• વ્યક્તિએ હંમેશાં પોતાની આવડતને વિકસાવતા રહેવું જોઈએ : નમ્રતા ત્રિવેદી 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:41 AM
    • હું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રેડમાર્ક, કોપી રાઇટસ, પેટન્ટ વગેરેની પ્રેક્ટિસ કરું છું 
    • રાવલ અૅન્ડ ત્રિવેદી એસોસિએટસ વિવિધ ફિલ્ડમાં કાર્યરત મલ્ટીસ્પેશ્યાલિટી લાૅ ફર્મ છે 
    અમદાવાદ

    આજના સમયમાં શિક્ષણનું મહત્ત્વ ઘણું વધારે છે અને વ્યક્તિએ હંમેશાં પોતાની આવડતને વિકસાવતા રહેવું જોઈએ એવું નમ્રતા ત્રિવેદીએ જણાવ્યું હતું. 

    રાવલ અૅન્ડ ત્રિવેદી એસોસિએટસના મૅનેજિંગ પાર્ટનર નમ્રતા ત્રિવેદીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા પરિવારમાં બધા જ સભ્યો વકીલ છે અને વકીલાતના વ્યવસાયમાં હું ત્રીજી પેઢી છું. મારા દાદા રમેશ રાવલ યુએસ ઇમિગ્રેશન એટર્ની છે અને તેમણે 50 વર્ષ પહેલા વકીલાતની શરૂઆત કરી હતી. તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો અને આર.જે. રાવલ એસોસિએટસની સ્થાપ્ના કરી હતી.  મારા પિતા મૌલિન રાવલ ગુજરાત હાઈકાૅર્ટમાં સિનિયર એડવોકેટ છે. મેં પહેલા બીફાર્મ અને એમએસસી ઇન ફાર્માસ્યુટિકલ ટૅક્નાૅલાૅજીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલએલબી કર્યું હતું. હું નવ વર્ષથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રેડમાર્ક, કોપી રાઇટસ, પેટન્ટ વગેરેની પ્રેક્ટિસ કરું છું. જોકે, અમારી ફર્મ મલ્ટીસ્પેશ્યાલિટી લાૅ ફર્મ છે. અમારી ફર્મ સિવિલ, ક્રિમિનલ, રીયલ એસ્ટેટ, કોમર્શિયલ લો, બૅંકિંગ, કંપની, કન્ઝ્યુમર, લેબર લાૅ, એન્વાર્યમેન્ટ લાૅ, ઇન્ડિયન કન્સ્ટીટ્યુશન, આર્બિટ્રેશન્સ વગેરે ફિલ્ડમાં કાર્યરત છે. અમારા ક્લાયન્ટસ ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લૅન્ડ, જાપાન, કૅનેડાના છે અને હવે અમે યુરોપમાં અમારી સેવા વિસ્તારવા માંગીએ છીએ. 

    તેમણે જણાવ્યું કે અમારી ફર્મ સંપૂર્ણ ડિજીટલ ફર્મ છે અને અમે પોતાની એક એપ લોન્ચ કરેલી છે આથી અમારા ક્લાયન્ટસ તેમના કેસની તમામ વિગતો તેઓ જ્યાં હોય ત્યાંથી મેળવી શકે છે. જોકે, આ એપ માત્ર ફર્મ અને ક્લાયન્ટસ પૂરતી જ મર્યાદીત હોવાથી સ્ટાફ અને ક્લાયન્ટસ જ તેનો લાભ લઈ શકે છે અને તમામ માહિતી સલામત રીતે સચવાયેલી છે. હાલમાં કોવિડ-19ને કારણે ઘણી લાૅ ફર્મને કામ કરવામાં મુશ્કેલી પડે છે પરંતુ અમારી ફર્મ ડિજીટલ હોવાથી અમારું કામકાજ ક્યારેય બંધ રહ્યું નથી. અમે પારદર્શકતામાં માનીએ છીએ માટે ક્લાયન્ટસને કેસ અને તેના ખર્ચ સહિત તમામ વિગતોથી વાકેફ રાખીએ છીએ. મારે અમારી ફર્મને આગળ લઈ જવી છે, ટૅક્નાૅલાૅજીકલી એડવાન્સડ થવું છે અને આંતરરાષ્ટ્રીય ધોરણે આગળ વધવું છે. 
    તેમણે વધુમાં જણાવ્યું કે લીગલ પ્રેક્ટિસ ઉપરાંત હું ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલી છું જેમાં આઈપીઆર બોર્ડ મેમ્બર, જીસીસીઆઈની આઈપીઆર વિંગ સાથે, ઇન્ડો કૅનેડિયન બિઝનેસ ચેમ્બર્સના બોર્ડમાં, ઇઓના બોર્ડમાં, ફિક્કીની વિમેન્સ વિંગમાં સભ્ય, આઇટેક લાૅ વગેરેનો સમાવેશ થાય છે. 

    હું મારા પરિવારના સપોર્ટથી જ કામ કરી રહી છું. મારી માતા અને ભાઈ પણ વકીલ છે. મારા પતિ ધ્રુવ ત્રિવેદી બિઝનેસમેન છે અને મારે પાંચ વર્ષની પુત્રી છે. મને રીડિંગ અને ટ્રાવેલિંગનો શોખ છે.  અમારી ફર્મ સમાજને કંઈક પાછું આપવામાં માને છે અને એ માટે અમે પ્રો-બોનો કેસીસ લઈએ છીએ. હું વર્કિંગ મધર છું માટે અમારે ત્યાં અન્ય વર્કિંગ મધર્સ સારી રીતે કામ કરી શકે એવું વાતાવરણ સર્જવામાં આવ્યું છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!