• માણેકચોક ખાણીપીણી વિવાદનો અંતઃ હવે મોજથી ટેબલખુરશી સાથે જમી શકાશે
    મુખ્ય શહેર 18-3-2023 01:07 PM
    અમદાવાદ

    અમદાવાદના જૂના અને જાણીતા માણેકચોકનું ખાણી પીણી બજાર અડધી રાતે પણ ધમધમે છે પરંતુ થોડા દિવસથી તે વિવાદમાં રહ્યું હતું. કારણ કે માણેકચોકમાં ચાર પાંચ દિવસથી લોકોને ટેબલ ખુરશી નહીં, પરંતુ જમીન પર બેસીને જમાડવામાં આવતા હતા. આ માટે કેટલાક વેપારીએ પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આનું કારણ એ આપવામાં આવ્યું હતું કે ખાણીપીણી માટે લોકોની ભીડ વધતા ટેબલ ખુરશીઓ રસ્તાઓ પર ગોઠવવામાં આવતી હતી. તેથી સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે તેમને આવવા જવામાં અને વાહન લઇને નિકળવામાં તકલીફ પડે છે. આ ફરિયાદને ધ્યાનમાં લઇને પોલીસે દબાણ હટાવવાની સૂચના આપી હતી. તેના વિરોધમાં વેપારીઓએ ટેબલ ખુરશી હટાવી લીધા હતા. તેથી જમવા આવનાર લોકોને નીચે પાથરણા પર બેસાડીને જમાડવામાં આવતા હતા. તેથી વિવાદ સર્જાયો હતો.

    જોક, પોલીસે શુક્રવારે માણેકચોકના વેપારીઓને રસ્તા પરથી વધારાનું દબાણ દૂર કરવા સમજાવીને એમ્બ્યુલન્સ પસાર થઈ શકે એટલો રસ્તો ખુલ્લો રાખવા જણાવ્યું હતું. જે વેપારીઓએ માની લેતા માણેકચોકના વિવાદનો સુખદ અંત આવ્યો હતો. પોલીસે શુક્રવારે રાત્રે વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વેપારીઓને સમજાવ્યા હતા. વેપારીઓ પોલીસ સાથે સહમત થાય હતા. વેપારીઓએ પોલીસને બાંહેધરી આપી હતી કે અંદરોઅંદર ચર્ચા કરીને વધારાના ટેબલ ખુરશી હટાવી દેવામાં આવશે તથા રાતે નિયમ મુજબ બંધ કરી દેવામાં આવશે. આમ વિવાદનો અંત આવ્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!