• ખાલી બેઠકોને લઇને એલઆરડી ઉમેદવારોનાં ધરણાથી તંગદીલી

    મુખ્ય શહેર 10-1-2023 12:07 PM
    • ગાંધીનગરમાં ધરણા કરી રહેલા તમામ ઉમેદવારોની અટકાયત
    ગાંધીનગર 

     ગાંધીનગરમાં લોકરક્ષક દળના ઉમેદવારોએ 2022ની ભરતીમાં ખાલી પડેલી બેઠકો ભરવાની માંગ સાથે ધરણાં યોજ્યાં બાદ આજે મંગળવારે જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા.ઘણા સમયથી 2022ની ભરતીમાં સામાન્ય ઉમેદવારોના કારણે ખાલી પડતી બેઠકો ભરવા અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિકાલ નહીં આવતાં ઉમેદવારોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી હતી.  LRD ઉમેદવારોનું કહેવું છે કે, ગુજરાતમાં વર્ષ 2022માં પોલીસ ભરતી બોર્ડ વગેરે સંવર્ગની મોટાપાયે ભરતીના કારણે કોમન ઉમેદવારોનો સવાલ સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે, ઘણા કોમન ઉમેદવારો કે જેમની હાલમાં અન્ય સંવર્ગની ભરતીમાં નોકરી ચાલુ હોઈ અથવા અન્ય સંવર્ગમાં પસંદગી થયેલ હોવાને કારણે મેડીકલ અને બોન્ડની પ્રક્રિયામાં ગેરહાજર રહેવાની શક્યતાઓ છે. જેને કારણે ઉપરોક્ત ભરતીમાં ઘણી બેઠકો ખાલી રહેવાની શક્યતાઓ છે. ઉમેદવારોએ પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે, 2022માં ગુજરાત ખાતે સિનીયર ક્લાર્કની ભરતીમા અંદાજીત 1382 ઉમેદવારની જગ્યા હતી. ઉમેદવારોએ એવી પણ માંગ કરી હતી કે, સિનીયર ક્લાર્કની ભરતીમાં GSSSBના અધ્યક્ષે ઉપરોક્ત પ્રક્રીયા મારફતે સામાન્ય તફાવતના કારણે ભરતીથી વંચીત રહી ગયેલા ઉમેદવારોને મોકો આપી ખાલી જગ્યા ભરેલી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!