• સારી દાનત, આકરી મહેનત અને સંબંધો સારા-ખરાબ સમયમાં જાળવી રાખોઃ દુર્ગેશ અગ્રવાલ 
    સક્સેસ સ્ટોરી 24-3-2022 09:47 AM
    • સારા કર્મો અને સફળતાનો પ્રચાર ન કરવો જોઈએ
    • મુશ્કેલીના સમયમાં અંબા માતાએ મારા કુટુંબને હમેંશા મદદ કરી છે માટે અમે સમાજને કઇંક પાછું આપવામાં માનીએ છીએ 
    અમદાવાદ

    ‘‘સારી દાનત, આકરી મહેનત અને સંબંધો આ ત્રણ બાબતો દરેક વ્યક્તિએ સારા અને ખરાબ સમયમાં હંમેશાં જાળવી રાખવી જોઈએ’’ એવું ડીએ ગ્રૂપ ઇન્ડિયાના ડિરેકટર દુર્ગેશ અગ્રવાલે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં દુર્ગેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ 1938માં મારા પરદાદા હનુમાન પ્રસાદ અગ્રવાલે ટેક્સટાઇલનો બિઝનેસ શરૂ કર્યો હતો. વર્ષ 1978માં મારો પરિવાર કોલકાતાથી અમદાવાદ શિફટ થયો હતો. મારા પિતા અનિલ અગ્રવાલે વર્ષ 1989-90માં ધોળકામાં જીનીંગ ફેકટરી શરૂ કરી હતી જે એ વખતે દેશમાં સૌથી મોટી હતી અને ઓટોમેટિક મશિનરી ધરાવતી હતી. મેં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને એચ.એલ. કાૅલેજમાં અભ્યાસ કર્યો હતો અને નિરમા યુનિવર્સિટીમાંથી ફેમિલી બિઝનેસમાં એમબીએ કર્યું છે. વર્ષ 2006માં હું મારા ફેમિલી બિઝનેસમાં જોડાયો અને વર્ષ 2008માં જલગાવમાં જિલ્લાની સૌથી મોટી જીનીંગ ફેકટરી શરૂ કરી હતી જે સંપૂર્ણ ઓટોમેટિક છે. 2010માં અમે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાયા હતા. આ ઉપરાંત લિટ્ટલ વિંગ્સ ચાઇલ્ડકેર સેન્ટર, ટોય જોય ટેલ્સ, બે યુનિવર્સિટી અનંત નૅશનલ યુનિવર્સિટી અને કર્ણાવતી યુનિવર્સિટી સાથે અમે જોડાયેલા છીએ. 

    તેમણે જણાવ્યું કે અમે યુથ પાર્લામેન્ટ શરૂ કરી હતી જેમાં અમે સાંપ્રત વિષયો પર ચર્ચા કરીએ છીએ. અમે અમદાવાદ ડિઝાઇન વિક લોન્ચ કર્યું હતું જેમાં વિદેશમાંથી 17 અને ભારતમાંથી 14 સ્પીકર્સને આમંત્રણ આપ્યું હતું. દુર્ગેશ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. દ્વારા ઘણા આઇકોન બિલ્ડીંગો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે. આ દેશમાં સૌથી મોટું ખાનગી કન્વેન્શન સેન્ટર છે અને તેની ક્ષમતા 6500 પ્રેક્ષકોની છે. બાવળા પાસે સ્પેક્ટ્રમ લોજીસ્ટીક પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જેમાં પેકેજીંગ, સ્ટોર્સ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હશે. ગાંધીનગર જિલ્લામાં શ્રી શક્તિ યોગ કેન્દ્રમાં યોગ અને આયુર્વેદનો સુંદર સમન્વય કરવામાં આવનાર છે. મુશ્કેલીના સમયમાં અંબા માતાએ મારા કુટુંબને હંમેશાં મદદ કરી છે માટે અમે સમાજને કંઈક પાછું આપવામાં માનીએ છીએ. આથી અમે લોકો અંબાજી માતામાં અખૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ અને તેમની પ્રેરણાથી અમે શ્રી શક્તિ સેવા કેન્દ્રની શરૂઆત કરી છે જેના દ્વારા વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ભીખે નહિ પણ ભણવા જઈએ છીએ અભિયાન હેઠળ ભીક્ષાવૃત્તિ સાથે જોડાયેલા બાળકોને અમે દત્તક લઈએ છીએ અને છેલ્લા છ વર્ષથી તેમનો અભ્યાસ ઉપરાંત તેમના પરિવારને રાશન પૂરું પાડીએ છીએ. અમે માર્ગ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને તેના દ્વારા ગબ્બર તળેટીના ચાર ગામોને સોલર લાઇટથી વીજળી આપીએ છીએ, હેલ્થ ચેકઅપ, કન્યા કેળવણી સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીએ છીએ. 

    દુર્ગેશ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે મારી બહેન અંબિકા અગ્રવાલ અને પત્ની કનિકા અગ્રવાલ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહકાર આપી રહ્યા છે. મારા પરિવારમાં પુત્રી અદ્વિકા અને પુત્ર રૂદ્રાંશનો પણ સમાવેશ થાય છે. સારા કર્મો અને સફળતાનો પ્રચાર ન કરવો જોઇએ એવો સંદેશો તેમણે આપ્યો છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!