• મોરબી સિરામિક ઉદ્યોગમાં 10 ઓગસ્ટથી એક મહિનો વેકેશન
    ગુજરાત 20-7-2022 07:03 AM
    • 800 જેટલી ફેક્ટરીમાં કામગીરી બંધ, 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી ડિસ્પેચ બંધ
    મોરબી

    મોરબીના સિરામિક એસોસિએશન દ્વારા 800 જેટલી સિરામિક ફેકટરીઓમાં એક મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે એક માસ સુધી ડિસ્પેચ પણ બંધ રહેશે. તા. ૧૫ ઓગસ્ટ સુધી ડિસ્પેચ કર્યા બાદ એક મહિના સુધી ડિસ્પેચ બંધ રાખવામાં આવશે.

    મોરબી સિરામિક એસોસિએશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી સિરામિક એસોસિએશનની વિવિધ પ્રોડક્ટની જનરલ મિટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ હાલની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને સ્ટોક ક્લીયરન્સ અને વેપારમાં લીક્વિડિટી બેલેન્સ કરવા માટે મોરબી સિરામિક ઉદ્યોગના વોલ ટાઈલ્સ, ફ્લોર પાર્કિંગ ટાઈલ્સ, વિટ્રીફાઈડ ટાઈલ્સ અને સેનેટરી વેર્સના યુનિટો વેકેશન ૨૦૨૨ અંતર્ગત તા.૧૦ ઓગસ્ટથી તા. ૧૦ સપ્ટેમ્બર સુધી વેકેશન રાખવામાં આવ્યું છે. જેથી પ્રોડ્કશન બંધ રહેશે તેની સાથે તા. ૧૫ ઓગસ્ટ સુધી ડિસ્પેચ કર્યા બાદ તા. ૧૫ ઓગસ્ટથી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ડીસ્પેચ પણ બંધ રાખવામાં આવશે.



    વર્ષ ૨૦૨૨ ના વેકેશન બાદ દર વર્ષે એક વેકેશન કરવાનું આયોજન કરાયું છે. જે અંગે ભારત અને વિશ્વના ટાઈલ્સ ડીલરો, મટીરીયલ સપ્લ્યાયરો, કારીગરો, મશીનરી સપ્લાયરો, સિરામિક ઉદ્યોગના તમામ ચેનલ પાર્ટનરોને જાણ કરવામાં આવી છે અને સહકાર બદલ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!