• નિર્મલાજીનું…નિર્મળ બજેટ : સર્વેભવન્તુ…સર્વેસુખીનામ્
    મુખ્ય સમાચાર 1-2-2023 11:41 AM
    • ખેડૂત-નાના કામદારો, ગ્રીન ઇકોનોમી, ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર, સામાન્ય વર્ગ તથા રોકાણકારો માટે બજેટ 100/100 ટકા…
    બજેટના મુખ્ય અંશો
    • હવે 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
    • એગ્રી સ્ટાર્ટઅપ શરુ કરવા માટે ગ્રામીણક્ષેત્રોમાં એગ્રીકલ્ચર ફંડની સ્થાપના, કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન
    • આવતા 3 વર્ષમાં એકલવ્ય સ્કૂલને 38 હજાર ટીચર્સ અને સ્ટાફ મળશે, ઇનોવેશન અને રિસર્ચ માટે નવી રાષ્ટ્રીય ડેટા શાસન નીતિ
    • કારીગરો અને શિલ્પકારો માટે પીએમ વિશ્વ કર્મા કૌશલ સન્માન પેકેજ
    • GIFT IFSC વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં ભરાશે
    • 3 કરોડનું ટર્નઓવર ધરાવતા માઈક્રો ઈન્ડસ્ટ્રીઝને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.
    • કાપડ અને કૃષિ સિવાયની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી 21% થી ઘટાડીને 13% કરાઇ
    • મહિલ સન્માન બચત પત્ર યોજનાની જાહેરાત. જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે.
    • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કર
    દેશના અર્થતંત્રને વેગ આપવા માટે નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશનું 74મું અને નિર્મલાજીના સમયગાળાનું પાંચમું સંપૂર્ણ બજેટ નિર્મળ બજેટ : સર્વેભવન્તુ…સર્વેસુખીનામ્ સાબીત થશે… બજેટ ખેડૂત-નાના કામદારો, ગ્રીન ઇકોનોમી, ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર, સામાન્ય વર્ગ તથા રોકાણકારો માટે બજેટ 100/100 ટકા…રહ્યું હોવાનું ફલિત થઇ રહ્યું છે. દરેક વર્ગને સાંકળીને બજેટની રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષમાં ઇનકમ ટેક્સની મર્યાદામાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો તેમાં બદલાવ લાવીને પગારદાર કર્મચારીઓને રાહત આપી છે. જે રીતે મોંઘવારી વધી રહી છે અને આવકનું ધોરણ ઉંચું આવી રહ્યું છે ત્યારે આવા સમયમાં ઇનકમ ટેક્સમાં બદલાવ જરૂરી હતો અને તેને વાસ્તવિક રૂપ આપવામાં આવ્યું છે. ગ્રામ્ય, ગ્રીન ઇકોનોમીને વેગ આપવાનું બજેટ છે. યુવાવર્ગને રોજગારી, સિનિયર સિટિઝન્સ માટે વ્યાજની આવકમાં રાહત, મહિલાઓ માટે બચત વધે તે માટે નવી યોજના, ખેડૂતો માટે અઢળક રાહતો, આત્મનિર્ભર ભારત માટે દેશમાં ઉત્પાદિત કરતી કંપનીઓને સબસિડીની જોગવાઇ, શિક્ષણ ક્ષેત્રે નવી યુનિ. તથા સ્કુલની જાહેરાત તેમજ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ અનેક યોજનાઓ જાહેર કરાઇ છે. નાણામંત્રીએ કહ્યું કે અમૃત કાળનું વિઝન ટેક્નોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવાનું છે. આ માટે સરકારી ભંડોળ અને નાણાકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે. આ 'જનભાગીદારી' માટે 'સૌનો સાથ, સૌનો વિકાસ' જરૂરી છે.

    બજેટમાં પોલ્યુટેડના બદલે પોલટિકલ બોલતા મનોરંજન સર્જાયું
    નિર્મલા સીતારમણે કૃષિ, શિક્ષણ અને ગરીબો માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. સુધારાનાં ગંભીર પગલાંઓનો ઉલ્લેખ કર્યો અને આ દરમિયાન એક હાસ્ય મોમેન્ટ પણ બની. સ્ક્રેપ પોલિસીનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે પહેલાં કહ્યું – ઓલ્ડ પોલિટિકલ વ્હીકલ્સ હટાવીશું… પછી કહ્યું – સોરી…સોરી... ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલ્સ હટાવીશું આના પરથી શું સ્પષ્ટ થાય છે તેની ચર્ચા બજેટ કરતા વધુ જોવા મળી હતી.

    સસ્તું
    • ટીવી પેનલના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી 5%થી ઘટાડીને 2.5% કરવામાં આવી
    • મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ માટે કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી
    • નિકાસને વેગ આપવા માટે સરકાર ઝિંગા ફીડ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડશે
    • મોબાઈલ કેમેરા લેન્સ
    • ઓટોમોબાઈલ
    • એલઇડી ટેલિવિઝન

    મોંઘું
    • સિગારેટ પરના ટેક્સમાં 16%નો વધારો
    • ચાંદીના સામાન પરની કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરાયો
    • કિચનની ઇલેક્ટ્રિક ચીમની પર કસ્ટમ ડ્યૂટી 7.5%થી વધીને 15% થઈ
    • કમ્પાઉન્ડ રબર પર ડ્યૂટી 10%થી વધારી 25%
    • સોનું, પ્લેટિનમ ચાંદી હીરા સિગારેટ પિત્તળ કપડાં એક્સ-રે મશીન
    આવકવેરાના હવે એક નહીં બે વિકલ્પ
    ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે 2 વિકલ્પ છે, એટલે કે ITR ફાઇલ કરવાના 2 ઓપ્શન મળે છે. 1 એપ્રિલ 2020ના રોજ નવો ઓપ્શન આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સ રેટ ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ ડિડક્શન છીનવી લેવામાં આવ્યું હતું, સાથે જ જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમે અનેક પ્રકારની ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો.

    નવા ટેક્સ સ્લેબ મુજબ, ત્રણ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી
    આવક         ટેક્સ
    0-3                    --
    3-6                   5%
    6-9                 10%
    9-12         15%
    12-15         20%
    15થી વધુ         30%

    8 વર્ષથી આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો
    છેલ્લાં 8 વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2014-15ના બજેટમાં 60 વર્ષથી નીચેના કરદાતાઓ માટે આવકવેરા મુક્તિમર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી હતી. એ જ સમયે વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિમર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે 2019-2020ના બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓને આવકવેરામાં સંપૂર્ણ મુક્તિ (સેક્શન 87A) આપવામાં આવી હતી. આ છૂટ અસ્થાયી ધોરણે આપવામાં આવી છે.

    મહિલા સન્માન બચતપત્રની જાહેરાત
    દેશના દરેક વર્ગને કંઈને કંઈ ભેટ આપવાની કોશિશ કરી છે. સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે રોકાણની રકમને જ્યાં બમણા કરી દેવામાં આવી છે ત્યારે મહિલાઓ માટે એક સ્પેશ્યલ સેવિંગ સ્કીમની શરુઆતની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે મહિલા સન્માન બચત પત્ર શરુ કરવા જઈ રહી છે.

    વર્ષ 2023ના એપ્રિલથી શરૂ થનારી સ્કીમ માર્ચ 2025માં મેચ્યોર થઈ જશે.
    મહિલા સન્માન બચતપત્રમાં ₹2 લાખનું રોકાણ કોઈ મહિલાના નામે 2 વર્ષ માટે કરી શકાશે જેના પર 7.5 ટકાનું વ્યાજ આપવામાં આવશે. રસપ્રદ બાબત એ છે કે મહિલાઓ માટે ખાસ શરૂ કરવામાં આવેલી આ બચત સ્કીમMahila Samman Bachat Patraથી આશિંક ઉપાડ પણ કરી શકાશે. નાણાપ્રધાને કહ્યું હતું કે, MSBPથી મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. હાલના સમયે દેશમાં અનેક સ્મોલ સેવિંગ સ્કીમ ચાલી રહી છે. કિસાન વિકાસપત્રની જેમ મહિલા સન્માન બચત પત્ર થઈ શકે છે.Mahila Samman Bachat Patra દ્વારા મહિલાઓ સારી બચત કરી શકે છે.

    યુવાઓ માટે અઢળક રોજગારી
    દેશના યુવાનો નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે નોકરીને બૂસ્ટર ડોઝ આપવાની આશા રાખી રહ્યા છે, જેથી ભવિષ્ય ઉજ્જ્વળ બને, તેમનું અને દેશનું પણ. પરંતુ ગઈ વખતની જેમ નાણામંત્રીએ આખા બજેટમાં જોબ શબ્દનો ઉપયોગ 4 વખત કર્યો છે. નાણામંત્રીએ તેમના ભાષણમાં પીએમ કૌશલ વિકાસ યોજનાના 4.0 વર્ઝનને લોન્ચ કરવાની વાત કરી હતી. બીજી તરફ યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે નોકરી માટે તૈયાર કરવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કિલ ઈન્ડિયા સેન્ટર ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.

    5 વર્ષમાં 60 લાખ નોકરીની જાહેરાત
    14 સેક્ટર્સમાં 5 વર્ષની અંદર 60 લાખ નોકરીની જાહેરાત. 1.97 લાખ કરોડની આ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ સાથે મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક ઉત્પાદનોને સબસિડી આપવામાં આવે છે.

    આત્મનિર્ભર ભારત યોજનામાં 16 લાખ નોકરી
    ઓક્ટોબર 2020માં અમલમાં આવેલી આત્મનિર્ભર ભારત રોજગાર (ABRY) અંતર્ગત 16 લાખ નોકરીની જાહેરાત કરવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!