કર્યું હતું. શરૂઆતમાં અમે સી.જી. રોડ પર કેટલાક બિલ્ડિંગ તૈયાર કર્યા હતા જેમાં સુરભી,  સફાયર, ગોલ્ડ સુક, સેતુ, નૅશનલ પ્લાઝા, ક્રિસ્ટલ આર્કેડ, બ્રોડવે બિઝનેસ સેન્ટર અને સનોમા પ્લાઝાનો સમાવેશ થાય છે. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 1996થી 2002 સુધી મંદી આવી હતી જેમાં અમે ઘણું શિખ્યા. વર્ષ 2002માં ફરીથી તેજી આવતા અમે ધંધાને ઉચ્ચ લેવલે લઈ જવા યુનિક બિલ્ડિંગો તૈયાર કર્યા. વેજલપુરમાં પાર્ક લેન્ડ સ્કીમ જેમાં એક જ કૅમ્પસમાં 860 ફ્લેટ તૈયાર કર્યા હતા જે એફોર્ડેબલ હાઉસિંગની શહેરની પ્રથમ સ્કીમ હતી. આ ઉપરાંત પ્રહલાદનગર રોડ પર વિનસ એટલાન્ટિસ સ્કીમ મુંબઈના આર્કિટેકટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સી.જી. રોડ પર શોપિંગ મોલ સી.જી. સ્કેવર તૈયાર કર્યો હતો. ત્યારબાદ વિનસ એમેડિયસ, વિનસ આઈવી, વિનસ બેનેશિયા, વિનસ અલ્ટીમા, વિનસ પાર્કહાઇટસ વગેરે સ્કીમો તૈયાર કરી હતી. વડોદરામાં વિનસ પહેલ એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. મોટાભાઈ દીપકભાઇ જમીનની લે-વેચ સાથે સંકળાયેલા છે. હાલમાં અમે સ્ટ્રેટમ એટ વિનસ ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છીએ કે જે સૌથી મોટામાંનું એક બિલ્ડિંગ છે અને તેમાં પાંચ ભોંયરા છે અને તેને વિદેશી આર્કિટેકે ડિઝાઇન કર્યું છે. આ ઉપરાંત બીજી સ્કીમો જે તૈયાર થઈ રહી છે તેમાં વિનસ આવાન, વિનસ એબીસી, વિનસ વિવન અને ભવિષ્યમાં રાજપથ ક્લબ પાછળ હાઇએન્ડ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. સિંધુ ભવન મેઈન રોડ પર મોટામાંની એક સ્કીમ તૈયાર કરીશું. 

    તેમણે વધુમાં જણાવ્યું કે હું ક્લાયન્ટ સાથે લાંબા ગાળાના સંબંધો જાળવવામાં માનું છું. હું કસ્ટમર લોયલ્ટીમાં માનું છું. ક્લાયન્ટસ જિંદગીની કમાણીથી મકાન ખરીદે છે માટે તેને અવિશ્વાસ પેદા થાય એવું ન કરવું જોઈએ. અમે સ્ટાફને હંમેશાં સુચના આપીએ છીએ કે બાંધકામમાં કોઈ બાબતમાં સમાધાન ન કરતા કે શોર્ટકટ ન અપનાવતા. હંમેશાં ગુણવત્તાવાળુ કામ કરો. અમારા પ્રયત્નો હંમેશાં સારામાં સારું બાંધકામ આપવાનું રહ્યા છે.

    વર્ષ 2019 કરતા વર્ષ 2020માં વેચાણમાં અંદાજે 80 ટકાનો વધારો નોંધાયો છે. ‘રેરા’ના આવવાથી લાભ થયો છે અને બ્રાન્ડનું રેકગ્નીશન વધ્યું છે. અમે ચાર ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને પરિવારમાં કુલ 17 સભ્યો છે. મારા પરિવારમાં માતા 
    સ્વ.ઇન્દીરાદેવી, પત્ની નિશાબહેન અને પુત્ર વિનિતનો સમાવેશ થાય છે. મારી ઇચ્છા બાળકોને તાલિમ આપીને બિઝનેસ માટે તૈયાર કરવાની છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!