• બિનજાણીતા વિરલાઓની કથા કહેવા ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’નો પ્રારંભ કર્યો : પ્રિય બાવિશી
    સક્સેસ સ્ટોરી 23-2-2022 11:25 AM
    • સંયુક્ત રાષ્ટ્રોમાં 110 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સમક્ષ મેં લેકચર આપ્યું હતું
    • ત્રણ વર્ષમાં વિશ્વમાં 70 હજારથી વધુ વાચકોએ પ્રેરણાદાયક સ્ટોરીઝ વાંચી છે 
    અમદાવાદ

    મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે અને મેં સેન્ટ કબિર સ્કુલમાં અભ્યાસ કર્યો છે. એસએમપીઆઇસીમાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું અને ઇગ્નુમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યુ હતું. ત્યારબાદ પીડીપીયુની સ્કુલ ઓફ લિબરલ આર્ટસમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બીજી માસ્ટર્સ ડીગ્રી મેળવી હતી. 

    પ્રેય બાવીશિએ ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે શહેરના મુખ્ય અખબારોમાં ઘણી બધી હકારાત્મક અને પ્રેરણાદાયક સ્ટોરીઝનું કવરેજ થતું ન હોવાથી મને ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’ની શરૂઆત કરવાનો આઇડીયા આવ્યો હતો. આપણા શહેરના જાણીતા ન હોય એવા વિરલાઓની કથા કહેવાની લોકોને પ્રેરણા મળે એ માટે મેં ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’નો પ્રારંભ કર્યો હતો. માત્ર 23 વર્ષની વયે ફેબ્રુઆરી 2016માં મેં ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’નો પ્રારંભ કર્યો હતો. 

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જીવનની મુસાફરીની વાત કરવા માટે શરૂઆતમાં લોકો તૈયાર નહોતા. શરૂઆતમાં મેં કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે મને સહકાર ન આપ્યો. છેવટે એક ગાંધીવાદી ફિલોસોફર પોતાની વાત કરવા તૈયાર થયા અને આમ મેં ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’ માટે પ્રથમ સ્ટોરી કરી હતી. 

    આજે, ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો છે અને એટલા સમયગાળામાં મેં અમદાવાદની 195 કરતાં વધુ પ્રેરણાદાયક સ્ટોરીઝ કરી છે. અમારા પેજ ઉપર આતંકવાદી હુમલામાં બચી ગયેલી વ્યક્તિથી પોલીસ કમિશનર, ટ્રાન્સજેન્ડરથી ભૂકંપમાં બચી જનાર, શ્રમજીવીથી બિઝનેસમેન, દિવ્યાંગ બાળકથી એનજીઓ, સિંગલ મધરથી સુંદર યુગલ, આરજેથી એકટર, પાઇલટથી માછીમાર સુધીના દરેકે પોતાની સંઘર્ષકથા વર્ણવી છે. 

    તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં 16 હજારથી વધુ ફોલોઅર્સ અમે મેળવ્યા છે અને સમગ્ર વિશ્વમાં 70 હજારથી વધુ વાચકોએ સ્ટોરીઝ વાંચી છે. એક સ્ટોરીને સૌથી વધુ 6 લાખ વ્યુઝ મળ્યા હતા. સમગ્ર પેજનું સંચાલન હું કરૂં છું અને તેનો તમામ ખર્ચ પણ હું જ ભોગવું છું તથા આ પેજમાંથી કોઇ કમાણી કરવાનો મારો કોઇ ઇરાદો નથી. અમારી સ્ટોરીઝની મદદથી જરૂરીયાતમંદ લોકોને દાન મળ્યું છે, વિવિધ ઉદ્દેશો માટે રૂ.10 લાખ એકત્ર થયા છે. અમેરિકામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મને આમંત્રણ મળ્યું હતું અને મેં ત્યાં ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’ની શ્રેષ્ઠ ચાર સ્ટોરીઝ રજૂ કરી હતી. વર્ષ 2017માં સંયુક્ત રાષ્ટ્રોમાં 110 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સમક્ષ મેં લેકચર આપ્યું હતું. હું સૌથી નાની વયનો હતો. ભૂતકાળમાં આપણા વડાપ્રધાનોએ જે સ્ટેજ પરથી લેકચર્સ આપ્યા હતા તે સ્ટેજ પરથી જ મેં લેકચર આપ્યું હતું. પીપલ કોલ્ડ અહેમેડાબાદ નામના પુસ્તકમાં મેં બે ચેપ્ટર લખ્યા છે. અમારા કાર્યની મુખ્યમંત્રી કાર્યાલયે પણ પ્રશંસા કરી હતી. 

    હફિંગટન પોસ્ટ ન્યૂયોર્ક, સન ટાઇમ્સ ન્યૂયોર્ક, સહિત વિવિધ અખબારોમાં સમગ્ર વિશ્વમાં અમારા લેખો અને સ્ટોરીઝ પ્રસિધ્ધ થઇ છે. એક એફ એમ રેડીયોએ પણ અમારી સ્ટોરીઝનું પ્રસારણ કર્યું અને હવે સ્થાનિક ટીવી ચેનલ ઉપર પણ અમારી સ્ટોરીઝ દર્શાવવામાં આવનાર છે. ભવિષ્યમાં અન્ય લેખકોની ટીમ બનાવી જુદા જુદા શહેરોમાં વિવિધ સંસ્થાઓ સાથે સહકાર કરીને પેજ પર વધુ સ્ટોરીઝનો સમાવેશ કરવામાં આવશે. 

    હું લોકોને વિનંતી કરૂં છું કે તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ‘હ્યુમન્સ ઓફ અમદાવાદ’ના પેજને લાઇક કરે અને જો કોઇ તેમની સ્ટોરીને અમારી સાથે શેર કરવા માંગતા હોય તો તેઓ તેમની સ્ટોરી humansofamdavadhoa@gmail.com પર મોકલી આપે. વ્યાવસાયિક મોરચે મેં ઓરિસ્સામાં બીજેડીના પૂર્વ સાંસદ અને હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બી.જે. પાન્ડા સાથે કામ કર્યું હતું. તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટ પર મારા કામની પ્રશંસા કરી છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!