• હિન્ડેનબર્ગના આક્ષેપ બાદ LIC, મ્યુચ્યુઅલ ફંડ્સ અને FII ને નુકસાન
    વ્યાપાર 6-2-2023 12:59 PM
    નવી દિલ્હી

    હિન્ડેનબર્ગના રિપોર્ટને પગલે અદાણીના સ્ટોક પર સતત હેમરિંગ વચ્ચે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC), મ્યુચ્યુઅલ ફંડ અને ફોરેન ઈન્વેસ્ટર્સે (FIIs) માત્ર છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં જ કુલ રૂ.2 લાખ કરોડથી વધુનું નુકસાન વેઠ્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરના લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્ન ડેટા અનુસાર આ 24 જાન્યુઆરી, 2023ના ત્રણેય પાસે રહેલા અદાણી ગ્રુપના શેરોનું કુલ મૂલ્ય રૂ.3,98,563 કરોડ હતું. અદાણી ગ્રુપના 10 સ્ટોકસમાં આ ત્રણેય સંસ્થાગત રોકાણકારોના રોકાણની વેલ્યૂ હાલમાં માત્ર રૂ.1,90,782 કરોડ રહી ગઈ છે. સૂચિતગાળામાં (હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ)ના ગાળામાં માર્કેટ ડેટા અનુસાર આ રોકાણકારોને કુલ રૂ.2,07,781 કરોડ અથવા 52 ટકાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર હસ્તકની કંપની LIC અદાણી સ્ટોક્સમાં સૌથી મોટી સંસ્થાગત રોકાણકાર છે. એલઆઈસી અદાણી ગ્રુપના 7 સ્ટોકમાં સ્ટેક ધરાવે છે. જેમાં અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝિસ પણ સામેલ છે. છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં પીએસયૂ ઈન્સ્યોરરે કુલ 38,509 કરોડનું નુકસાન કર્યું છે અને તેના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ ઘટીને 42,759 કરોડ રહી ગઈ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!