• અર્થપૂર્ણ જીવન : અનુભવોની એક-એક ઈંટથી જીવનરૂપી આલિશાન મહેલ બને છે
     આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા કે, જેમની સાથે ભૂતકાળમાં અથવા બાળપણમાં કોઈ ખરાબ અનુભવ થયો હોય તો તેને બીજા સાથે રિપીટ કરવો અને બીજા પ્રકારના લોકો એવા હોય કે જેમને બાળપણમાં અથવા ભૂતકાળમાં આવો કોઈ અનુભવ થયો હોય તો તેનાથી વિપરીત કરે, વધુ સારું કરે. જેમ કે કોઈ બાળકને તેના બાળપણમાં મા-બાપ તરફથી પ્રેમ ના મળ્યો હોય અથવા તકલીફ મળી હોય તો તે મોટો થઈને બીજાને એવી જ રીતે તકલીફ આપે અથવા પ્રેમ ના આપે એવા કારણથી કે, “મને પણ પ્રેમ નથી મળ્યો તો હું બીજાને શું કામ પ્રેમ આપુ?” આ થયા પહેલા પ્રકારના લોકો.

    જ્યારે બીજા પ્રકારના લોકો જો આવા જ અનુભવમાંથી પસાર થયા હોય તો તે મોટા થઈને વધુ પ્રેમાળ બને છે અને બધાને વધુ પ્રેમ આપે છે એવા કારણથી કે, “મને ખબર છે કે પ્રેમની વેલ્યુ શું છે કારણ કે, મને પ્રેમ નથી મળ્યો તો હું બીજાને તો એ આપી શકું જેમને પ્રેમ નથી મળ્યો”. આજે આપણને કોઈ બાબતની કમી હોય અને તે કમીને લઈને આપણે દુઃખી થઈએ અથવા આપણને તકલીફ થાચ તે બાબત સમજી શકાય એવી છે, પરંતુ આપણને તે બાબતની કમી છે એટલે આપણે બીજાને પણ તેની કમી મહેસૂસ કરાવીએ તે યોગ્ય નથી. આવું કરવા પાછળના બે કારણ હોય છે. એક કારણ એ કે, બીજી વ્યક્તિ મારી તકલીફ સમજી શકે, મારી જગ્યાએ આવીને અનુભવ કરી લો અને બીજુ કારણ એ કે, જો મને ના મળે તો બીજાને કેમ મળે ?

    આવી માનસિકતા વ્યક્તિને આગળ નથી લઈ જઈ શકતી. વ્યક્તિનું તમામ ફોકસ ફક્ત નકારાત્મક પાસા તરફ જ હોય છે. જ્યારે બીજા પ્રકારની વ્યક્તિનું બધુ ધ્યાન કોઈની કમી પૂરી કરવા પર હોય છે. કંઈક સારું કરવા પર હોય છે. ઘણા બધા અમીર લોકો એવા છે કે, જેઓ બાળપણમાં ગરીબ હતા અને તે ખૂબ મદદ કરતા હોય છે કારણ કે, તેમને ખબર છે ગરીબી શું છે. ઘણા બધા લોકો એવા છે કે, જે ગરીબ બાળકોના ભણતરની જવાબદારી લે છે, કારણ કે તેમને ખબર છે કે ભણતરથી જીવન કેટલું બદલી શકાય છે. ઘણી વ્યક્તિ ભૂખ્યા લોકોને ખવડાવવા માટે તત્પર હોય છે કારણ કે, તેને ખબર છે બાળપણમાં યોગ્ય ભોજન ના મળે અથવા ભૂખ્યા રહેવું પડે તો શું થાય.

    વ્યક્તિના સ્વભાવનું એક પાસુ આ બધી બાબતો પર પણ ડિપેન્ડ હોય છે. આપણે ઘણા સારા છીએ. આપણો સ્વભાવ પણ ખૂબ સારો છે, મદદગાર છે. પરંતુ આપણે એક વાર આપણી અંદર ઉતરીને જોવું જોઈએ કે, આપણે આપણા આવા ઊંચા અનુભવથી પ્રેરીત છીએ. આપણે પહેલા પ્રકારમાં આવીએ છીએ કે બીજા પ્રકારમાં? જો પહેલા પ્રકારમાં આવતા હોઈએ તો બીજા પ્રકારમાં રૂપાંતરિત થવું જરૂરી છે અને જો બીજા પ્રકારમાં આવતા હોઈએ તો પણ તે અનુભવને યાદ રાખવો જરૂરી છે જેનાથી આપણે પ્રેરીત હોઈએ.

    જીવનમાં અનેક અનુભવો થાય છે. જીવન અનુભવોથી બનેલું છે. અનુભવોની એક-એક ઈંટથી જીવનરૂપી મહેલ બને છે. તો જ્યારે આપણે આપણા જીવનના અને ભૂતકાળના સારા અનુભવોથી પ્રેરીત થઈશું અને નરસા અનુભવોથી શીખ લઈશું ત્યારે જ તો આપણે આપણા જીવનને સુંદર બનાવી શકીશું. જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે આપણા જીવનના સારા-તરસા અનુભવીને નવો અર્થ આપવો જરૂરી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!