• તમારી ઓળખને  ઓળખો -શમીમ મર્ચન્ટ

    આર્ટિકલ 31-5-2023 01:19 PM
    લેખક: શમીમ મર્ચન્ટ
    વિકાસ તેની કોલેજમાં ટોપર હતો અને બારમીની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ માર્ક્સ મળ્યા હતા. તેના મિત્રોએ તેને પાર્ટી આપવા દબાણ કર્યું.

     વિકાસને પૈસાની અછત હતી, પણ તે તેના સાથીઓને નિરાશ કરવા નહોતો માંગતો. તેણે બધા મિત્રોને ઘરે બોલાવ્યા અને ડિનર જાતે બનાવાનો નિર્ણય લીધો.

     તે પહેલેથી સમય-સમય પર કિચનમાં એકસપેરીમેન્ટ કરતો રહેતો હતો અને આ રિસ્ક લેવા તૈયાર હતો. તેણે આઠ જણા માટે બર્ગર અને પિઝા બનાવ્યા.

     ફક્ત તેના શ્રેષ્ઠ મિત્રને જ ખબર હતી કે તે રસોઇ કરી શકે છે, અન્ય લોકોને આનંદથી આશ્ચર્ય થયું અને વિકાસની ખૂબ પ્રશંસા કરી.

    “વાહ વિકાસ! તું તો કમાલનો માણસ છો યાર! શું સ્વાદિષ્ટ બર્ગર અને પિઝા બનાવ્યા છે દોસ્ત!!

    હવે તું શું કરવાનું વિચારે છે?”

    વિકાસ બધાને ડ્રિંક્સ સર્વ કરી રહ્યો હતો અને એકદમ કેજયુલી બોલ્યો, “જોઈએ, મેં હજી કોઈ નિર્ણય નથી લીધો. મેં સાયન્સમાં સારું કર્યું છે અને પપ્પા મને એન્જીનીયરીંગ કરવાનું કહી રહ્યા છે.
    ”તેના મિત્રની પ્રતિક્રિયાએ વિકાસને અચંબીત કરી નાખ્યો. “શું તું ગાંડો થઈ ગયો છે? આ પ્રકારની કુકિંગની પ્રતિભાથી તને કેટલી સફળતા મળી શકે છે એ વિચાર્યું છે? તારા પિઝા કોઈપણ બ્રાન્ડેડ કરતા વધુ સારા છે.”
    “મૂર્ખતા ભરેલી વાતો ન કર રાકેશ! હું શેફ કેવી રીતે બની શકું છું?”“કેમ નહીં? તારી માહિતી માટે, વિશ્વના ૭૫% શેફ પુરુષો છે.”

    માતાપિતા સાથે ચર્ચા કરી અને પોતાની અંદરૂની લડાઈમાં ઘણો સમય લાગ્યો. પરંતુ આખરે વિકાસ તેના જુસ્સાને અનુસરતા, હોટલ મેનેજમેન્ટ કરવાનું નક્કી કર્યું.

    મેઘા મેડિસિન ભણી રહી હતી, કારણ કે તે ડોકટરોના પરિવારમાં મોટી થઈ હતી. કોઈએ તેની પસંદગી નહોતી પૂછી અને તે માતાપિતાના પગલે ચાલશે, તેવું બધાએ ધારી લીધું હતું. જેમ જેમ સમય આગળ વધ્યો, અને ભણતરનું દબાણ વધતું ગયું, તેમ તેમ મેઘાની હતાશાનું સ્તર પણ વધવા લાગ્યું. 

    તે કોઈને ફરિયાદ નહોતી કરતી, બસ ફક્ત તેની હતાશાને દૂર કરવા, ચિત્ર બનાવતી. સ્કેચિંગ એનું સ્ટ્રેસ બસ્ટર હતું અને એમાં મેઘા ખૂબ પ્રતિભાશાળી પણ હતી. સ્કેચિંગથી તેને સંતોષનો અનુભવ થતો.મેડીસીનનાં અભ્યાસમાં એને બે વર્ષ થઈ ગયા હતા, તે છતાએ, તેના મનની સ્થિતિ શરૂઆતની જેમ જ હથાશ અને ઉદાસ હતી. 

    એક સાંજે, એની સખી, નેહા, જબરજસ્તી મેઘાને તેની સાથે આર્ટ ગેલેરીમાં એક જાણીતા કલાકારનું પ્રદર્શન જોવા લઈ ગઈ. ગેલેરીમાં પગ મુકવાની સાથે મેઘાના દિલને ખુશી થઈ અને સ્વર્ગીય એહસાસ જાગ્યો. પોતાની આસપાસ સુંદર ચિત્રો જોઈને તે મંત્રમુગ્ધ રહી ગઈ. તેના અવચેતનમાંથી અવાજ આવ્યો, “મેઘા, તારે અહિયાં હોવું જોઈએ!”

    ઓળખ!!! આપણે બધા તેની શોધમાં છીએ અને તેને જાતે જ શોધવા માંગીએ છીએ. તદુપરાંત, આપણે ઇચ્છીએ છીએ કે વિશ્વ પણ આપણી ઓળખને સ્વીકારે. આપણી ઓળખ આપણી અંદર રહેલી ઘણી વસ્તુઓનું સંયોજન છે.
     આપણી પ્રતિભા, શક્તિ, જુનુંન અને જે વસ્તુમાં આપણને આનંદ મળે, તે આપણા કામ અને અન્ય લોકો સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયામાં પ્રતિબિંબિત થાય છે.

    અલબત્ત, આપણે બધાં સકારાત્મક અને નકારાત્મક બંને લક્ષણોથી બનેલા છીએ. પરંતુ આપણે સકારાત્મક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે આપણને આગળ જઈને મજબૂત વ્યક્તિત્વ બનાવવામાં મદદ કરે. 
    આપણે આપણી જાતને પડકારવાની અને આપણી છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાની જરૂર છે.

    પોતાની જાતને સમજો, એ એક સારી શરૂઆત છે. તમારી કુશળતાને ઓળખો અને તેના તરફ મહેનત કરો.

     તમારી પ્રતિભા ક્યાં છે તે જુઓ અને તેને શ્રેષ્ઠ બનાવાનો પ્રયત્ન કરો.બાળપણથી આપણામાં અમુક મૂલ્ય, એટલેકે વેલ્યુસ નાખવામાં આવે છે, જે આપણી રેણીકેણી, કામ કરવાની પદ્ધતિ, ત્યાં સુદ્ધા કે આપણા વિચારો અને ભાવનાઓ ઉપર પણ, આપણા સિદ્ધાંતોનું પ્રતિબિંબ પડે છે. 

    આપણા મૂલ્યો જ આપણા વ્યક્તિત્વને નિર્ધારિત કરે છે.તમારી અંદરૂની શક્તિ અને ક્ષમતા બતાવશે, કે તમે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કર્યો. શું ખબર, તમે તમારી નવી પ્રતિભા જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જાવ!મનની અંદર ડોકિયું કરો અને તમારામાં જેટલું સારું અને સકારાત્મક છે, તેના પર વિચાર કરો. અને પછી જુઓ કે તમે તમારી સાચી ઓળખ બનાવવા માટે તેના પર કેવી રીતે કામ કરી શકો છો.આ ભાવ મારા આજના વિષયને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે.“તમે એવી જ વ્યક્તિ બનશો, જેવી તમે બનવાનું નક્કી કરશો.”

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!