• જીવનમાં કેરિયર, હેલ્થ અને હોબી વચ્ચે સંતુલન રાખવું જોઈએ : આર્કિટેક હિરેન પટેલ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:43 AM
    • અમે દરેક પ્રોજેકટમાં પર્સનલ ટચ આપીને દિલથી કામ કરવામાં માનીએ છીએ
    • અમે આર્કિટેક, લેન્ડ સ્કેપિંગ અને ઇન્ટીરીયર ડિઝાઇનીંગ ત્રણેય કામ સાથે કરીએ છીએ
    અમદાવાદ

    કોઈ પણ વ્યક્તિએ જીવનમાં કેરિયર, હેલ્થ અને હોબી વચ્ચે સંતુલન રાખવું જોઈએ એવું આર્કિટેક હિરેન પટેલે જણાવ્યું હતું. 

    હિરેન પટેલ આર્કિટેક્ટસના પ્રિન્સિપલ આર્કિટેક હિરેન પટેલે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા પિતા માણેકલાલ પટેલ એસ્ટેટ આૅફિસર હતા અને ગુજરાતના બીજા ટાઉન પ્લાનર એટલે કે ચીફ ટાઉન પ્લાનિંગ આૅફિસર હતા. મારા ભાઈઓ બિલ્ડર છે દીપ બિલ્ડર્સ કંપની તેમની છે. મેં વર્ષ 1989માં સેપ્ટ યુનિવર્સિટીમાંથી આર્કિટેકની ડિગ્રી મેળવી હતી અને પછી એક વર્ષ સ્વીટ્ઝરલૅન્ડમાં કામ કરવા ગયો હતો અને ઝ્યુરિકમાં તાલિમ લીધી હતી. પછી પાછા આવીને મારા ભાઈઓના પ્રોજેક્ટમાં આર્કિટેક તરીકે જોડાયો હતો. ડ્રાઇવઇનમાં ઇન્દ્રપ્રસ્થ-1માં મેં કામ કર્યું હતું. હું જ્યારે ધો.10માં હતો ત્યારે મારા ભાઈ એન્જિનીયરિંગનો અભ્યાસ કરતા હતા અને કોઈ પ્રોજેકટ માટે તેમની પાસે મોડેલ જોઈને મને આર્કિટેક બનવાની ઇચ્છા થઈ હતી. આ ઉપરાંત એનઆઈડીના પ્રોફેસર કુમાર વ્યાસનું ઘર અમારા પડોશમાં નવું બન્યું ત્યારે તેને જોઈને પણ મને આર્કિટેક બનવાની પ્રેરણા મળી હતી. અભ્યાસમાં હું તેજસ્વી હતો અને ચોક્કસ ડાૅક્ટર બની શક્યો હોત પરંતુ મને આર્કિટેક બનવામાં જ રસ હતો. 

    તેમણે જણાવ્યું કે 30 વર્ષથી વધુની મારી કેરિયરમાં હેરિટેજ હોટલો, બંગલા, હાઈરાઇઝ ફ્લેટસ વગેરેમાં કામ કર્યું છે. મારી કંપની હિરેન પટેલ આર્કિટેક્ટસ એટલે કે એચપીએનો મતલબ અમે એચ ફોર હેપી, પી ફોર પોઝિટિવ અને એ ફોર એકાઉન્ટીબીલિટી કરીએ છીએ. દરિયાપુરમાં દાદા મીંયા મસ્જીદમાં મારા કામને અનેક એવોર્ડ મળ્યા હતા. દાદા ભગવાન અડાલજમાં મંદિર અને ટાઉનશિપ મેં તૈયાર કરી હતી. કેલિકો મિલની પાછળ સ્લમ્સના બાળકો માટે માનવ ગુલઝાર કોમ્યુનિટી સેન્ટર તૈયાર કર્યું હતું. સુરધારા સર્કલ પાસે ફ્રેન્જી પાની હાઈરાઇઝ ફ્લેટ્સ તૈયાર કર્યા હતા જેને લોકોએ બહુ પસંદ કર્યા હતા. બંગલો તૈયાર કરતી વખતે જેટલી કાળજી હું રાખું છું એટલી જ કાળજી કોમર્શિયલ પ્રોજેકટ માટે લઉં છું કારણ કે મારા માટે ગ્રાહકનો સંતોષ મહત્ત્વનો છે. અમે દરેક પ્રોજેક્ટમાં પર્સનલ ટચ આપીને દિલથી કામ કરવામાં માનીએ છીએ. હું વર્ક ઇઝ વર્શિપમાં માનું છું. નાનપણમાં મેં પિતાને સતત કામ કરતા જોયા છે એટલે તેમાંથી મહેનત અને પ્રમાણિકતા શિખ્યો છું. કવિ રવિન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ છે ‘હું મારા સર્જન પર ગર્વ કરતો હતો પરંતુ એ લોકો મારા કામમાં એને (ભગવાનને) શોધતા હતા.’ હું આ ફિલોસોફીમાં માનું છું. આ ઉપરાંત ફ્રાન્સમાં એનજીઓ માટે કોમ્યુનિટી સેન્ટર ફોર સસ્ટેનેબલ લિવિંગ તૈયાર થઈ રહ્યું છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મને લેન્ડ સ્કેપિંગમાં પણ રસ છે માટે અમે હવે આર્કિટેક, લેન્ડ સ્કેપિંગ અને ઇન્ટીરીયર ડિઝાઇનીંગ ત્રણેય કામ સાથે કરીએ છીએ. મને ટાઉન પ્લાનિંગ પણ ગમે છે અને મેં ટી.પી. સ્કીમ 217માં સહાય કરી હતી. જો સરકાર ટી.પી. સ્કીમ ડેવલપ કરતી વખતે આર્કિટેકની મદદ લે તો સુંદરતા ખીલી ઊઠે. મને પેઇન્ટીંગ કરવું બહુ ગમે છે અને મારા ઘણા પેઇન્ટીંગ એક્ઝીબિશનો યોજાયા છે. હું વોટર કલર પેઇન્ટીંગ કરું છું અને એકઝીબિશનોની આવક ચેરિટી કરું છું. સી.એન. ફાઇનઆર્ટસની લાઇબ્રેરી માટે પેઇન્ટીંગ એકઝીબિશનનું રૂ.3.50 લાખનું ફંડ દાનમાં આપ્યું હતું. હું માનું છું કે જીવનમાં સ્પોર્ટસનું ઘણું મહત્ત્વ છે. હું સ્વીમીંગ, રનિંગ અને યોગ કરું છું. મેં હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત હાફ આયર્નમેન સ્પર્ધામાં ભાગ લીધો હતો. હાફ આયર્નમેન સ્પર્ધામાં સ્પર્ધકે પહેલા બે કિલોમીટર સ્વીમીંગ પછી 90 કિલોમીટર સાયકલિંગ અને છેલ્લે 21 કિલોમીટર દોડવાનું હોય છે અને આ તમામ નવ કલાકમાં પૂર્ણ કરવાનું હોય છે. ત્રણ વર્ષ પહેલા 50 વર્ષની ઉંમરે મેં હાફ આયર્નમેનમાં ભાગ લીધો હતો અને તે માટે છ મહિના પ્રેક્ટિસ કરી હતી. 

    તેમણે જણાવ્યું કે મારા પરિવારમાં માતા કાંતાબહેન ગૃહિણી, પત્ની ડાૅ.દિના ડેન્ટીસ્ટ, પુત્રી અનુશ્રીએ આર્કિટેક એસોસિએશન સ્કૂલ લંડનમાંથી આર્કિટેકમાં માસ્ટર્સ કર્યું છે અને પુત્ર કરન અમેરિકામાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!