• અર્થપૂર્ણ જીવન : હું કોણ?નો જવાબ જીવનને સાચી રીતે અર્થપૂર્ણ બનાવે છે
     જ્યારે કોઈને આપણે કોલ કરીએ અને તે આપણને પૂછે કે, “તમે કોણ?” ત્યારે આપણે સામાન્ય રીતે આપણું નામ અને વ્યવસાય કહેતા હોઈએ છે અને પછી આપણો કોલ કરવાનો ઉદ્દેશ્ય. પરંતુ આપણે આપણી જાતને આ જ સવાલ પૂછીએ તો કે, “તમે કોણ?” કોઈ કહેશે નામ, તો કોઈ કહેશે શરીર તો કોઈ કહેશે આત્મા. તો આપણી સાચી ઓળખાણ શું? એવી કઈ ઓળખાણ છે કે જે આપણે સ્વીકારી શકીએ, અપનાવી શકીએ અને સમજી અને સમજાવી શકીએ?

    એ વાત સાચી કે આપણે આત્મા છીએ અને અનંત વર્ષોથી આપણે આ સફરમાં છીએ. પરંતુ તે આધ્યાત્મિકતાનો વિષય છે અને તેમાં ઉંડા ઉતરીએ તો વધુ જાણવા મળે. આપણે આપણી ઓળખાણ જોઈતી હોય તો આપણી જાતને જોવી જોઈએ. આપણે કોણ છીએની સાથે સાથે શું છીએ અને કેમ છીએ તે વિચારવું જોઈએ. પહેલા જોઈએ આપણે કોણ છીએ. આપણે આપણી તમામ ટેવોનું પરિણામ છીએ. આપણે દૂબળા છીએ કે જાડા છીએ, આપણે કૂડી છીએ કે ડાયટ કોન્શિયસ છીએ, આપણે વહેલા સૂઈ જનારામાં છીએ કે ઉજાગરા કરવાવાળામાં વગેરે. આપણે જે પણ ટેવો અપનાવીએ છીએ અને તેને વિકસાવીએ છીએ તે આપણે છીએ. કારણ કે, કોઈ પણ સંજોગોમાં આપણે આપણી ટેવ પ્રમાણે જે વર્તન કરીશું. જેમ શ્વાનને ટેવ હોય છે કે, જેવુ એ સવારે ઉઠે એટલે તેને આળસ મરડવા જોઈએ અને પછી પોતાનું શરીર ખંખેરવા જોઈએ. તો એ દરેક જગ્યાએ આ જ કરશે. તે જ રીતે કોઈ વ્યક્તિ ચોગા અને પ્રાણાયમ નિયમિત રીતે કરતું હોય તો તે ઘરે હશે, બહારગામ હશે કે કામથી કશે ગયા હશે, તે સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ પ્રમાણે થોડું તો થોડું પણ યોગા અને પ્રાણાયમ કરશે જરૂર, આવી જ એક વ્યક્તિને મેં જોઈ છે. જ્યારે હું સ્કૂલના પ્રવાસમાં ગયો હતો ત્યારે પાછા આવતા ટ્રેનમાં એક કાકા હતા. વહેલી સવારનો સમય હતો અને તે કાકાએ ટ્રેનમાં દરવાજા પાસેની જગ્યામાં સૂર્યનમસ્કાર ચાલુ કર્યા. બીજા બધા છોકરાઓ અંદર અંદ૨ મજાક કરતા હતા પરંતુ તે કાકાની નિયમિતતા સમય જતા સમજાય છે. કોઈ પણ સારી ટેવ જ્યારે આપણે નિયમિત રીતે પાળીએ છીએ ત્યારે તે આપણી ઓળખાણનો એક ભાગ બની જાય છે. હવે બીજો પ્રશ્ન છે કે આપણે શું છીએ? તો આપણે આપણા તમામ ગુણોનો સરવાળો છીએ. આપણને નાનપણથી જે રીતે મોટા કર્યા હોય અને એ સમયમાં આપણે આપણી અંદર જે વિકસાવ્યું હોચ અને આપણા પરિવાર તરફથી જે વાતાવરણ અને સંસ્કાર મળ્યા હોય તેનો સરવાળો એ આપણી ઓળખાણનો બીજો ભાગ છે.

    હવે ત્રીજો પ્રશ્ન કે આપણે કેમ છીએ? આ સવાલ બીજા એક સવાલ સાથે જોડાયેલો છે કે, “મારી સાથે આવું કેમ થાય છે?” જ્યારે આપણે આ “કેમ” નો જવાબ શોધીએ છીએ ત્યારે આપણને આપણા જીવનના મોટા ભાગના સવાલોના જવાબ મળી જાય છે. દરેક વ્યક્તિ પોતાની સાથે એક ઉદ્દેશ્ય લઈને જન્મે છે. કોઈ વ્યક્તિનો ઉદ્દેશ્ય સમાજસેવાનો હોચ તો કોઈ વ્યક્તિનો ઉદ્દેશ્ય કોઈ નવી શોધનો હોય. કોઈનો ઉદ્દેશ્ય દેશ માટે કંઈક કરવાનો હોય તો કોઈનો ઉદ્દેશ્ય પરિવાર માટે કંઈક કરવાનો હોય. જ્યારે આપણે આ “કેમ”નો એટલે કે આપણા ઉદ્દેશ્યનો જવાબ મેળવી લઈએ છીએ ત્યારે તે આપણી ઓળખાણનો ત્રીજો ભાગ બની જાય છે. અને આ કોણ, શું અને કેમ ના પ્રશ્નોના જવાબ ભેગા મળીને “હું કોણ” એ સવાલનો જવાબ આપે છે.
    અને આ પ્રશ્ન, “હું કોણ?”નો જવાબ આપણા જીવનને સાચી રીતે અર્થપૂર્ણ બનાવે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!