• કેમ્પા આઈપીએલ દ્વારા ગ્રાહકોને આકર્ષવાની તૈયારમાં મુકેશ અંબાણી!
    વ્યાપાર 17-3-2023 12:54 PM
    દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ ગત વર્ષે કેંપા કોલાને ખરીદી લીધી હતી. હવે મુકેશ અંબાણી એફએમસીજી બિઝનેસને વિસ્તારવા અને દેશના 9 અબજ ડોલરના સોફ્ટડ્રિંક માર્કેટમાં કબજો જમાવવા માટેની મોટી રણનીતિ પર કામ કરી રહ્યા છે. કેંપા કોલા પેપ્સી અને કોકની તુલનામાં 33 ટકા સસ્તી રાખવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કેંપા કોલાનો નવો લોગો, તેલગૂ પુશ અને આઈપીએલ મેચમાં તાબડતોડ બ્રાન્ડિંગ દ્વારા તેનું વેચાણ વધારવાની મહત્વાંકાંક્ષી યોજના તૈયાર કરી છે.

     આ તૈયારીઓ જોઈને એવું લાગી રહ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કેમ્પાકોલા દેશના યુવાઓમાં ખુબ જ ઝડપથી જગ્યા બનાવી રહી છે. કેંપાકોલાએ સૌથી પહેલા તેલુગુ ભાષી માર્કેટને કેમ્પચર કરવાની યોજના બનાવી છે. આ પાછળનું કારણએ છે કે, તે દેશનું સૌથી મોટું સોફ્ટ ડ્રિંક માર્કેટ છે. રિલાયન્સ રિટેલ બજાર હિસ્સો વધારવા માટે અનેક પગલા ભરી રહ્યું છે. કેંપા કોલાના લોન્ચિંગ પેપ્સી અને કોક કરતા 33 ટકા ઓછી કિંમત પર કરવામાં આવ્યું છે.આ સાથે જ કેંપા કોલાનો એક નવો લોગો પણ લોન્ચ કરવામાં આવ્યો છે કે જેથી કરીને તેની એક ઓળખ બને. 
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.