• શબ્દોની પાંખે : કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષના ઇતિહાસ ઉપર એક નજર 
    આર્ટિકલ 26-9-2022 09:07 AM
    લેખક: ડો. પાર્થ પટેલ
    કોંગ્રેસ પક્ષના નવા પ્રમુખની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને શશી થરૂર વચ્ચે મુકાબલો થાય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ દિગ્વિજયસિંહ અને મનીષ તિવારી પણ પક્ષ પ્રમુખની ચૂંટણી લડી શકે છે ત્યારે કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી પહેલા કોંગ્રેસના ભૂતકાળને સમજવો જરૂરી છે.

    માર્ચ 1885માં એલન ઓકટેવીઅન હ્યુમ (નિવૃત્ત આઈ.સી.એસ.)ની પહેલ મુજબ તથા ઈન્ડિયન એસોસીએશન ઓફ કલકત્તાના સેક્રેટરી સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા તેમની શાખાઓ – અન્ય સરખાં એકમોને મહત્વના રાષ્ટ્રીય પ્રશ્નો માટે ચર્ચા કરવા ઇન્ડિયન નેશનલ કોન્ફરન્સના વાર્ષિક સત્ર માટે પ્રતિનિધિઓ મોકલવા નોટીસ મોકલવામાં આવેલી. તેજ રીતે કેટલાક વિદ્વાનોના મત મુજબ, અધ્યાર-મદ્રાસ ખાતે ડિસેમ્બર 1884માં મળેલી થીયોસોફીકલ કન્વેન્શનના 17 ડેલીગેટ્સ તરફથી કાયમી રાજકીય સંગઠન બનાવવા પ્રતિનિધિ સંમેલન બોલાવવા વિચારણા કરવામાં આવેલ. આ બંનેએ મુંબઈ મુલાકાત માટે રાહ પકડતાં, ત્રણે પ્રવાહો એકઠા થયા. આ ત્રણેયની ફળશ્રુતિ રૂપે તા. 28 ડિસેમ્બર 1885ના રોજ સોમવારે મધ્યાહને 72 સદગૃહસ્થો ઇન્ડિયન નેશનલ યુનિયનના ઉદ્દઘાટન સત્રમાં હાજર થવા ‘ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ એન્ડ બોર્ડીંગ હાઉસ મુંબઈ’ના હોલમાં મળ્યા. આ નામ છોડીને નવું નામ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બન્યું. જે આજની તારીખે ઐતિહાસિક સંસ્થા તરીકે જાણીતી છે. 

    ભારતનો આત્મા, સ્વની અભિવ્યક્તિ અને સ્વના અભિકથન માટે કોઈ માર્ગની શોધમાં હતો, જે તક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂરી પાડી. મુંબઈમાં પ્રથમ મુલાકાતમાં 72 પ્રતિનિધિઓ, જે 250 પૈકી 27 જિલ્લામાંથી આવ્યા હતા. કલક્તામાં બીજી મુલાકાતમાં 434 અને મદ્રાસમાં ત્રીજી મુલાકાતમાં 607 પ્રતિનિધિઓ હાજર હતા. તેમાં મોટાભાગના વ્યવસાયી વર્ગમાંથી – આગળ પડતા કાયદા શાસ્ત્રી, શિક્ષકો, પ્રકાશકો, તંત્રીઓ અને સાહિત્યક્ષેત્રમાંથી આવતા હતા. શરૂથી કોંગ્રેસે તેનું બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય જાળવી રાખ્યું હતું. તેના સ્થાપક પ્રમુખ એક ખ્રિસ્તી નામે ડબલ્યુ સી. બેનરજી, બીજા સત્રના પ્રમુખ એક પારસી નામે દાદાભાઈ નવરોજી અને ત્રીજા સત્રના પ્રમુખ એક મુસ્લિમ નામે બદરુદ્દીન તૈયબજી હતા. મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા મુંબઈમાં 2, કલકત્તામાં 32 અને મદ્રાસમાં વધીને 81 થઈ. ઈ.સ. 1890માં છઠ્ઠા સત્રમાં 702 પૈકી 156 પ્રતિનિધિઓ મુસ્લિમ હતા. મવાળવાદી શૈલી એ મુખ્ય બાબત રહી. મધ્યવર્ગથી શરૂ કરીને, બધા વર્ગને સ્પર્શતી કોંગ્રેસ નવાભારતનું મગજ અને હૃદય બની રહી.

    નહેરુના પ્રભાવ હેઠળ કોંગ્રેસે સમાજવાદ (Socialsm)ને ભારતની આવશ્યકતા અને આકાંક્ષા માટેની યોગ્ય વિચારસરણી તરીકે અપનાવ્યો. નહેરુએ 1936માં કહ્યું હતું : “મને ખાત્રી છે, વિશ્વની સમસ્યાઓના ઉકેલની ચાવી ફક્ત સમાજવાદમાં પડેલી છે અને જયારે હું આ શબ્દ પ્રયોગ કરું છું ત્યારે, તે વૈજ્ઞાનિક અને આર્થિક સમજ પર આધારિત છે. સમાજવાદ એ અર્થશાસ્ત્રના સિદ્ધાંત કરતાં કંઈક વિશેષ છે. સમાજવાદ જીવનનું તત્વજ્ઞાન છે અને તે જ રીતે તે મને પણ સ્પર્શે છે.”

    ગાંધી પરિવારની બહારનો કોણ અધ્યક્ષ બને છે ? અને તે ડૂબતી કોંગ્રેસને કેવી રીતે બચાવશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!