• નવાઝુદ્દીન પત્ની અને માતા વચ્ચેના ઝઘડાથી કંટાળી ગયા
    મુખવાસ 7-2-2023 08:10 AM
    • નવાજુદ્દીન સિદ્દીકી ઘર છોડીને હોટેલમાં રહેવા લાગ્યા 
    બોલીવુડમાં પોતાની કલાકારીથી આગવી ઓળખ ઊભી કરનાંર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાનુ ઘર છોડીને હોટેલમાં ચાલ્યા ગયા છે. પત્ની અને માતા વચ્ચેનાં ઝઘડાના કારણે તેઓ કંટાળી ગયા છે. એક રિપોર્ટ પ્રમાણે જ્યાં સુધી તેમના માતા અને પત્નીના ઝગડાનું કોઈ નિવારણ નહિ આવે ત્યાં સુધી  તેઓ પોતાના સપનાનાં મહેલથી દૂર એટલે કે તેના ઘરે નહીં પણ હોટલમાં રહેશે.બોલીવુડ હંગામાના રિપોર્ટ મુજબ, નવાઝનાં એક મિત્રએ કહ્યું છે કે એક્ટર ત્યાં સુધી હોટેલમાં રહેશે જયાં સુધી તેમના વકીલ તેમના ઘર 'નવાબ' ના મૂદ્દાનું કોઈ નિવારણ નહીં લાવી આપે. જણાવી દઈએ કે ખુબ મહેનત અને લગનથી બનાવ્યો છે અને એક્ટરના ઘરનું નામ એમના પિતાના નામ પરથી 'નવાબ' રાખવામાં આવ્યું છે. તેમના આ આલીશાનબંગલામાં 6 રૂમ, 2 હોલ અને 2 લોન બનાવવામાં આવેલ છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.