• હવે મહિલાઓ તમામ શુભ પ્રસંગોએ ગાઉન પહેરે છે : દિપાલી શાહ
    સક્સેસ સ્ટોરી 24-3-2022 10:58 AM
    • ભારતમાં મને ગાઉન નહોતા મળતા માટે મને પોતાની ગેલેરી શરૂ કરવાનો વિચાર આવ્યો હતો
    • લગ્ન પ્રસંગ માટે અમે ખાસ બ્રાઇડલ વેર તૈયાર કરીએ છીએ 
    અમદાવાદ

    બદલાતા સમયની સાથે શહેરની મહિલાઓની વિચારસરણીમાં ઘણું પરિવર્તન આવ્યું હોવાથી હવે તેઓ લગ્ન સહીત તમામ શુભ પ્રસંગોએ ગાઉન પહેરે છે અને તેમાં પણ રેડ કાર્પેટ સૌથી વધારે ચાલે છે એવું દિપાલી શાહે જણાવ્યું હતું. 

    ‘દિપાલી શાહ સ્ટુડિયો’ના ઓનર દિપાલી શાહે ‘ગુજરાત મેઇલ’ને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વિવિધ પ્રસંગોએ ગાઉન 16 વર્ષની યુવતીથી લઇને 60 વર્ષ સુધીની મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓમાં જાગૃતિ ખૂબ વધી છે અને ફેશન સતત બદલાઇ રહી છે માટે તેઓ મશીનવર્કને બદલે એમ્બ્રોઇડરી વધારે પસંદ કરે છે. હવે લગ્ન પ્રસંગ માટે અમે વિવિધ પ્રકારના ખાસ બ્રાઇડલ વેર તૈયાર કરીએ છીએ. આ ઉપરાંત ચણીયા ચોળી અને રિસેપ્શન માટે સ્પેશ્યલ ગાઉન્સ વગેરે પણ તૈયાર કરવામાં આવે છે. ઘરમાં લગ્ન પ્રસંગ કે અન્ય  કોઇ શુભ પ્રસંગ હોય ત્યારે સમગ્ર ફેમિલીની તમામ મહિલાઓના ડ્રેસ તૈયાર કરવાના ઓર્ડર અમને મળે છે.

    તેમણે જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર જામનગરમાં થયો છે અને મેં પૂનાની સિમ્બાઇસિસમાંથી માર્કેટીંગમાં એમબીએ કર્યું છે. નાનપણથી ફેશન પ્રત્યે મને ઘણી પેશન હતી અને વિવિધ પ્રકારની સ્ટાઇલ કરવી મને ગમતી હતી. લોકો મારી સ્ટાઇલના વખાણ કરતા હતા. મારા લગ્ન અમદાવાદમાં થયા છે અને એક સંતાનના જન્મ બાદ મેં વર્ષ 2014માં ફેશન ગેલેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. હું વિદેશમાં ફરવા જતી ત્યારે અનેક પ્રકારના ફેશનેબલ વસ્ત્રો જોતી હતી અને બીજીબાજુ ભારતમાં મને ગાઉન નહોતા મળતા માટે મને પોતાની ગેલેરી શરૂ કરવાનો એ વખતે વિચાર આવ્યો હતો. ગેલેરી શરૂ કરી ત્યારે પોતાનું ડીઝાઇનીંગ અને પ્રોડકશન ચાલુ કર્યું હતું. રેડીમેડ ગારમેન્ટ્સ આયાત કરવામાં આવતા હતા અને ક્લાયન્ટસની પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરતી હતી. બર્થ ડે પાર્ટી, રૂટિન વેર માટે લાઇફ સ્ટાઇલીંગ કરતી હતી. શરૂઆતમાં બેઝીક રેન્જના બે રેક રાખવામાં આવ્યા હતા. 

    દિપાલી શાહે વધુમાં જણાવ્યું કે થોડો અનુભવ લીધા બાદ મેં પોતાનું લેબલ ચાલુ કર્યું અને કોકટેલ વેર, રેડ કાર્પેટ વગેરે ગાઉન્સ તૈયાર કર્યા હતા. બે વર્ષ પહેલા મેં પોતાની પ્રોપર્ટી લીધી અને બ્રાઇડલ વેર શરૂ કર્યું. હવે મારા સ્ટોરમાં રૂ.1 લાખ સુધીની રેન્જના વિવિધ ડ્રેસ ઉપલબ્ધ છે. અમને હાલમાં રાજકોટ, સુરત, વડોદરા સહીત સમગ્ર ગુજરાત, પૂના, મુંબઇ, હોંગકોંગ, લંડન, અમેરિકા અને સ્પેનમાંથી ઓર્ડર મળે છે. સોશ્યલ મીડિયાને કારણે અમને ઘણો ફાયદો થયો છે. ભવિષ્યમાં દિલ્હી અને વિદેશમાં સ્ટોર્સ શરૂ કરવા માંગુ છું. દુબઇમાં સ્ટોર શરૂ કરવાનું મારૂં સપનુ છે. અમારી ટીમમાં કુલ 16 સભ્યો છે અને અમે ડીઝાઇનીંગ, સ્ટીચિંગ, એમ્બ્રોઇડરી, ફેબ્રિક સહીત તમામ પ્રકારનું કામ જાતે જ કરીએ છીએ. અમારા ફિલ્ડમાં ફેશન અને ટ્રેન્ડસ સતત બદલાતા હોવાથી અમારે કારીગરોને અપડેટ કરવા પડે છે. 

    ફેશન કોન્શિયસ યુવતીઓ અને મહિલાઓ માટે તેમણે જણાવ્યું કે હમેંશા તમને જે શોભે એ પહેરો, ટ્રેન્ડ મુજબ ન પહેરો. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!