• અમદાવાદમાં ૨૬ હજારથી વધુ મિલકત સીલ
    મુખ્ય શહેર 18-3-2023 12:11 PM
    • સંપત્તિ સીલ કરવાથી ૨૦ કરોડની આવક થઇ
    • પૂર્વઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૦,૫૪૦ મિલકત સીલ 
    અમદાવાદ

    અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં 26 હજારથી વધુની મિલકત સીલ કરવામાં આવી છે. સાથે સાથે 20 કરોડની આવક થઇ છે.પૂર્વઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૦,૫૪૦ મિલકત મ્યુનિ.તંત્રે સીલ કરી હતી.દિવસાંતે ૨૦ કરોડની આવક મ્યુનિ.તંત્રને થઈ હતી.શહેરના પૂર્વઝોનના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં ૧૦,૫૪૦ મિલકત સીલ કરી રુપિયા  ૫.૪૦ કરોડની વસૂલાત કરવામા આવી હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં ૨૨૫૧ કોમર્શિયલ મિલકતને સીલ કરી રુપિયા ૨.૯૫ કરોડ આવક મેળવવામા આવી હતી.દક્ષિણ ઝોનના અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં ૧૩૪૦ મિલકત સીલ કરી રુપિયા ૨.૪૨ કરોડ આવક મેળવવામા આવી હતી.મધ્યઝોનના વોર્ડ વિસ્તારોમાં ૧૩૩૬ તથા ઉત્તરઝોનના વોર્ડ વિસ્તારોમાં ૪૭૮ મિલકત બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરાઈ હતી.પશ્ચિમ ઝોનના વોર્ડ વિસ્તારોમાં ૫૩૨૬,ઉત્તર-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ૫૨૫૯ મિલકત બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરાઈ હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!