• પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યાં
    ગુજરાત વિધાનસભા 2022 3-12-2022 02:03 PM
    • છેલ્લી ઘડી સુધી ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત ઝંઝાવતી પ્રચાર કર્યો
    અમદાવાદ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં શનિવારે પ્રચારનો અંતિમ દિવસ હતો. આ દિવસે તમામ પક્ષોએ પોતાના દિગ્ગજ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં હતા. ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. હવે ખાટલા બેઠકનો દોર શરૂ થશે. છેલ્લા દિવસે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સહિતે પ્રચાર કર્યો હતો.

    સોમવારે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના અંતિમ દિવસે  ભાજપ-કોંગ્રેસ-AAPના નેતાઓ જનસભાઓએ ગજવી હતી. UPના CM યોગી આદિત્યનાથની 3 જનસભા યોજી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 3 જિલ્લામાં પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અરવલ્લી અને પાટણમાં રોડ-શૉ કર્યો હતો. બીજા તબક્કા માટે કોંગ્રેસ નેતાઓ પણ જનસભા ગજવી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 4 જગ્યાએ રોડ-શો યોજ્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!