• અર્થપૂર્ણ જીવન : વણજોઈતી, બંધનરૂપ બાબતોને છોડશું તો જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે
    નવું વર્ષ આવે ! નવો મહિનો આવે. મોટા ભાગની દરેક વ્યક્તિ ડાયરી અથવા પ્લાનર લઈને બેસે અને નક્કી કરે કે હવે શું કરવું, કેવી રીતે કરવું વગેરે. પોતાની ટેવો વિશે વિચારણા કરે કે, આગળ વધવા માટે કઈ ટેવો વિકસાવવી જરૂરી છે અને કયા એકશન સ્ટેપ્સ લેવા જરૂરી છે. આ એક સારી ટેવ છે જે દરેક વ્યક્તિએ અપનાવવી જોઈએ અને અમલમાં મૂકવી જોઈએ.

    આપણે સૌ એ જ વિચારીએ છીએ કે જીવનમાં આગળ વધવા માટે શું શરૂ કરવું. તેના પર આપણે વિચારીએ છીએ, વાંચીએ છીએ, એકસ્પર્ટની સલાહ પણ લઈએ છીએ. અને તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ આપણે એ બાબતે વિચાર્યું છે કે, જેમ અમુક બાબતોને અમલમાં મૂકીને તેની શરૂઆત કરવી જરૂરી છે તેમ અમુક બાબતો પર પૂર્ણવિરામ મૂકવું પણ જરૂરી છે ? અમુક ટેવો, અમુક વિચારો, અમુક વર્તન કે જે આપણને આગળ વધતા રોકે છે તેના પર પૂર્ણવિરામ મૂકવું એટલું જ જરૂરી છે જેટલું કોઈ પણ નવી ટેવ શરૂ કરવી.

    આપણે આગળ વધવા ગાડીને એક્સેલરેટર તો આપીએ છીએ પરંતુ હેન્ડબ્રેક નહિ છોડીએ ત્યાં સુધી ગાડી આગળ નહિ વધે. તો તેવા સંજોગોમાં આપણે જે સ્પીડથી આગળ વધવુ જોઇએ તે સ્પીડથી આગળ નહિ વધી શકીએ અને જેમ એન્જિન ગરમ થઈ જાય ઓવરલોડથી તેમ આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈશું. તો તેના માટે અમુક બાબતોને બંધ કરવી જરૂરી છે. જેમ કે, કોઈ વ્યક્તિને ગુસ્સો ખૂબ આવતો હોય તો તેણે ગુસ્સો ના કરવા પર પણ ધ્યાન આપવું જોઈએ. અમુક વ્યક્તિ ખૂબ ઈમોશનલ હોય તો તેણે મજબૂત થવાની સાથે સાથે નાની નાની બાબતોને મન પર લેવાનું બંધ કરવું જોઈએ. આત્મવિશ્વાસ કેળવવાની સાથે સાથે ડરવાનું બંધ કરવું જોઈએ.

    જ્યારે આપણે આપણી અંદરથી આવી બધી વણજોઈતી અથવા આપણને બંધનરૂપ બાબતોને બંધ કરીએ છીએ ત્યારે આપણો વિકાસ તેની જાતે જ થાય છે. આપણે ઘરને સ્વચ્છ રાખવા તે કરીએ છીએ? તેમાંથી દરરોજ કચરો કાઢીએ છીએ. ઘર એની જાતે સ્વચ્છ લાગે છે. તે જ રીતે આપણા મનમાં રહેલા કચરાને જ્યારે આપણે બહાર કાઢીશું તો મન તેની જાતે જ નિર્મળ અને સ્વચ્છ થઈ જશે.

    ઘણી વાર વ્યક્તિને ખબર નથી હોતી કે, તેની અંદર આવી નકારાત્મક કે તેને રોકી રાખતી બાબતો છે. તેને કારણે તે વ્યક્તિને આવી બાબતોનો સ્વિકાર કરવો મુશ્કેલ બને છે, પરંતુ આપણે સૌએ પોતાની અંદર જઈને જોવું જોઈએ કે આપણે જે દિશામાં અને જે રીતે આગળ વધવા માંગીએ છીએ તેમાં આપણને શું રોકી રહ્યું છે. મોટા ભાગના સંજોગોમાં તે બાબત આપણી અંદર જ રહેલી હોય છે. શરીરને ફીટ રાખવા લોકો જીમ શરૂ કરે છે. પણ તેની સાથે સાથે તળેલું, ફેટવાળુ ખાવાનું બંધ કરવું પડે. આપણા રોજિંદા જીવનમાં આવા નાના-મોટા ઘણા ઉદાહરણો અને બાબતો છે જેને આપણે ધ્યાનથી જોઇએ તો ખ્યાલ આવે કે આ ટેવ કે વિચારનું શું કરવું.

    ઘણી વાર આ સરળ નથી હોતું. વર્ષોની ટેવ અને વિચારસરણીને બદલતા કે છોડતા મુશ્કેલી પડે છે. તકલીફ઼ પડે છે, પરંતુ તે એક વાર યોગ્ય રીતે બદલાઈ જાય છે પછી જીવનનો પ્રવાહ ખૂબ સુંદર બની જાય છે. જીવનમાં જેટલું જરૂરી અલ્પવિરામ છે તેટલુ જ જરૂરી પૂર્ણવિરામ પણ છે. આપણા વિચારોને ધ્યાનભરી ચાયણીમાં ચાળીએ તો ખબર પડે કે શું જરૂરી છે અને શું બંધ કરવા યોગ્ય છે. આનાથી જીવનને સાચી રીતે અર્થપૂર્ણ બનાવી શકાય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!