• દેશના 8 રાજ્યમાં PFI પર NIAના દરોડા

    રાષ્ટ્રીય 27-9-2022 12:04 PM
    • ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને આસામમાં દરોડાની કાર્યવાહી, 50થી વધુ સભ્યોની ધરપકડ
    • ટેરર ફન્ડિંગના મામલે કાર્યવાહી, 200થી વધુ લોકોની અટકાયત, અમદાવાદમાંથી 8 સહિત ગુજરાતમાંથી 10ની અટકાયત કરાઈ
    દિલ્હી

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ટેરર ફંડિંગના મામલે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના પરિસરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે NIAની ટીમ સવારથી દેશના 8 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન 8 રાજ્યોમાં 200 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં યુપી, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને આસામનો સમાવેશ થાય છે.

    કર્ણાટકમાં મોટી સંખ્યામાં પીએફઆઈ સભ્યોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અધિકારી આલોક કુમારે જણાવ્યું કે PFI અને SDPIના 75 થી વધુ સભ્યોને સાવચેતીના પગલા તરીકે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમાં SDPIના જિલ્લા વડા પણ સામેલ છે. આ સિવાય ગુજરાતમાં પણ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    મહારાષ્ટ્ર અને આસામમાં 50 થી વધુ PFI સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસે 25 અને મહારાષ્ટ્ર પોલીસે 27 સભ્યો પર કાર્યવાહી કરી છે. આસામના ગોલપારા જિલ્લામાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પકડાયેલા લોકોમાં પીએફઆઈના જિલ્લા પ્રમુખ, સચિવ, કેશિયરનો સમાવેશ થાય છે.

    મહારાષ્ટ્ર પોલીસે નાસિકમાં ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC)ના રાજ્ય પ્રમુખ ઈરફાન દૌલત નદવીની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન PFI સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના થાણે, નાસિક અને માલેગાંવમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    સુરત, નવસારી, અમદાવાદ સહિતના સ્થળે તપાસ
    સુરત, નવસારી, બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ સ્થળો પર ગુજરાતમાં ATS દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠન સાથે કનેક્ટેડ લોકોની શંકાના આધારે પૂછપરછ થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાની સંગઠન PFI સાથે ગુજરાતના કેટલાક જગ્યાના લોકો સીધા કનેક્ટ થતાં જે પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે કનેક્ટેડ છે તેમની બાતમીના આધારે અટકાયત કરવામાં આવી છે. ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી પાસેના સાત આઠ લોકોની કેટલીક બાતમીના આધારે અટકાયત કરીને ગુજરાત ATSની ઓફિસ લાવવામાં આવ્યા છે.

    દિલ્હીના શાહીનબાગમાં કલમ 144 લાગુ કરાઈ
    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના નિઝામુદ્દીન, શાહીન બાગ વિસ્તારમાં PFIના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ અભિયાન NIA અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. દરોડામાં 4થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. શાહીન બાગમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!