• પૈસાની પાઠશાળા : SIP થકી હોમ લોનની રીકવરી
    આર્ટિકલ 16-8-2022 11:39 AM
    લેખક: કેતન આચાર્ય
     ઘર ખરીદવું એ દરેક નું સપનું હોય છે. હવે આજના જમાનામાં એ બૅન્ક લોન થી ખરીદવું વધુ આસાન થઈ ગયેલ છે. આપણે જ્યારે ઘર બૅન્ક  ની લોન થી ખરીદીયે છિએ ત્યારે કભી ખુશી કભી ગમ ની લાગણી નો અનુભવ થાય છે કારણ કે એક બાજુ ઘર ખરીદવાનો આનંદ છે અને બીજી બાજુ લોન ઉપર નું વ્યાજ ચૂકવવા નું દુખ છે. 

    આજે આપણે sip  થકી આપણે આપણી હોમ લોન ની તમામ ચુકવણી પાછી  કઈ રીતે મેળવી શકીએ એ જાણીશું. જો તમે ૫૦ લાખ રૂ ની હોમ લોન લેવાના હોય અને તેની મુદત ૨૫ વર્ષની અને લોન નો વ્યાજ દર જો ૬.૭૫% હોય તો તમારો હપ્તો   (emi) દર મહિને રૂ ૩૪૫૪૬.૦૦ આવસે અને તમારે ૨૫ વર્ષ માં ટોટલ રૂ ૧,૦૩,૬૩,૬૭૪.૦૦ @ ૫૦,૦૦,૦૦૦ લોન ની રકમ  અને રૂ ૫૩,૬૩,૬૭૩.૦૦ વ્યાજ પેટે ચૂકવવા પડશે.

    હવે આ ટોટલ રૂ ૧,૦૩,૬૩,૬૭૪.૦૦ આપણે sip થી કઈ રીતે પાછા મેળવવી સકીશું તે જોઈએ.તમે તમારા પહેલા રૂ ૩૪૫૪૬.૦૦ નો emi  સાથે અંકે રૂ ૭૦૦૦.૦૦ ની  sip ચાલુ કરી દો. તમે તમે કેહશૉ emi  ની વ્યવસ્થા માંડ માંડ કરીએ છીએ ત્યાં તમે એક વધુ ૭૦૦૦.૦૦ ની sip ની વ્યવસ્થા કઈ રીતે થસે? પણ તમે ધારો આ વ્યાજ નો દર ૬.૭૫% છે એ જો ૭.૫૦% ની આજુબાજુ હોય તો પણ તમે લોન લેવા ના હતા અને emi  વધુ ચૂકવાના હતા તેવું માની ૭૦૦૦.૦૦ રૂ ની sip  ચાલુ કરો. હવે તમારું ૨૫ વર્ષ નું ટોટલ પેમેન્ટ નીચે મુજબ થશે. 

    ટોટલ emi    =     રૂ ૧,૦૩,૬૩,૬૭૩.૦૦ 
    ટોટલ sip     =     રૂ   ૨૧,૦૦,૦૦૦.૦૦
    ટોટલ પેમેન્ટ  =     રૂ ૧,૨૪,૬૩,૬૭૩.૦૦ 

    હવે તમારી ૭૦૦૦.૦૦ ની sip તમને ૧૨% નો વળતરે ૨૫ વર્ષ પછી ૧,૧૯,૧૫,૪૪૬.૦૦ આપ શે. આમ તમે તમારી sip થી તમારી હોમ લોન ના ૯૬% emi  ની રિકવરી કરી લીધી. 

    ઉપરોક્ત ગણતરી sip ઉપર ૧૨% ના અંદાજીત વળતર થી ગણેલ છે મ્યુચુઅલ ફંડ માં sip નું રોકાણ બજાર ના જોખમો ને આધીન હોય છે માટે યોજના સંબધી તમામ દસ્તાવેજો વાંચી , નાણાકીય સલાહકાર ની સલાહ લઈ રોકાણ કરવું. મ્યુચુઅલ ફંડ માં કરેલ sip નું પાછલા વર્ષો નું વળતર તા. ૩૧/૦૭/૨૦૨૨ નો રોજ નીચે મુજબ હતું. 

    વિગત ૧૦ વર્ષ ૧૫ વર્ષ ૨૦ વર્ષ 
    ટોટલ મ્યુચુઅલ ફંડ ની સ્કીમો ૭૯ ૪૬  ૨૦ 
    વધુ માં વધુ વડતર (%) ૨૩.૬૧% ૨૦.૫૮% ૧૯.૯૧%
    સરેરાશ વડતર (%) ૧૫.૨૩% ૧૪.૯૨% ૧૬.૭૨%

    તો જ્યારે પણ તમે હોમલોન લો ત્યારે તેની સાથે sip નું આયોજન કરી તમારી હોમલોનની રીકવરી કરવાનું આયોજન કરી તમારા ઘરના સપનાં ને સાકાર કરો.   
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!