• ઘણી વાર જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળે છે 
    આર્ટિકલ 13-3-2023 12:31 PM
    લેખક: જિન્મય શાહ
       આ વાક્ય કેટલું સારું છે ત્યારે વિચાર કર્યો છે અનુભવ તો થયો જ હશે બધાને ચલો આના ઉપર આજે એક લેખ લખી કાઢીએ અને સમજણ વૃતિ આપણા બધામાં લાવીએ કે આપણે ભાગ ભાગ કરીને દોડી દોડીને જે વસ્તુ ભેગું કરવા માટે આખી જિંદગી પસાર કરીએ છીએ પ્રેમ સંપત્તિ હોય ભણતર હોય છોકરાના ભણવાની ચિંતા મા બાપ સાથે રહેવાની ચિંતા ભાઈ સાથે સંપત્તિનો ઝઘડો બીજી ઘણી બધી ઇન્ટર્નલ વસ્તુઓ ઓફિસનું સ્ટ્રેસ માણસો ધંધો કેવી રીતે ચાલશે બિઝનેસ પાર્ટનર કેવું હશે? આ બધી જ જગ્યાએ દોડી દોડીને કેટલું બધું આપણે ભેગું કરવાનું વિચારીએ છીએ ક્યારે આ બધી જ વસ્તુ છોડવાનું વિચારીએ છે ના આપણે ક્યારે વિચાર્યું છે આપણે પ્રેમ પકડીને રાખીએ એના કરતાં પ્રેમ છોડી દઈએ તો આપણે ક્યારે વિચાર્યું છે આ સંપત્તિ મારી થશે એના કરતાં છોડી દઈએ નસીબ ઉપર આવશે જ્યારે દેખા જાયેગા જ્યારે આપણે વિચાર્યું છે મહેનત આપણે બધી જ કરશું માર્કસ કેવા આવશે એક્ઝામ્સ કેવી જશે જ્યારે આપણે વિચાર્યું છે આપણે છોડી દેશું શું શું બધું મારું થઈ જશે ના નથી જ થવાનું અને મારું નહીં થવાનું એની ચિંતા આપણે હમણાં એટલા માટે સતાવે છે કે આપણે ઇચ્છે છે કે બધું મારું જ હોવું જોઈએ છોડતા નથી પકડીને જ રાખે છે હવે વિચારીએ કે આપણે દોડી દોડીને જે નથી મળતું અગર આપણે આ છોડી દઈએ તો મળી શકે ગેરંટી નથી પણ શક્યતા ખરી આપણે બધા જ સંબંધો એટલા બધા પકડીને દોડીને જકડીને રાખ્યા છે છોડી જઈએ તો બની શકે આપણા થઈ શકે. એક જૂની કહેવત છે ને કે જેટલું જકડીને રાખશું હાથમાં ચાલે આપણને જ પડશે છોડી દઈશું તો બની શકે તો આપણી બાજુ આવશે કાં તો સામેની બાજુ જશે પણ નુકસાન આપણું નહીં થાય છોડવા જેવી વસ્તુ શું અહમ  લોભ લાલચ ઈર્ષા અહંકાર આ બધી જ વસ્તુ છોડી દઈએ જે થશે ભાગ્યમાં એ મળવાનું છે કોઈ જગ્યાએ કાંઈ જવાનું નથી આપણે આખી જિંદગી માથાજુક કરીએ અને એવું આપણા પાસે ભાગ્યમાં આવે કે વિલમાં આપણું નામ જ નથી શું કરી લેવાના પૈસા નથી મળવાના તો નથી જ મળવાના એના માટે નસીબને થોડી કોસાય રીતે ગમે તેવી સ્પર્શ ક્લાસ મહેનત કરીએ પરીક્ષામાં ડિસ્ટીન્શન ની જગ્યાએ ફર્સ્ટ ક્લાસ આવે રીઝલ્ટ આવી ગયા પછી શું કાંઈ નો થાય નસીબમાં હોય એ જ આવે પ્રયત્ન તો આપણે પુરા કર્યા છે એનો સંતોષ મેળવો એવી જ રીતે આખું વર્ષ મહેનત કરીએ જ્યારે ઇન્ક્રીમેન્ટ આવવાનું હોય જે લોકો નોકરી કરતા હોય ત્યારે માંડ બે ટકા પાંચ ટકા આવે આવી ગયા પછી શું નોકરી થોડી છોડાય જો છોડવાની ગણતરી રાખી હોય તો ઇન્ક્રીમેન્ટની રાખ કેમ જોવી હતી બધી જ વસ્તુઓ એક  વાક્યને 500 ટકા સમર્પિત છે કે જે વસ્તુ દોડવાથી નથી મળતી એ છોડવાથી મળશે જ. આપણે માણસો છીએ, આપણી પાસે ન હોય તેવી વસ્તુઓ ખેંચવી આપણને ગમે છે અને આપણને ક્યારેક દુઃખ પણ થાય છે., પરંતુ આપણે નથી જાણતા કે દુઃખી થવું અને તેને જતું કરવું પણ બેવડી અસર કરશે. તે આપણું નથી, તે ન હોત. અને જો તે આપણું છે તો તે કોઈપણ રીતે આપણા દ્વારા આવશે. કેટલીકવાર આપણે સકારાત્મક બનવું જોઈએ અને તેના પ્રત્યે વલણ રાખવું જોઈએ. આપણે ભગવાનમાં વિશ્વાસ રાખવાની જરૂર છે કે જો આપણે તે વસ્તુને લાયક હોઈશું તો આપણને મળશે. પરંતુ પાછળ દોડવું કામ નહીં કરે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.