• નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. ગાંધીનગર ખાતે “ફોરેન્સિક હેકેથોન” યોજાઈ
    મુખ્ય શહેર 1-2-2023 10:50 AM
    નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે 1લી ફેબ્રુઆરી, 2023થી એટલે કે આજથી બે દિવસીય “ફોરેન્સિક હેકેથોન-2023″નો પ્રારંભ થયો છે. તા.2 ફેબ્રુઆરી, 2023થી ત્રિ-દિવસીય “25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ” યોજાશે. આ બંને કાર્યક્રમોનો હેતુ ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત કરવાનો છે. NFSU અને ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS), નવી દિલ્હી સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેને ગૃહ મંત્રાલય (MHA), ભારત સરકાર દ્વારા સહયોગ પ્રાપ્ત છે. “ફોરેન્સિક હેકેથોન”નું ઉદ્ઘાટન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. ભારત અને વિદેશના 1200થી વધુ પ્રતિનિધિઓ-સ્પર્ધકો આ બંને કાર્યક્રમમાં ભાગ લેશે. કુલ રૂ. 50 લાખથી વધુના પુરસ્કારો પણ વિજેતાઓને અપાશે.

    નેશનલ ફોરેસન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે ઇનોવેશન અને ઇન્ક્યુબેશનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાના હેતુસર આ પ્રથમ “ફોરેન્સિક હેકેથોન”નું આયોજન વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSU દ્વારા કરવામાં આવ્યું છે. “ફોરેન્સિક હેકેથોન-2023” નો ઉદ્દેશ્ય પોલીસ, ન્યાયતંત્ર, તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા અધિકારીઓ, ફોરેન્સિક વિજ્ઞાનીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ સાહસિકો સહિત તમામ સ્તરના તજજ્ઞોને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ (ન્યાય વિતરણ પ્રણાલી)ને મજબૂત કરવા માટે એક સમાન મંચ પૂરો પાડવાનો છે. આ કાર્યક્રમો અંતર્ગત ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી ઇકોસિસ્ટમને સુધારવા માટેના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરાશે. જસ્ટિલ ડિલિવરી સિસ્ટમને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે ફોરેન્સિક તપાસ સહિત ગુનાની તપાસની વૈજ્ઞાનિક પદ્ધતિઓને જોડતા નવા વિચારો પર ચર્ચા થશે. ગુનાની તપાસને કોસ્ટ ઇફેક્ટિવ (ઓછી ખર્ચાળ) બનાવવા અંગે પણ ચર્ચા થશે. ફોરેન્સિક સાયન્સ સંબંધિત સાધનો અને ટેક્નોલોજીના ઉત્પાદનમાં રસ ધરાવતી કંપનીઓની ઓળખ કરી એક મંચ ઉપર લાવવા માટે પણ પ્રયાસ થશે.

    ડો.વ્યાસે જણાવ્યું હતું કે, આ બંને કાર્યક્રમોમાં 1200થી વધુ પ્રતિનિધિ-સ્પર્ધકોઓ ભાગ લઈ રહ્યા છે. જેઓને ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ આપવા સંદર્ભે અને શ્રેષ્ઠ ઉત્પાદન, શ્રેષ્ઠ સાધન વિકાસ સહિતની વિવિધ કેટેગરીમાં કુલ 50 લાખ રૂપિયાથી વધુના ઈનામો આપવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!