• મોડી રાતે મોટા ભૂકંપથી ધ્રજી ઉઠ્યું ઉત્તર ભારત, 4 રાજ્યોમાં ઉગ્ર આંચકા આવતાં લોકોમાં નાસભાગ
    મુખ્ય શહેર 21-3-2023 07:02 PM
    • મંગળવારે મોડી રાતે ભારતના 4 રાજ્યોમાં મોટો ભૂકંપ આવતાં લોકો ફફડી ઉઠ્યાં હતા
    • મંગળવાર રાતે ભારતના ચાર રાજ્યો ભૂકંપથી ધ્રજી ઉઠ્યાં
    • દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ, ચીન, તઝાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત 9 દેશોમાં પણ ધરતીકંપ 
    મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ઓથાર જામ્યો હતો. રાતનો સમય હોવાથી લોકો સુવાની તૈયારી કરી રહ્યાં હતા અથવા સુતા હતા તેવે ટાણે ભૂકંપ આવ્યો હતો. 


    આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઇ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાનો તરફ દોડવા લાગ્યા. આ તાજેતરનો ભૂકંપ એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર અથવા ઘરમાં ક્યાંય પણ હતા તેમને તેનો અનુભવ થયો. હાલ લોકો ભયભીત છે.

    લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
    લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તઝાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે 10.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!