• વ્યક્તિએ જીવનમાં પોતાની રસરૂચિને લગતું કામ કરવું જોઈએ : CA ફેનિલ શાહ 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 07:54 AM
    • આઈસીએઆઈ અમદાવાદ શાખાના ચેરમેન ફેનિલ શાહે સીએ પ્રથમ સ્ટેજમાં ઓલ ઇન્ડિયામાં 20મો રેન્ક મેળવ્યો હતો
    • હું 12 બુક્સનો કોર્ષ તૈયાર કરી રહ્યો છું જેનાથી ગરીબ અને ગામડાના લોકોને જીવન જરૂરી શિક્ષણ મળી શકે 
    અમદાવાદ

    વ્યક્તિએ જીવનમાં બની શકે એટલું પોતાના પેશનને લગતું કામ કરવું જોઈએ અને સમાજ માટે સદકાર્ય પણ કરવું જોઈએ તથા આજીવન શિખતા રહેવું જોઇએ એવું ફેનિલ આર. શાહે જણાવ્યું હતું. 

    આઈસીએઆઈ અમદાવાદ શાખાના ચેરમેન ફેનિલ આર. શાહે ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે  મારા પિતા રાજેન્દ્ર શાહ સેલ્ફ મેડ પર્સન છે અને તેમણે ખરાબ પરિસ્થિતિમાંથી સર્જન કર્યું હતું. તેઓ પાલડી વોર્ડના ભાજપના કોર્પોરેટર હતા. મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે અને મેં નવચેતન હાઈસ્કૂલ, એ.જી. હાઈસ્કૂલ, એમ.કે. હાયર સેકન્ડરી સ્કૂલ અને એચ.એલ. કાૅમર્સ કાૅલેજમાંથી અભ્યાસ કર્યો છે. સીએ ઉપરાંત મેં એમકોમ, સીએસ, એલએલબી, ડિપ્લોમા ઇન સાયબર લો, ડિપ્લોમા ઇન સિસ્ટમ્સ ઓડિટ કર્યું છે અને હાલમાં સ્ટાર્ટઅપ્સ વિષય પર મારું પીએચડી ચાલી રહ્યું છે. હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મને યોગ્ય મેન્ટર નહોતા મળ્યા અને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરીટીની ખામી હતી. હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોવા છતાં તે મને ફાયદો નહોતું કરતું. જે તકલીફો મને પડે એ તકલીફો આજના યુવાનોને ન પડે તે માટે વર્ષ 2014-15માં સ્પાર્ક માઇન્ડફૂલ મેન્ટરીંગ ફર્મ શરૂ કરી હતી જેમાં દર શનિવારે હું પાંચ યુવાનોને મળીને મેન્ટરીંગ કરું છું જેમાં મુખ્યત્વે સીએ થયેલા કે બિઝનેસ કરતા યુવાનો હોય છે. આ ઉપરાંત વોકેબલરી પાવર યુ-ટ્યુબ પર ચલાવું છું કે જેથી યુવાનોની વોકેબ્યુલરીમાં સુધારો થાય. બાળકો વાંચતા થાય માટે બુકરર પ્રોગ્રામ ચલાવું છું, મિશન સ્લિમપોસિબલ હેઠળ 800 સીએને વોકિંગ કરાવ્યું છે. હું શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દશા ઓસવાલ જ્ઞાતિ ટ્રસ્ટનો ખજાનચી છું, એનજીઓ સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું, શિક્ષણ અને એમ્પાવરમેન્ટના ક્ષેત્રમાં કામ કરીને 300 વોલેન્ટીયર્સને તૈયાર કર્યા છે. હું એક બુક લખું છું હાઉ ટુ બેલેન્સ પ્રોપર લાઈફ જેમાં પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને બેલેન્સ કરવાની વાત છે. મને વાંચવું, લખવું અને ક્રિએટીવ કામ કરવું ગમે છે. હું કેરિયર કાઉન્સેલિંગના સેશન્સ પણ લઉં છું અને પ્રાનિક હિલર પણ છું. મારે ભવિષ્યમાં 100 વ્યક્તિઓનું ગ્રૂપ બનાવું છે કે જેમાં વિવિધ ક્ષેત્રના શિક્ષિત લોકો  હોય અને તેઓ સમાજ અને દેશની સેવામાં જોડાય. મારે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ એક જ જગ્યાએ બનાવવા છે.

    તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2010માં મેં મારી ફર્મ ચાલુ કરી હતી અને મારી એરિયા આૅફ પ્રેક્ટિસ કોર્પોરેટ અને ફાઇનાન્સ છે તથા મેં ઘણા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કર્યું છે. મને પહેલેથી કાૅમર્સ અને કોર્પોરેટમાં રસ હતો અને તેમાં સીએ બેસ્ટ કેરિયર ગણાય માટે મેં સીએ કર્યું. સીએ પ્રથમ સ્ટેજમાં ઓલ ઇન્ડિયામાં 20મો રેન્ક મેં મેળવ્યો હતો. મારી પાસે  ગ્લોબલ કેરિયર કાઉન્સેલિંગની ડિગ્રી પણ છે. હું નાની વયે આઈસીએઆઈ અમદાવાદ શાખાનો ચૅરમેન બન્યો છું અને સૌથી વધારે મત પણ મેં મેળવ્યા હતા. મારી પાસે સીએનું ફેમિલી બેકગ્રાઉન્ડ નહોતું છતાં મેં આ સિદ્ધિ મેળવી છે.  

    તેમણે વધુમાં જણાવ્યું કે હું 12 બુક્સનો કોર્ષ તૈયાર કરી રહ્યો છું જેના મારફતે આખી સિસ્ટમ તૈયાર કરાય કે જેનાથી ગરીબ અને ગામડાના લોકોને જીવન જરૂરી શિક્ષણ મળી શકે અને વાલીઓ બાળકોને અભ્યાસ કરતા ઉઠાડી ન લે. 11મું પુસ્તક પિતા માટે અને 12મું પુસ્તક માતા માટે તૈયાર કરીશ. કોરોના વખતે રેડ ક્રોસના સહયોગમાં પ્લાઝમા ડોનેશન ડ્રાઇવ કરવામાં આવી હતી અને તેનાથી દેશભરના 300 દર્દીઓને લાભ મળ્યો હતો. મેં પોતે ઘણા બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા છે. મારા પરિવારમાં પિતા રાજેન્દ્રભાઈ, માતા પદ્મીનીબહેન, પત્ની ખૂશ્બુ કે જે ક્રિએટીવ કોર્પોરેટ ગિફટ આઇટમ્સનો બિઝનેસ કરે છે અને વુમન એમ્પાવરમેન્ટ તથા આરોગ્યસેવા માટે કાર્યરત છે, પુત્ર શૌર્ય, નાનો ભાઈ રોમિલ અને ભાભી કૃપાનો સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!