• આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે આખરે નેપાળ ક્વાલિફાય 
    સ્પોર્ટ્સ 18-3-2023 11:23 AM
    • નેપાલની ટીમે ડીએલએસ પદ્ધતિ દ્વારા 9 રનથી જીત હાંસલ કરી
    કાઠમાન્ડુ

    આઇસીસી દ્વારા હાલમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટે ક્વૉલિફાય રાઉન્ડની મેચ રમાડવામાં આવી રહી છે, આ વનડે વર્લ્ડકપ 2023નો ભારતમાં રમાવવાનો છે, અને આજે નેપાલ અને યૂએઇ વચ્ચે 134મી ક્વૉલિફાય મેચ રમાઇ હતી, જેમાં નેપાલે યૂએઇને હાર આપીને આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023 માટે ક્વૉલિફાય કરી લીધુ છે. આજની મેચમાં નેપાલની ટીમે ડીએલએસ પદ્ધતિ દ્વારા 9 રનથી જીત હાંસલ કરી છે, આ સાથે જ તે નેપાલની ટીમ ક્વૉલિફાયર માટે ક્વૉલિફાય થઇ ગઇ છે. નેપાલ અને યૂએઇ વચ્ચે આજની આ મેચ કીર્તિપુરમાં ત્રિભૂવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ હતી. કીર્તિપુર ગ્રાઉન્ડ બહાર યૂએઇ વિરુદ્ધ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ લીગ બે 2019-23 જોવા મળી, અહીં ફેન્સનો જબરદસ્ત ક્રેઝ પણ જોવા મળ્યો, ફેન્સ મેચ જોવા માટે ઝાડ પર ચઢી ગયા હતા. આની તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી હતી. ત્રિભૂવન યૂનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં યૂએઇની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં યૂએઇએ નિર્ધારિત 50 ઓવરમાં સારો એવો સ્કૉર કરી લીધો હતો, યૂએઇએએ 50 ઓવરના અંતે 6 વિકેટો ગુમાવીને 310 રન બનાવી લીધા હતા. જવાબમાં નેપાલની ટીમે 44 ઓવર સુધીની રમત રમી હતી, જેમાં નેપાલની ટીમે પણ 6 વિકેટના નુકશાને 269 રન બનાવી લીધા હતા, જોકે, બાદમાં આગળની મેચ શરૂ ન હતી થઇ શકી અને આખરે એમ્પાયરે આઇસીસીના ડીએલએસ નિયમથી નેપાલને જીત આપી હતી. નેપાલને બીજી ઇનિંગમાં ડીએસએલ નિયમથી 44 ઓવરમાં 269 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો, જેને નેપાલે આસાનીથી કરી લીધો હતો.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.