• જામનગરની ITRA અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં વચ્ચે આર્યુવેદ શિક્ષણના MoU 
    ગુજરાત 28-11-2022 09:52 AM
    • આયુર્વેદ વિદેશમાં પણ છવાશે. ઓસ્ટ્રેલિયા પોતાના દેશમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે
    જામનગર

     આયુર્વેદ શિક્ષણ દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રચલિત બન્યું છે, લોકો તેને સ્વીકારતા થયા છે. દરમિયાન સોમવારે જામનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ અને રિસર્ચ ઈન આર્યુવેદિક (ITRA) સાથે ઓસ્ટ્રેલિયા વેસ્ટન સિડની યુનિવર્સિટી દ્વારા MOU કરવામાં આવ્યા છે. ત્યારે હવે ભારતીય આર્યુવેદ સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયાને દેશોમાં પણ આર્યુવેદથી ઉપચાર કરવામાં આવશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ તેમને દેશમાં આર્યુવેદનું શિક્ષણ આપશે. તેમજ ઓસ્ટ્રેલિયામાં આર્યુવેદ અંગે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓ પણ કરશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના લોકોને આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ પણ મળશે.

    ઓસ્ટ્રેલિયાની વેસ્ટર સિડની યુનિવર્સિટી દ્વારા ITRA સાથે MOU કરવામાં આવતા ઓસ્ટ્રેલિયા ખાતે આર્યુવેદ અંગે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓ પણ કરવામાં આવશે. તેમજ ઓસ્ટ્રેલિયામાં આર્યુવેદનાં કોર્ષ પણ શરૂ કરવામાં આવશે અને ત્યાં આર્યુવેદીક સંશોધનાત્મક પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.

    વિશ્વની પ્રથમ આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન યુનિવર્સિટી ખાતે MOU કરવામાં આવ્યા છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ પણ તેમને દેશમાં આર્યુવેદનું શિક્ષણ આપવામાં આવશે. યુનિવર્સિટીને NAAC દ્વારા “A” ગ્રેડની માન્યતા પણ આપવામાં આવી છે. ત્યારે આ યુનિવર્સિટી યોગ, ફાર્મસી અને આર્યુવેદનાં ક્ષેત્રમાં UG, PG, PhD અને ડિપ્લોમાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે.

    ITRA સંસ્થાના નિયામક વૈધ અનુપ ઠાકરે જણાવ્યું હતું કે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વતી કુલપતિ પ્રો. બારની ગ્લોવર દ્વારા એમઓયું કરવામાં આવ્યા છે. ત્યારે આ MOU બંને સંસ્થાઓ વચ્ચે ખાસ કરીને આર્યુવેદ ક્ષેત્રે સંશોધનના હેતુથી થયા છે અને આર્યુવેદનો પ્રચાર-પ્રસાર અને વ્યાપ ઓસ્ટ્રેલિયા અને બીજા વેસ્ટન દેશોમાં કરવામાં આવશે. તેમજ આર્યુવેદ મેડીસીન અને આર્યુવેદના યોગો તેમજ અનેક સંશોધનો આ યુનિવર્સિટી સાથે મળીને કરવામાં આવશે.

    જામનગરમાં વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી
    વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ગુજરાતમાં જામનગર ખાતે બનેલી છે. ત્યારે આ આર્યુવેદિક યુનિવર્સિટી પાસે ભારત અને વિશ્વમાં પ્રથમ માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ યુનિવર્સિટી આર્યુવેદના અભ્યાસ અને સંશોધન માટે સમર્પિત છે. તેમજ આર્યુવેદના ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમ આપનારી વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે. વિદેશથી આર્યુવેદના અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે.


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!