• વુડન સંબંધિત તમામ ઈન્ટીરીયર પ્રોડકટસ માટે વન સ્ટોપ સોલ્યુશન ‘અભિયાન’ કંપની 
    સક્સેસ સ્ટોરી 24-3-2022 10:34 AM
    • વિનિયર ઇકોફ્રેન્ડલી પ્રોડકટ  હોવાથી ભવિષ્યમાં તેની માંગમાં સતત વધારો થતો રહેશે
    • કંપનીની યુએસપી ‘બેસ્ટ ક્વોલિટી,  બેસ્ટ પ્રાઇઝ એન્ડ બેસ્ટ સર્વિસ ફોર બેટર લાઇફ’ છે
    અમદાવાદ

    શ્રેષ્ઠ ક્વોલિટીવાળા પ્લાયવુડ, ફ્લશડોર્સ, વિનિયર, લેમિનેટસ, લાઇનર્સ બનાવતી ‘અભિયાન’ કંપની નજીકના ભવિષ્યમાં લાકડા સંબંધિત તમામ ઇન્ટીરીયર પ્રોડકટસ માટે વન સ્ટોપ સોલ્યુશન બનવા માંગે છે એવું કંપનીના ડિરેકટર અનુજા અગ્રવાલે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં અભિયાન કંપનીના ડિરેકટર અનુજા અગ્રવાલે જણાવ્યું હતું કે પ્લાયવુડ, ફ્લશડોર્સ, વિનિયર, લેમિનેટસ, લાઇનર્સમાં અમારા જેવી ઉત્કૃષ્ઠ ક્વોલિટી અન્ય કોઇ કંપની પાસે નથી. અમારી કંપનીની યુએસપી ‘બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ પ્રાઇઝ એન્ડ બેસ્ટ સર્વિસ ફોર બેટર લાઇફ’ છે.  અમારી કંપનીની પ્રોડકટસ અમદાવાદ, ધનબાદ, દક્ષિણ ભારત સહીત સમગ્ર દેશના મોટાભાગના શહેરોમાં વેચાય છે. દિવાળી પછી અમે રીટેલ ગ્રાહકો માટે ‘અભિયાન ઇન્ટીરીયર્સ’ શો રૂમ શરૂ કરી રહ્યા છીએ કે જ્યાં તેમને વુડન ઇન્ટીરીયર્સનો સુંદર અનુભવ મળશે. 

    તેમણે જણાવ્યું કે હું મુળ દિલ્હીની છું અને એમકોમ સુધીનું એજ્યુકેશન મેં દિલ્હીમાં જ લીધું છે. લગ્ન બાદ મારા પતિ સાથે હું અમદાવાદ શિફટ થઇ અને અહિં મેં પહેલાં ‘ગ્રામશ્રી’ સાથે સમાજ સેવા શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 2010માં હું લેન્ગવેજ લોન્જ સાથે જોડાઇ હતી જ્યાં અમે લોકોને વિવિધ વિદેશી ભાષાઓ શિખવાડતા હતા. વર્ષ 2012માં હું કેક ફોર કોર્પોરેટસ નામની ઇવેન્ટસ કંપનીમાં જોડાઇ હતી. પછી વર્ષ 2016માં હું મારા મામાની કંપની અભિયાનમાં જોડાઇ. અભિયાન કંપનીના મેનેજીંગ ડિરેકટર શ્યામસુંદર ગોયલ છે અને મારા બે કઝિન મનિષ, વિકાસ અને હું કંપનીમાં ડિરેકટર છીએ. વર્ષ 2001માં યમુનાનગર દિલ્હીમાં પ્રથમ ફેકટરી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ 2011માં કચ્છ પાસે ગાંધીધામમાં બીજી ફેકટરી અને વર્ષ 2013માં દહેગામમાં ત્રીજી ફેકટરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં અમારી કંપનીમાં કુલ 300થી વધુનો સ્ટાફ છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે અમારી હયાત પ્રોડકટસ ઉપરાંત અમે ભવિષ્યમાં જેને સીધા ફીટ કરી શકાય એવા રેડીમેડ ડોર્સ તૈયાર કરવા માંગીએ છીએ. અમે 400 પ્રકારના વિનિયર તૈયાર કરીએ છીએ. અમે કંપનીને દેશની ટોચની કંપની બનાવવા માંગતા હોવાથી ઉત્પાદનની ક્ષમતા વધારીશું અને ગુણવત્તા પણ સુધારવા માંગીએ છીએ. અમે હાલમાં ન્યૂઝીલેન્ડથી ફ્લિચીઝ આયાત કરીને ઝીરો ગેપિંગવાળા વિનિયર તૈયાર કરીએ છીએ કે જે વળી જતા નથી. વિનિયર એ ઇકોફ્રેન્ડલી પ્રોડકટ છે માટે ભવિષ્યમાં તેની માંગમાં સતત વધારો થતો રહેશે એ બાબત નક્કી છે અને તે દેશના હિતમાં પણ છે. 

    અનુજા અગ્રવાલે સંદેશો આપતાં જણાવ્યું કે જો તમે પ્રામાણિકતાથી કામ કરશો તો જ સમાજની સાચી સેવા કરી શકશો. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!