• હવે ATMમાંથી અનાજ પણ મેળવી શકાશે, અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ
    રાષ્ટ્રીય 18-3-2023 01:10 PM
    સસ્તા અનાજ લેવા જતા લોકોએ હવે અનાજ લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું નહી પડે. હવે એવું એટીએમ આવી ગયુ છે કે તેમાથી અનાજ મળી શકશે. 

    અત્યાર સુધી તમે માત્ર નાણાં આપતું ATM જોયું છે.  ATM ઓટોમેટિક ટેલર મશીન જે તમે પૈસા ઉપાડવામાં આવતા હતા તેવા ATM વિશે જ જાણતા હતા.  પરંતુ હવે એવુ એટીએમ આવી ગયુ છે જેમાથી તમને ઘઉં, ચોખા પણ મળી શકશે. હવે તમારે સસ્તા અનાજની દુકાનમાં ક્યાય લાઈનમાં પણ ઉભા રહેવુ નહી પડે. તમને સીધુ ATMમાંથી અનાજ મળી શકશે. આગામી થોડા સમય પછી તમે આ ATM નો ફાયદો ઉઠાવી શકો છો. ATM ઓટોમેટિક ટેલર મશીન દ્વારા અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મુક્યો છે. જો આ બરાબર ચાલશે તો દેશભરમાં સસ્તા અનાજની દુકાનમાં આ  ATM લગાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ અમલ કરવામાં આવશે. જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ નહી રહે. જો કે હજુ સુધી સરકારે આ  ATM ઓટોમેટિક ટેલર મશીનને શરુ કરવા માટેની જાહેરાત કરી નથી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી થોડા દિવસમાં આ પ્રોજેક્ટ અમલમાં કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.