• ન્યૂયોર્ક કોમ્યુનિટી બેન્ક $ 2.7 બિલિયનના સોદામાં સિગ્નેચર બેન્કનો મોટો હિસ્સો ખરીદશે
    આંતરરાષ્ટ્રીય 20-3-2023 03:05 PM
    • અમેરિકાની ડૂબેલી સિગ્નેચર બેન્કને મળી તારનાર
    અમેરિકાની બે મોટી બેંકોની નાદારીના સમાચાર સામે આવ્યા પછી વૈશ્વિક સ્તરે ઘણા લોકોને અસર થયાના અહેવાલો મળી રહ્યા છે. અમેરિકાની સિગ્નેચર બેન્ક તાજેતરમાં ખોટમાં ગઈ હતી. હવે તેના સંકટના નિવારણ માટે અન્ય બેન્કે આ બેન્કને ખરીદવા માટે હાથ લંબાવ્યો છે. ટૂંક સમયમાં અમેરિકાની સિગ્નેચર બેન્ક ખરીદવાનો સોદો પૂર્ણ થવાની સંભાવના છે. અત્યારે આ બેન્કનું નિયંત્રણ ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પ (FDIC)ના હાથમાં છે.

    FDICએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ન્યૂયોર્ક કોમ્યુનિટી બેન્ક $ 2.7 બિલિયનના સોદામાં તાળા લાગેલી સિગ્નેચર બેન્કનો નોંધપાત્ર હિસ્સો ખરીદી શકે છે. બેન્કે આ માટે સંમતી દર્શાવી છે. આ બેન્કની 40 શાખાઓ વેચાણ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં ફ્લેગસ્ટર બેન્ક તરીકે નામ આપવામાં આવશે.
    ફ્લેગસ્ટર બેન્ક કે જે ન્યુયોર્ક કોમ્યુનિટી બેન્કની પેટાકંપની છે. આ ડીલમાં સિગ્નેચર બેન્કની કુલ સંપત્તિમાંથી $38.4 બિલિયનની ખરીદી થશે. આ સિગ્નેચર બેન્કના ત્રીજા ભાગ કરતાં થોડું વધારે છે. FDICએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે 60 બિલિયન ડોલરની સિગ્નેચર બેન્કની લોન મેળવશે નહિ ત્યાં સુધી રીસીવર શરુ રહેશે.

    સિગ્નેચર બેન્ક અમેરિકાની બીજી બેંક હતી, જે બેન્કિંગ સંકટ વચ્ચે 48 કલાકની અંદર નિષ્ફળ ગઈ હતી. અગાઉ સિલિકોન વેલી બેન્કને પણ તાળા લાગ્યા હતા. તે ન્યૂયોર્ક સ્થિત એક મોટી વ્યાપારી ધિરાણકર્તા બેન્ક હતી. આ બે અમેરિકન બેન્કોની નિષ્ફળતા બાદ બિડેન સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ બેન્કોના ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો જરૂર પડશે તો તેમની જમા રકમ પરત કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!