• લંડન પછી સાન ફ્રાન્સિસ્કોના દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોનો હુમલો
    આંતરરાષ્ટ્રીય 20-3-2023 03:01 PM
    • ભારતીય-અમેરિકનોએ તેની સખત નિંદા કરી, નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશન બહાર મોટી સંખ્યામાં શીખોનો વિરોધ
    લંડન બાદ સાન ફ્રાન્સિસ્કોમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ પોતાનું દુસ્સાહસ બતાવ્યું છે. ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે રવિવારે રાત્રે અહીં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. ખાલિસ્તાન સમર્થકોની આ કાર્યવાહી 'વારિશ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થનમાં કરવામાં આવી રહી છે. આ સાથે પંજાબમાં અમૃતપાલ સિંહના સહયોગીઓની ધરપકડના વિરોધમાં ઈમારતની બહાર ખાલિસ્તાની ઝંડા પણ લહેરાવવામાં આવ્યા હતા. આ ઘટના પર સાન ફ્રાન્સિસ્કો પોલીસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

    માહિતી અનુસાર, ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતી વખતે, પ્રદર્શનકારીઓએ અસ્થાયી સુરક્ષા વ્યવસ્થાનો નાશ કર્યો અને કોન્સ્યુલેટ પરિસરમાં બે કહેવાતા ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા. જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુસ્સે થયેલા દેખાવકારોએ વાણિજ્ય દૂતાવાસ પરિસરમાં ઘૂસીને હાથમાં સળિયા સાથે દરવાજા અને બારીઓ પર હુમલો કર્યો હતો.

    ભારતીય-અમેરિકનોએ તેની સખત નિંદા કરી છે. તેમજ આ માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભારતીય અમેરિકન સમુદાયના નેતા અજય ભુટોરિયાએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના વાણિજ્ય દૂતાવાસની ઇમારત પર ખાલિસ્તાન તરફી વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે હિંસાનું આ કૃત્ય અમેરિકા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે જ ખતરો નથી, પરંતુ આપણા સમુદાયની શાંતિ અને સૌહાર્દ પર પણ હુમલો છે. ભુટોરિયાએ સ્થાનિક સત્તાવાળાઓને આ હુમલા માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં લેવા અને તેમને ન્યાય અપાવવા વિનંતી કરી. આ સાથે જ તેમણે કહ્યું કે મેં મારા સમુદાયના તમામ સભ્યોને એક થવા માટે પણ વિનંતી કરી છે.

    દરમિયાન, લંડનમાં રવિવારે ભારતીય હાઇ કમિશનમાં તોડફોડની ઘટનાનો વિરોધ સોમવારે નવી દિલ્હીમાં કરવામાં આવ્યો. લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ હાઇ કમિશનનો તિરંગો ઉતારી દીધો હતો. નવી દિલ્હીમાં મોટી સંખ્યામાં શીખ બ્રિટિશ હાઇ કમિશન બહાર એકઠા થયા અને ખાલિસ્તાનીઓની આ પ્રવૃતિનો વિરોધ કર્યો. શીખોએ ખાલિસ્તાનીઓ વિરુદ્ધ બેનર-પોસ્ટરો લગાવ્યા અને સુત્રોચ્ચાર કર્યા. કહ્યું, ભારત અમારું ગૌરવ છે. આ શીખો અનુસાર તિરંગાનું અપમાન કોઈ પણ સંજોગે સહન કરી નહીં લેવાય.

    જોકે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગમાં અભિયાન હાથ ધર્યું છે. પોલીસે રવિવારે અમૃતપાલના 34 અન્ય સાથીની ધરપકડ કરી. અત્યારસુધીમાં પોલીસ 144 લોકોની ધરપકડ કરી ચૂકી છે. એ આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. અમૃતપાલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેને મોડી રાતે પોલીસે કસ્ટડીમાં લીધા છે, જોકે પોલીસ આ વાત નકારી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!