• કેએલ રાહુલ ફરીવાર શાનદાર ફોર્મમાં આવ્યો
    સ્પોર્ટ્સ 18-3-2023 11:26 AM
    મુંબઇ

    ખરાબ તબક્કામાંથી પસાર થયા બાદ કેએલ રાહુલે ફરી શાનદાર ફોર્મ મેળવી લીધો છે. રાહુલે પોતાના બેટથી તમામને જવાબ આપ્યો છે. ફોર્મ મેળવી લીધા બાદ ટીમ મેનેજમેન્ટનાં લોકો પણ હવે સંતુષ્ટ થયા છે. વનડે સિરીઝણાં ટીમ ઈન્ડિયામાં મોકો મળતા જ તેણે પોતાના અનુભવની ઉપયોગિતા સાબિત કરી દેખાડી હતી. મુંબઇ વનડે મેચમાં એક સમયે જ્યારે 39 રનના સ્કોરમાં ચાર વિકેટ ભારતે ગુમાવી દીધી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાની નૌકા ડગમગવા લાગી હતી. લક્ષ્યની અડધી સફર પુરી થાય એ પહેલા જ અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. કેએલ રાહુલના હાથમાં બાજી હતી, જેને પલટવા કાંગારુઓએ તમામ પ્રયાસો કરી લીધા હતા. રાહુલને ઘેરીને ફિલ્ડીંગ ગોઠવવામાં આવી. બોલિંગ એટેકમાં ફેરફાર કરવામાં આવ્યો, પરંતુ શાંત ચિત્તે રાહુલ પોતાનુ જ કામ કરી રહ્યો હતો. તેનો અનુભવ તેને જ નહિં ટીમ ઈન્ડિયાને ખૂબ મદદરુપ નિવડી રહ્યો હતો. તે વિકેટ નહીં ગુમાવીને ટીમને લક્ષ્યને પાર કરાવવાાં સફળ રહ્યો હતો.રવિન્દ્ર જાડેજા સાથે મળીને તેણે 108 રનની પાર્ટનરશિપ કરી હતી, રાહુલે 75 રન નોંધાવ્યા હતા અને જાડેજાએ 45 રન નોંધાવ્યા હતા.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.