• પોઝિટિવ કામ કરતા રહો, લોકો તમને જુએ છે :જતિન ત્રિવેદી 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 09:11 AM
    • વાય.જે. ત્રિવેદી અૅન્ડ કંપનીના કેટલાક ક્લાયન્ટસ ત્રણ પેઢીથી એટલે કે છેલ્લા 50 વર્ષથી અમારી સાથે છે
    અમદાવાદ

    પોઝીટીવ કામ કરતા રહો લોકો તમને જુએ છે, તમે કદાચ ઘણા લોકો માટે રોલ મોડેલ હોઈ શકો છો. Be a leader by your act એવું જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું. 

    વાય.જે. ત્રિવેદી અૅન્ડ કંપનીના સિનિયર પાર્ટનર જતિન ત્રિવેદીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા દાદા જે.ટી.ત્રિવેદીએ વર્ષ 1944માં ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની વકીલાતની શરૂઆત કરી હતી. મારા પિતા યજ્ઞેશભાઈ ત્રિવેદીએ વર્ષ 1970માં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને પોતાની ફર્મ વાય.જે. ત્રિવેદી અૅન્ડ કંપની શરૂ કરી હતી. કેટલાક ક્લાયન્ટસ ત્રણ પેઢીથી એટલે કે છેલ્લા 50 વર્ષથી અમારી સાથે છે જેમાં ટોપ કોર્પોરેટસનો સમાવેશ થાય છે. મેં એ.જી. સ્કૂલ, બીકોમ એચ.એ.કોમર્સ કાૅલેજ અને એલએલબી એલ.એ.શાહ લો કાૅલેજમાંથી કર્યું છે. વર્ષ 1998માં અમારી ફર્મમાં જોડાયો હતો અને તેને હું આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ ગયો છું. અગાઉ અમારી ફર્મ ગુજરાતની શ્રેષ્ઠ ફર્મ હતી. મેં જીનીવામાં અભ્યાસ કર્યો છે અને વર્લ્ડ આઈપી ઓર્ગેનાઇઝેશનમાં કોર્સીસ કર્યા છે. મેં અમારી ફર્મમાં પ્રોસિક્યુશન સર્વિસ અને એડવાઇઝરી સેવા વધારી છે. અમારી અમદાવાદ, જયપુર, મુંબઈ, દિલ્હી, અમેરિકામાં આૅફિસીસ છે અને િવશ્વના વિવિધ દેશોમાં એસોસિએટસના નેટવર્કથી કામ કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટસ ઉમેર્યા છે. હું ફર્મમાં જોડાયો પછી મારી સામે પડકાર એ હતો કે મારા ક્લાયન્ટસને એટલા લેવલનો સંતોષ અને સેવા આપવાની કે જે તેઓને મારા પિતા તરફથી મળતી આવી હતી.

    તેમણે જણાવ્યું કે મેં વર્લ્ડ આઈપી ઓર્ગેનાઇઝેશન રીજનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી છે. વર્ષ 2019માં શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટ્રેડમાર્કના કાયદામાં સુધારા વધારા કરવા માટે તેમની નિમણૂક થઈ હતી. મારી પત્ની ગોપીબહેન ત્રિવેદી કમ્પ્યૂટર એન્જિનીયર અને એલએલબી હોવાથી પેટન્ટ ફાઇલીંગમાં વધારો થયો છે. તે પેટન્ટ વિભાગના વડા છે અને આથી અમારી ફર્મની સ્ટ્રેન્થમાં વધારો થયો છે અને પ્રેક્ટિસમાં વિકાસ થયો છે. બહોળા અનુભવને કારણે આજે ઇન્ડસ્ટ્રીમાં અમારી ફર્મ કોમ્પલેક્સ કેસીસ માટે જાણીતી છે જેમાં ફર્મની યુએસપી મુજબ ઇનોવેટીવ સોલ્યુશન્સ આપી ક્લાયન્ટસના હિતમાં કામ કરીએ છીએ. અમારું માનવું છે કે ક્લાયન્ટને સારી સર્વિસ આપો તો તે આજીવન તમારી સાથે રહે છે અને તેમના વિકાસની સાથે અમારો વિકાસ પણ થાય. વિશ્વમાં આઈપી માટે ભારતમાં દિલ્હી અને મુંબઈમાં કામ જાય છે તેની સાથે ગુજરાત પણ પ્રચલીત થવું જોઈએ. આમ વિશ્વસ્તરે નામના હાંસલ કરવી છે કે જેથી કંપનીઓ ગુજરાતને મહત્ત્વ આપે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2004-05માં એએમએમાં વાય.જે. ત્રિવેદી એએમએ સેન્ટર ફોર આઈપીઆરની સ્થાપના કરવામાં આવી હતી. આ જ વર્ષે અમે આઈપીપીઓ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી જે કોર્પોરેટ તાલિમ આપે છે અને આ વિષય અંગે જાગૃતિ ફેલાવે છે. આ ઉપરાંત ન્યાયતંત્ર અને પોલીસ વિભાગ માટે વિવિધ પુસ્તકો તૈયાર કર્યા છે અને ગુજરાતીમાં આઈપીના ચારેય કાયદાઓનો અનુવાદ કર્યો છે. અમારી ફર્મના 50 ચુકાદાઓ વિશ્લેષણ સાથે પ્રસિદ્ધ કરીને ઇન્ટેલેક્યુઅલ ટ્રેઝર્સ પુસ્તક બહાર પાડ્યું છે. કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે પસંદગીના સવાલ-જવાબોનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. હું ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું જેમાં ફિક્કીમાં નૅશનલ આઈપીઆર કમિટીનો સભ્ય અને લીગલ સબ-કમિટી- ગુજરાતનો ચૅરમેન, જીસીસીઆઈમાં આઈપીઆર અૅન્ડ લીગલ કમિટીનો ચૅરમેન અને સ્ટાર્ટઅપ અૅન્ડ ઇનોવેશન કમિટીનો સભ્ય તથા એક્ઝીક્યુટીવ બોર્ડ મેમ્બર, એસોચેમમાં નૅશનલ આઈપીઆર કાઉન્સિલનો સભ્ય, ગીસીઆમાં આઈપીઆર કમિટીનો ચૅરમેન, ટીઆઈઈ અમદાવાદમાં ગવર્નિંગ કાઉન્સિલનો સભ્ય,  ફાઉન્ડર મેમ્બર-GIS, ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન અૅન્ડ રીસર્ચના સભ્યનો સમાવેશ થાય છે. 

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિવારમાં પિતા યજ્ઞેશભાઈ, માતા જ્યોતિબહેન, પત્ની ગોપીબહેન, પુત્રો અક્ષત જે લાૅનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર કૈવનનો સમાવેશ થાય છે. મારી સફળતા પાછળ મારા ગુરૂ એટલે કે પિતા કે જેમણે મને આ વિષયનું જ્ઞાન આપ્યું, અનુભવી પેઢીનો વારસો આપ્યો અને માતાની હૂંફ અને આશીર્વાદનો મોટો ફાળો છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!