• શિખર ધવન સામે અપમાનજનક નિવેદન ન કરવા આદેશ
    સ્પોર્ટ્સ 7-2-2023 08:33 AM
    • પત્ની સાથે છુટાછેડાનાં કેસમાં કોર્ટ દ્વારા આદેશ
    નવી દિલ્હી

    ભારતીય ટીમના અનુભવી ક્રિકેટર શિખર ધવનને આંશિક રાહત થઇ છે. કારણ કે કોર્ટે રોહિતની તરફેણમાં નિવેદન કર્યું છે.  શિખર અને પત્ની આયશા મુખર્જી વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આ બંને 2020થી અલગ રહે છે. હવે ધવન માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી એક સારા સમાચાર સામે આવ્યાં છે. કોર્ટે આયશાને આદેશ આપ્યો છે કે તેઓ ધવનની સામે અપમાનજનક નિવેદન ન આપે.પટિયાલા હાઉસ કોર્ટે ધવનની પત્ની આયશા મુખર્જીને આદેશ આપ્યો છે કે તેઓ ક્યાય પણ અને ક્યારેય પણ ધવનની સામે અપમાનજનક નિવેદન ના આપે. ઉલ્લેખનીય છે કે શિખર ધવન અને તેમની પત્ની આયશા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આ દરમ્યાન ધવને કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી કે આયશા તેમની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે કોર્ટે આયશાને આમ ના કરવાનો આદેશ આપ્યો છે.

    આયશા મુખર્જી મૂળ ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. એકબીજાને ડેટ કર્યા બાદ ધવને 2012માં આયશા સાથે લગ્ન કર્યા હતા. આયશાના આ બીજા લગ્ન હતા અને તેમની પહેલેથી બે પુત્રીઓ પણ હતી. ધવન સાથે લગ્ન કર્યા બાદ 2014માં એક પુત્ર થયો, જેનુ નામ જોરાવર છે. ધવન અને આયશા ઉત્સાહમાં રહેતો હતો. પરંતુ 2020 આવતા-આવતા આ પરિવારને કોઈની નજર લાગી ગઇ. ધવન અને આયશા વચ્ચે અણબનાવ એટલા વધ્યાં કે વાત સીધી છૂટાછેડા સુધી પહોંચી ગઇ. હવે બંને 2020થી અલગ રહે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!