• વિશ્વના ટોપ 10 અબજોપતિની યાદીમાં હવે એક પણ ભારતીય નહીં! મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ બહાર
    રાષ્ટ્રીય 6-2-2023 09:09 AM
    એક સમયે ભારતનો દબદબો હતો, પરંતુ હવે એકપણ ભારતીય નથી. મુકેશ અંબાણી પણ ટોપ 10ના લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે, તેઓ $82.4 બિલિયનની સંપત્તિ સાથે 12 નંબરે અને $58.2 બિલિયનની સંપત્તિ સાથે ગૌતમ અદાણી 22માં નબરે છે. હિંડનબર્ગના રિપોર્ટે ખળભળાટ મચાવી દીધા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌમત અદાણીની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે. ઓગસ્ટ 2022માં $137.4 બિલિયનની સંપત્તિ સાથે ગૌમત અદાણી વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. એટલે કે હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીની સંપત્તિમાં $79.2 બિલિયનનું ધોવાણ થયું છે અને આ સાથે તેઓ વિશ્વના સૌથી ધનવાનોની યાદીમાં 22માં નંબરે આવી ગયા છે.

    બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અને ફોર્બ્સની યાદીમાં એક વર્ષથી વધારે સમય અદાણી અને અંબાણીનો દબદબો રહ્યો હતો. અદાણી ગ્રુપના શેર 9 દિવસમાં 60 ટકા સુધી તૂટ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકો પાસેથી અદાણી ગ્રુપ પરની લોન અંગે માહિતી માંગી હતી. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે જવાબ આપ્યો છે કે બેંક દ્વારા અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન કુલ લોનના 0.94 ટકા છે. રેગ્યુલેટરી ફાઈલિંગમાં માહિતી આપતા બેંકે કહ્યું કે અમે કોઈપણ કંપનીને લોનની રકમ માત્ર સુરક્ષા, જવાબદારી અને લોન ચૂકવવાની ક્ષમતાના આધારે આપીએ છીએ. એક્સિસ બેંક પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઈને પણ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અંગે જાણ કરવામાં આવી હતી. બેંકે જણાવ્યું હતું કે આપવામાં આવેલી લોન 27 હજાર કરોડ રૂપિયા છે. બેંકે કહ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. પંજાબ નેશનલ બેંક (PNB) પાસે રૂ. 7000 કરોડની અને બેંક ઓફ બરોડા પાસે કુલ રૂ. 7,000 કરોડની લોન છે. જમ્મુ કાશ્મીર બેંકે પણ શુક્રવારે અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. કંપનીએ કહ્યું કે અદાણી જૂથમાં તેનું લગભગ 250 કરોડ રૂપિયાનું રોકાણ છે.

    હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના અહેવાલ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપમાં બધુ જ ઠીક ચાલી રહ્યું નથી. ગ્રુપના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને અકાઉન્ટ સંબંધિત ગેરરીતિ સામેલ રહ્યું છે. અદાણી ગ્રુપના આ અહેવાલને જૂઠાણાંથી ભરેલ ગણાવ્યો છે. નાથન એન્ડરસન (Nathan Anderson)એ આ નેગેટિવ અહેવાલમાં અદાણી ગ્રુપની કંપનીને લઈ જે નકારાત્મક વાત કરી અનેક પ્રશ્નો સર્જ્યાં છે તે અંગે અદાણી ગ્રુપે એક નિવેદનમાં હિંડનબર્ગની સામે કાયદાકીય લડાઈની તૈયારીની વાત કહી છે. ગઈકાલે ગ્રુપ તરફથી કરવામાં આવેલી સ્પષ્ટતામાં કહ્યું હતું કે આ અહેવાલ ખોટી માહિતી અને પાયાવિહોણા તથા બદનામ આરોપોનું એક કમનસીબ સંયોજન છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ અમારા શેરધારકો અને રોકાણકારો (Shareholders and Investors)ના સેન્ટિમેન્ટ (Sentiment) પર પ્રતિકૂળ અસર થઈ છે. તેને લીધે કંપનીના શેરોમાં ભારે ઘટાડો થયો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!