• અર્થપૂર્ણ જીવન : સફળતામાં સમાજ અને લોકોના અમૂલ્ય યોગદાનને યાદ રાખવું જરૂરી
    આપણને ઘણી વાર એવી અસુરક્ષિત ભાવના આવે છે કે, જો હું મારી સફળતા પાછળનું કારણ કહી દઈશ તો કોઈ મારા કરતા આગળ નીકળી જશે, પરંતુ આવી ભાવના તદ્દન કારણ વગરની છે. દરેક જણ ક્યારેક ને ક્યારેક આગળ આવે જ છે. સવાલ એ છે કે, તે વ્યક્તિ તેને આગળ લઈ જનારી તકને કેટલી જલદી ઓળખી શકે છે અને તે તક આવે ત્યારે તેને લઈને નિભાવવા માટે તે વ્યક્તિ કેટલો તૈયાર છે.

    આજે એપલના ટ્રેન માર્કેટમાં ઘણા આગળ છે. લોકોમાં તેની ખૂબ ડીમાન્ડ છે. જ્યારે તે નવો ફોન લોન્ચ કરે છે ત્યારે લોકો કલાકો લાઈનમાં ઊભા રહે છે. આવું બીજા બધી કંપનીના ફોનમાં નથી થતું. તો હું તે બધી કંપનીઓ ફોન બનાવવાનું બંધ કરી દેશે ? આજે ગાડીઓનું માર્કેટ જોઈએ તો રોલ્સ રોયસ અને મર્સડિઝ મોંઘી ગાડીઓ છે. તે તે બાકી બધી કંપનીની ગાડીઓની જેમ સંખ્યા પર ધ્યાન નહિ આપે. તે પોતાની રીતે પોતાના ટાર્ગેટ સેટ કરશે. દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાનું મહત્વ હોય છે. તે પ્રમાણે તે પોતાનો રસ્તો નક્કી કરે છે અને આગળ વધે છે. કોઈ કહે કે હું તો અહિં દોડતો પહોંચી જઈશ એનો અર્થ એ નથી કે બાકી બધા પણ દોડતા જ પહોંચી શકે. કોઈ ચાલીને પહોંચે તો કોઈ વધુ ઝડપથી દોડીને પણ પહોંચે.

    જ્યારે આપણે એવી અસુરક્ષા રાખીએ છીએ કે, હું મારી સફળતા પાછળ શું કરું છું તે કહીશ તો લોકો મારા કરતા વધુ આગળ નીકળી જશે તો તેનો અર્થ એ છે કે, આપણી આપણા પોતાના પર જ ભરોસો નથી. આપણને અત્યાર સુધી જે સફળતા મળી છે, જે પણ આપણે બનાવ્યું છે તેના પર ભરોસો નથી. અને ફૂલો, માની લઈએ કે, આપણે આપણી સફળતાની ફોર્મ્યુલા કોઈને આપીએ તો તે તેનો સાચી રીતે ઉપયોગ ના કરે અથવા વ્યર્થ જવા દે. તો આ ફોર્મ્યુલા એવા લોકોને આપો જે ખરેખર કાબેલ ફ્રેંચ, જેમ એક ગુરૂ તેમના શિષ્ય નક્કી કરે છે અને તે પછી ચકાસીને તેને ગુરૂચાવી આપે છે તે રીતે જ્યારે આપણે સફળતા મેળવીએ તે પછી એવી વ્યક્તિને તે નોલેજ આગળ આપવું જોઈએ જે વ્યક્તિ ખરેખર તે મેળવવા યોગ્ય હોય. જેના ઈરાદા સારા અને સાચા હોય. જે પોતાની સાથે સાથે સમાજના ભલાનું વિચારતો હોય.

    જો દરેક વ્યક્તિ પોતે જે નોલેજ મેળવ્યુ છે તે આગળ પાસ ઓન નહિ કરે તો આ દુનિયા આગળ વધી જ ના શકી. કોઈ નવી શોધ જ ના થાય. કેમ કે, દરેક એવી વ્યક્તિ જે કોઈ નવી શો કરવો તેને એવી જ અસુરક્ષા હશે કે કોઈ તેનું અનુકરણ કરી લેશે તો તે વ્યક્તિ પોતાની શોધને આગળ જ નહિ વધારે. અને માનો કે ના માનો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો આઈડિયા આગળ નથી વધારતુ ત્યારે થોડા સમયમાં તે જ આઈડિયા કોઈ બીજી વ્યક્તિ અમલમાં મૂકીને આગળ વધે છે. સમય અને કુદરત કોઈના માટે નથી અટકતા.

    જ્યારે આપણે આપણને જે નોલેજ મળ્યું છે અને આપણામાં જે આવડત છે તેનો આપણા માટે અને પરિવાર માટે ઉપયોગ કરીએ ત્યારબાદ તેનો ઉપયોગ સમાજકલ્યાણ માટે થવો જોઈએ. આપણે એકલા ક્યારેય સફળ ના થઈ શકીએ. કોઈ પણ વસ્તુ વેચીએ તો તે ખરીદવાવાળી વ્યક્તિ પણ જોઇએ. કોઈ પણ સર્વિસ આપીએ તો તે લેવાવાળી વ્યક્તિ પણ જોઈએ. તો આપણી સફળતામાં આ સમાજનો અને લોકોનો અમૂલ્ય ફાળો છે અને જ્યારે આપણે આપણી આવડત અને નોલેજનો ઉપયોગ સમાજના અને લોકોના ભલા માટે કરીએ છીએ તો ઈશ્વર પોતે આપણા જીવનને એક નવો અર્થ આપે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!