• માઘી પૂર્ણિમાએ દામોદર કુંડમાં સંતો-વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું
    મુખ્ય શહેર 5-2-2023 11:09 AM
    • પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવાની પરંપરા છે
    • માટલાના ઠંડા પાણીથી સ્નાન કરવાની પરંપરા અકબંધ
    ગાંધીનગર

    જુનાગઢમાં માઘી પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતુ. ગુજરાતી પંચાંગ અનુસાર પોષ સુદ પૂર્ણિમાના દિવસથી આ કલ્પવાસનો પ્રારંભ થાય છે. આ દરમિયાન પ્રયાગમાં માઘ મેળો પણ યોજાય છે. પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવા માટે ત્રણ પરંપરા પ્રચલિત છે.મહા મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે શારિરીક સ્વાસ્થ્ય અને સૌષ્ઠવ જળવાયેલું રહે છે ત્યારે આજે મહા મહિનાની પૂનમના દિવસે કડકડતી ઠંડીમાં સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે ખસ, ધાધર જેવા ચામડીના રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે. આજે જુનાગઢ માં જ્ઞાનબાગ ગુરુકુળના સંતો અને વિદ્યાર્થીઓ એ માઘ સ્નાનનો લ્હાવો લીધો હતો.વહેલી સવારમાં હાજા થીજાવી દે તેવી ઠંડીમાં ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરી રહ્યા છે. જુનાગઢ દામોદર કુંડ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ સંતોએ માઘસ્નાન કર્યું હતું. માઘ સ્નાનમાં પરંપરા મજુબ મુજબ માટીના માટલા પાણીથી ભરવામાં આવે છે અને તેને આખી રાત દરમિયાન ખુલ્લા આકાશ નીચે ખુલ્લા રાખીને ઠરવા દેવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે. જોકે ગુરુકુળ દ્વારા દામોદર કુંડ ખાતે આ માઘ સ્નાન સંપન્ન કરવામાં આવ્યું હતું. માઘ સ્નાનમાં 150 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ સામેલ થયા હતા.જ્ઞાનબાગ ગુરૂકુળના સંચાલક નિષ્કામસ્વરૂપ સ્વામીએ માઘ સ્નાન અંગે જણાવ્યું હતું કે પરોઢિયાના સમયથી માંડીને  પ્રાતઃકાળની અવધી સુધીમાં માઘસ્નાનનો સમય ઋષિ-મુનિઓએ પુણ્ય આપનારો જણાવ્યું છે અને  કહેવાય છે કે તારા દેખાતા હોય તે સમયે જે સ્નાન કરવું તેને શ્રેષ્ઠ સ્નાન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કહેવાય છે કે સમુદ્રને મળતી કોઈપણ નદીમાં માઘ સ્નાન કરવામાં આવે તો તેનું વિશેષ મહત્વ હોય છે .માઘ સ્નાન કરવાથી સ્વાસ્થ્ય જળવાય છે અને માઘ સ્નાનનું મહત્વ પદ્મ પુરાણ તેમજ સત્સંગી જીવન વગેરે શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે.ગુજરાતી પંચાંગ અનુસાર પોષ સુદ પૂર્ણિમાના દિવસથી આ કલ્પવાસનો પ્રારંભ થાય છે. આ દરમિયાન પ્રયાગમાં માઘ મેળો પણ યોજાય છે. પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવા માટે ત્રણ પરંપરા પ્રચલિત છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!