• નેટવર્કિંગ, સંબંધો,  લાયઝનીંગ, ટ્રસ્ટ એ અમારી સફળતાનો મંત્ર છે : રૂષભ દફતરી
    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:58 AM
    અમદાવાદ

     ‘Encash the goodwill and never let down the legacy’ એવું રૂષભ દફતરીએ જણાવ્યું હતું. 

    દફતરીઝ ઇન્સ્યોરન્સ લેગસીના ડિરેકટર રૂષભ દફતરીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે ચાર પેઢીથી જીવન વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ. અગાઉ રોયલ ઇન્સ્યોરન્સ કંપની કાર્યરત હતી ત્યારથી મારા પરદાદા વીમા ક્ષેત્રમાં કાર્યરત હતા અને વર્ષ 1956માં એલઆઈસી નૅશનલાઇઝ થતાં દાદાએ ડાયરેકટ વીમા કન્સલ્ટન્સી મેળવી હતી અને પિતા હરેશભાઈ દફતરીએ  પણ એજન્સી ચાલુ રાખી હતી. આમ મને જીવન વીમા ક્ષેત્ર વારસામાં મળ્યું છે. મેં એ.જી. હાઈસ્કૂલ અને જે.જી.કાૅમર્સ કાૅલેજમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ વર્ષ 2009માં ઇડીઆઈમાંથી ડિપ્લોમા ઇન એન્ટરપ્રેન્યોરશિપ મૅનેજમેન્ટ અને 2011માં લંડનમાં મીડલસેક્સ યુનિ-વર્સિટીમાંથી માસ્ટર્સ ઇન સ્ટ્રેટેજિક મૅનેજમેન્ટ અૅન્ડ રિસર્ચ ઇન માર્કેટિંગ કર્યું હતું. હું વર્ષ 2012માં ફેમિલિ બિઝનેસમાં જોડાયો હતો અને બીજા વર્ષથી વેપારને વિકસાવ્યો હતો. હું દર વર્ષે એમડીઆરટી બનું છું અને અમારી કંપની ચૅરમૅન ક્લબ મેમ્બર છે.  અમારા 2200થી વધુ પરિવાર ક્લાયન્ટ છે જેમાં જ્વેલર્સ, હાૅસ્પિટાલિટી, હાૅસ્પિટલ, ઓટોમોબાઈલ્સ, રિયલ એસ્ટેટ, વોચ કંપની, શૈક્ષણિક સંસ્થા, ડેરી, કેમિકલ્સ, ટેક્ષટાઈલ્સ વગેરેનો સમાવેશ થાય છે. મારું માનવું છે કે જીવન વીમો લેવો એ સારો આઇિડયા છે અને આ માટે પ્રોફેશનલને કન્સ્લ્ટ કરવા જોઈએ.

    તેમણે જણાવ્યું કે સમગ્ર ભારતમાં એકમાત્ર ચોથી પેઢી છે જે જીવન વીમા ક્ષેત્રમાં કાર્યરત છે. અમે ટોટલી પ્રોફેશનલ કલ્ચરથી કામ કરીએ છીએ અને કલાયન્ટને કમિશન આપતા નથી. અમારી યુએસપી સર્વિસ ઓરિએન્ટેડ છે. અમે ક્લાયન્ટ્સને સારી સેવા આપવા માટે રિલેશનશિપ મૅનેજરની નિમણૂક કરીએ છીએ. દર વર્ષે સહપરિવાર કલાયન્ટ સાથે એન્યુઅલ જનરલ મીટિંગ રાખીએ છીએ. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટીનું પાલન કરીએ છીએ. એલઆઈસી  પાસે કૅન્સરની બીમારીને આવરી લેતી પ્રોડક્ટ્સ હોવાથી અમે કૅન્સર અવેરનેસ સેમિનાર યોજીએ છીએ. વીમા ક્ષેત્રમાં અમે સોશ્યલ મીડિયા દ્વારા ડિજીટલ પ્રેઝન્સસને ઘણું મહત્ત્વ આપીએ છીએ. શેરમાર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ વધારે વળતર આપતા હોવાથી જીવન વીમા ક્ષેત્ર બહુ ઇગ્નોર્ડ ફિલ્ડ છે અને નવી પેઢી તેમાં બહુ રૂચી લેતી નથી માટે આ અંગે જાગૃતિ લાવવા હું અવેરનેસ કેમ્પેન ચલાવું છું. ડેવલપ્ડ દેશોની સરખામણીમાં ભારતમાં સોશ્યલ સિક્યુરીટી ખાસ નથી માટે લોકોએ જીવન વીમો લેવો જોઈએ અને એ અંગે જાગૃત બનવું જોઈએ. અમારી કંપની સેલ્સ ડ્રિવન નથી અને અમે કલાયન્ટની જરૂરિયાત મુજબ વેચાણ અને માર્કેટિંગ કરીએ છીએ. અમે કલાયન્ટ સાથેની મિનિટ્સ આૅફ ધ મિટિંગ જાળવીએ છીએ. અમે હંમેશાં સંબંધોને મહત્ત્વ આપીએ છીએ. અમે માત્ર રેફરન્સબેઝડ બિઝનેસ કરીએ છીએ અને ટર્મ પ્લાનને પ્રાધાન્ય આપીએ છીએ. કમિશન ન આપવાથી ક્યારેક અમારે કલાયન્ટ ગુમાવવો પણ પડે છે. 

    મારું માનવું છે કે જો જીવન વીમો મફત હોય તો તમે કેટલો વીમો લીધો હોત. અમારું કામ છે જીવન વીમા માટે પૂછવું, અમે નથી ઇચ્છતા કે અમારે તમારા પરિવારને કહેવું પડે કે તમારી પાસે જીવન વીમો જ નથી. જીવન વીમો એક જ એવી વસ્તુ છે જે હપ્તેથી લેવાય છે અને પતિના અવસાન પછી વિધવાએ બાકીની ચુકવણી કરવી પડતી નથી. અન્ય પ્રકારના મૂડીરોકાણો તમને બચત અને વળતર આપશે પરંતુ જીવન વીમો ભવિષ્ય માટે ધાર્યા પ્રમાણેનું વળતર આપશે.
    અમે વેચાણ વધારવા માટે મલ્ટીપલ કંપનીઓનું કામ કરતા નથી અને માત્ર એલઆઈસીનું જ કામ કરીએ છીએ. અમે ક્લાયન્ટ્સના ભવિષ્યની સલામતીને ધ્યાનમાં રાખીને સેવા પૂરી પાડીએ છીએ. અમે ક્લાયન્ટ્સના વિકાસની સાથે વૃદ્ધિ કરવામાં માનીએ છીએ. હું લોકોમાં જાગૃતિ લાવવા માટે દર અઠવાડિયે જીવન વીમાને લગતા જુદા જુદા વિષયો પર બ્લોગ લખું છું અને તેને ક્લાયન્ટ્સ, મિત્રો અને પરિવાર સાથે શેર કરું છું. પિતા હરેશભાઈ હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને હું કાકાઓ પાસેથી પણ ઘણું શીખ્યો છું.

    તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં અમે સેલ્સ ટીમને વધારે મજબુત કરવા માંગીએ છીએ. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વેરાવળ, ઊંઝા, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પુને, રાયપુર, લંડન, કેન્યા, સિંગાપોર, દુબઈ અને અમેરિકામાં અમારા ક્લાયન્ટ્સ છે અને હવે વડોદરા, રાજકોટ અને સુરતમાં વધારે વિકાસ કરવો છે. મેં વર્ષ 2018માં મ્યુચ્યુઅલ ફંડમાં બિઝનેસ કરવાની શરૂઆત કરી હતી અને હવે ભવિષ્યમાં એગ્રેસિવલી બિઝનેસ વધારવો છે. હું સોશ્યલી ઘણો એક્ટીવ છું. હું BNI, CII-YI, JITO, જૈન સોશ્યલ ગ્રૂપ સાથે સંકળાયેલો છું અને ઇનર સર્કલ યંગ જૈન્સનો ફાઉન્ડર મેમ્બર્સમાંનો એક છું. મને ટ્રાવેલિંગ અને ક્રિકેટ રમવાનો શોખ છે, હું મીડલસેકસ કાઉન્ટીમાં બી ગ્રેડમાં ક્રિકેટ રમ્યો હતો. મારા કુટુંબમાં પિતા હરેશભાઈ, માતા કલ્પનાબહેન અને પત્ની માનસીનો સમાવેશ થાય છે જે મેકઅપ આર્ટિસ્ટ છે અને તે આગામી વર્ષ 2022માં પોતાનું બુટિક ‘માનસી દફતરી મેક ઓવર્સ’ 
    શરૂ કરશે.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!