• અર્થપૂર્ણ જીવન : તબક્કાવાર જરૂરી ફેરફાર કરશું તો જીવન વધુ સારું બનશે
     “આજે કંઈક અલગ ખાવાનું મન થયું છે, ચલો બહાર જઈએ” આવુ આપણે આપણા રૂટીનની દિનચર્ચામાં ક્યારેક બોલતા હોઈએ છીએ. જ્યારે આપણે ઘણા સમચી કારનું ખાવાનું મળે છીએ ત્યારે આપણને ક્યારેક બહાર હોટેલમાં કે કાફેમાં જઈને કંઈક અલગ ખાવાનુ મન થાય છે. જ્યારે આપણે દરરોજ એક પ્રકારના કપડા પહેરતા હોઈએ ફોર્મલ કે એવા કોઈક ત્યારે આપણને કંઈ અલગ પિંગ કરવાનું મન થાય છે અથવા કેઝ્યુઅલ ડ્રેસીંગ કરીએ ત્યારે સારુ અથવા અલગ ફીલ થાય છે.

    કોઈ પણ વસ્તુ જ્યારે એક જ રીતે દરરોજ થતી રહે તો સમય જતા તે કંટાળાજનક બની જાય છે. તેને રસપ્રદ રાખવા તેમાં નવીનતા જરૂરી છે. આ બાબત ફક્ત કામકાજને નહિ, આપણી રહેણીકરણી, જીવન, કામકાજ, સંબંધ, સ્વાસ્થ્ય દરેક જગ્યાએ લાગુ પડે છે. આપણે સંબંધમાં દર વખતે “કેમ છો?”, “સારુ છે?” ના ચાલે. ક્યારેક તેમાં કંઈક અલગ કરવુ અથવા અલગ રીતે પ્રતિભાવ આપવી જરૂરી હોય છે.

    પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરેક જગ્યાએ પરિવર્તન જરૂરી છે. એટલે જ કેશનના ટ્રેન્ડ્સમાં પરિવર્તન આવતુ રહે છે. જીવનના સંજોગોમાં પરિવર્તન આવતુ રહે છે. ઋતુઓમાં પરિવર્તન આવતુ રહે છે. ટેક્નોલોજીમાં પરિવર્તન આવતુ રહે છે. તો દરેક જગ્યાએ પરિવર્તનની સાથે ડોઈ નવીનતા ઉમેરવી ખૂબ જરૂરી છે. આજે ખાવાની વસ્તુઓ જોઈએ તો પહેલા એક જ જ પ્રકારનો પિઝા મળતો હતો. આજે અનેક પ્રકારના પિઝા મળે છે. પહેલા ખિચડી એક પ્રકારની હતી, આજે ખિચડીમાં પણ વેરાચટી આવી ગઈ છે. તો દરેક જગ્યા કંઈક નવુ કરવાથી તેમાં એક અલગ મજા આવે છે.

    આપણે આપણા જીવનમાં એવી અમુક બાબતો હશે જ જે આપણે આપણા રોજિંદા જીવનમાં દરરોજ કરતા હોઈશુ અને તે કરવી જ પડે તેવી બાબતો હશે. જેમ કે, અમુક સમયે જૈતુ, બોફિસ માટે ઉકળવું, એક જ સમર્ચ લંચ લેવું, સાંજે ઘરે આવ્યા પછીનું રૂટીન વગેરે. તો તેમાં આપણે શું નવીન કરી શકીએ તે વિચારવુ જરૂરી છે. નવીનતા લાવવાથી ઘણા ફાયદા થાય છે. એક તો તે બાબતમાં આપણને વધુ રસ પડે છે. તે ઉપરાંત કંઈક નવુ હોચ તો તેમાં આપણું મન વધુ સતર્ક રહે છે અને ધ્યાન આપે છે. કંઈક નવીનતા લાવવાથી તે બાબત પ્રત્યે આપણો પ્રતિભાવ હકારાત્મક બને છે. આપણને તે બાબત વિશે સારો ભાવ આવે છે.

    જેમ કે, દરરોજ જીમમાં જઈને ટ્રેડમીલ પર દોડ્યા જ કરવાનુ હોચ તો દસ દિવસ પછી તે કંટાળાજનક બની જશે. એટલે ઘણા બધા જીમમાં હવે ટ્રેડમીલની સામે ટીવી મૂક્યા છે કે જેથી દોડતી વખતે એન્ટરટેઇનમેન્ટ માટે અને લોકો વધુ દોડવા માટે પ્રેરિત થાય. આ નવીનતા પછી ઘણા લોકોને ટ્રેડમીલ ગમવા લાગ્યા જીવનની દરેક બાબતમાં જો પરિવર્તન જરૂરી જ હોય તો પરિવર્તન વખતે કંઈક નવીન શા માટે ના કરવું? આપણને ટીવી, મોબાઈલ, ગાડી દરેકમાં કંઇક નવુ જોઈએ જ છે. નહિ તો આપણે જ કહીએ છીએ કે, “આમાં નવુ શું છે વળી?” તો પછી આપણે આપણા પોતાનામાં પણ કંઈક નવુ લાવીએ. તવી ટેવો, નવા વિચારો, નવી જીવનશૈલી. જ્યારે આપણે બદલાઈએ તો સારી રીતે નવા જ ના બનીએ? આપણે આપણી અંદર નવા બદલાવ લાવીશું તો જીવનમાં નવા બદલાવ આવશે અને આપણું જીવન પહેલા કરતા વધુ સારુ બનશે. જીવનમાં નવીનતા લાવવાથી જીવનને નવા અર્થ પણ મળે છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!