• યુપીઆઈથી પેમેન્ટ પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં
    મુખ્ય સમાચાર 22-8-2022 07:04 AM
    • નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી
    દિલ્હી

    ભારત સરકાર યૂપીઆઈ (યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સેવાઓ પર કોઈ પ્રકારનો ચાર્જ લગાડવાની નથી. યૂપીઆઈ સોદાઓ પર કોઈક રકમનો સર્વિસ ચાર્જ લગાડવામાં આવે એવી સંભાવના છે એ પ્રકારના અમુક અહેવાલોને પગલે કેન્દ્રીય નાણાં મંત્રાલયે ઉપર મુજબની સ્પષ્ટતા કરી છે.

    નાણાં મંત્રાલયે ટ્વિટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે યૂપીઆઈ તમામ લોકો માટે મફત જ રહેશે. નાણા મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે, UPI એક એવું ડિજિટલ ટૂલ છે જે લોકોને ઘણી સુવિધા આપે છે. સરકાર UPI સેવા પર કોઈ ચાર્જ લગાવવાનું વિચારી રહી નથી. સેવા પ્રદાતાઓ ખર્ચ પુનઃપ્રાપ્તિ વિશે ચિંતિત છે જે અન્ય વિકલ્પોને પહોંચી વળવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

    મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ગયા વર્ષે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે મદદની જાહેરાત કરી હતી. આ મદદ ભવિષ્યમાં પણ ડિજિટલ પેમેન્ટના પ્રમોશન માટે ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં આરબીઆઈએ પેમેન્ટ સિસ્ટમ પર પ્રસ્તાવિત અલગ-અલગ ચાર્જ પર લોકો પાસેથી ફીડબેક માંગ્યો હતો. તેમાં UPI પણ સામેલ હતું.

    RBI ની વિકાસ અને નિયમનકારી નીતિઓ હેઠળ, ‘ચાર્જીસ ઇન પેમેન્ટ સિસ્ટમ’ નામનું ચર્ચાપત્ર જાહેર પ્રતિસાદ માટે મૂકવામાં આવ્યું હતું. આરબીઆઈએ સૂચવ્યું હતું કે વિવિધ રકમના કૌંસ માટે ચાર્જ વસૂલવામાં આવી શકે છે. આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પેમેન્ટ સિસ્ટમ હોય કે અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિ, ફ્રી સર્વિસનો અર્થ સમજની બહાર છે. જનહિત અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણનું તત્વ હોવું જરૂરી છે.

    UPI નો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ડેટા અનુસાર માત્ર જુલાઈ મહિનામાં જ 600 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. કુલ રૂ. 10.2 લાખ કરોડનો વ્યવહાર થયો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!