• અર્થપૂર્ણ જીવન : તહેવારની ઉજવણી જીવનમાં ખુશી, સંબંધો વધુ ગાઢ બનાવે છે
    આપણે ભગવાનના ઘણા રૂપને ભજીએ છીએ, માનીએ છીએ. તેવી જ રીતે શક્તિના પણ અનેક રૂપ છે. પરંતુ તેમના નવ રૂપ નવરાત્રિના નવ દિવસોમાં ખાસ પૂજાય છે. આ નવ રૂપ અલગ અલગ છે અને નવરાત્રિના અલગ અલગ દિવસોમાં તેમનુ મહત્વ અલગ અલગ છે.

    તો જો આ નવ રૂપ એક જ શક્તિના હોય તો તે એક જ શક્તિ કેમ નવ દિવસ ના પૂજીએ? તેમના નવ અલગ અલગ રૂપ કેમ ભજવામાં આવે છે? હવે આ પ્રશ્ન આધ્યાત્મિકતાની દૃષ્ટિએ પણ જોઈ શકાય પરંતુ તેને આપણે જીવનની દૃષ્ટિથી જોઈએ. જેમ શક્તિ એક હોવા છતાં તેના અલગ અલગ રૂપને ભજવામાં આવે છે, તેમ આપણે પણ એક જ છીએ પરંતુ આપણા પણ ઘણા રૂપ હોય છે. જેમ શક્તિના દરેક રૂપનો ઉદ્દેશ્ય અલગ અલગ હોય છે અને તે રૂપ તે ઉદ્દેશ્યને પૂરું કરવા માટે બનેલ હોય છે. જેમ વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર અલગ અલગ ઉદ્દેશ્ય માટે બનેલ છે.

    આપણા અલગ અલગ રૂપ એટલે આપણી પર્સનાલિટીના અલગ અલગ પ્રકાર. દરેક પરિસ્થિતિ પ્રમાણે આપણે અલગ અલગ વર્તન કરીએ છીએ, અલગ રીતે વિચારીએ છીએ, અલગ બનીએ છીએ. ઘણી વાર અમુક પરિસ્થિતિમાં ગુસ્સાની જરૂર હોય તો અમુક પરિસ્થિતિમાં શાંતિની. અમુક પરિસ્થિતિમાં પ્રેમની જરૂર હોય તો અમુક પરિસ્થિતિમાં અડીખમ રહેવાની. તો આવી રીતે જ્યારે આપણે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ પ્રતિભાવ આપીએ છીએ તે આપણા અલગ અલગ રૂપ છે.

    તે સિવાય આપણે પિતા, પુત્ર, પ્રેમી, વર, દાદા, મિત્ર વગેરે અનેક રૂપમાં હોઈએ છીએ. આપણા કામમાં પણ આપણા અનેક રૂપ છે. જેમ કે, મેન્ટર, લીડર, સહકર્મચારી, પાર્ટનર, ડિરેક્ટર વગેરે જ્યાં આપણો જે રૂપની જરૂર હોય છે ત્યાં આપણે એ રૂપ લઈએ છીએ અને તેને નિભાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈ એક રૂપને લઈને નથી બેસી જતા  પરંતુ જેમ શક્તિના અલગ અલગ રૂપમાંથી વ્યક્તિને જે રૂપ લાગે તેને તે ભજે છે તે જ રીતે આપણા જે રૂપને લીધે મનમાં બેસાડી દે છે તેને જ તે જુએ છે. જેમ કે, આપણે ભલે શાંત વ્યક્તિ હોઈએ પરંતુ કોઇ પરિસ્થિતિમાં આપણે ગુસ્સામાં વર્તન કર્યું અને તે આપણા કોઈ સંબંધીએ જોયું તો તે સંબંધી આપણા આ ગુસ્સાવાળા રૂપને જ મનમાં રાખશે. અને એટલુ જ નહિ, જ્યારે કોઈ બીજુ સગુ-વહાલું કહેશે કે, “આ વ્યક્તિ તો ખૂબ શાંત સ્વભાવની છે”, ત્યારે આ સંબંધી કહેશે, “અરે ના ના, તમે એનું ગુસ્સાવાળું રૂપ ક્યાં જવું છે?”.

    ભલે આપણને લાગે કે કોઈ કંઈ ઓબ્ઝર્વ નથી કરતુ પરંતુ લોકોનું ધ્યાન બધે હોય છે. આપણે આપણું ક્યુ  રૂપ ક્યારે ધારણ કરવું અને કોની સામે ધારણ કરવું તે આપણા પર છે. આપણો ઉદ્દેશ્ય શું છે તેના પર આ બાબતનો મુખ્ય આધાર છે. જેમ પિતા તેના પુત્રને ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ જો પુત્ર વધુ તોફાન કરે તો પિતા તેના પર તે બાબત માટે થોડો ગુસ્સો પણ કરે છે. તેનો અર્થ એ નથી કે પિતા ખરાબ છે કારણ કે, પિતાને ખબર છે કે, તે પછી પ્રેમથી તે પરિસ્થિતિને કેવી રીતે વાળવી અને તેટલે પુત્રને પણ ખબર પડે કે ક્યાં તેની ભૂલ હતી અને પિતાએ તેના સારા માટે તેને કીધુ.

    કોઈ પણ તહેવારની ઉજવણી જીવનમાં ખૂબ જરૂરી છે. તે ખુશીઓ લાવે છે અને લોકોને એકબીજાની નજીક લાવે છે. પરંતુ તેની સાથે સાથે તે તહેવારમાંથી આપણા જીવનમાં શું શીખ ઉતારી શકાય તે પણ જાણવું અને સમજવું જોઈએ. તેનાથી આપણા જીવનને એક સુંદર અર્થ મળે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!