• ઓસ્કાર 2023: ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ

    મુખ્ય સમાચાર 13-3-2023 01:24 PM
    • RRR એ ઇતિહાસ સર્જ્યો, ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ

    • નાટુ નાટુ ગીતના સંગીતકાર એમએમ કીરવાણીને ઓસ્કાર એવોર્ડ મળ્યો

    ‘નાટુ નાટુ’નો જાદુ ઓસ્કાર એવોર્ડમાં છવાયો!  એસએસ રાજામૌલીની RRR એ ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સના લોસ એન્જલસમાં ચાલી રહેલા 95મા એકેડેમી એવોર્ડ્સમાં એમએમ કીરવાણી દ્વારા ફિલ્મના ‘નાટુ નાટુ’સાઉન્ડટ્રેકને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે ભારતીય સિનેમા ચાહકોમાં આનંદની લહેર છવાઇ હતી. ઓસ્કરમાં ભારતને ત્રણમાં નોમિનેશન મળ્યું હતું અને તેમાંથી બે કેટેગરીમાં ભારત વિજેતા રહ્યું છે.

    આ ગીતે ટેલ ઈટ લાઈક અ વુમનના 'એપ્લાઉઝ', ટોપ ગન: મેવેરિકના 'હોલ્ડ માય હેન્ડ', બ્લેક પેન્થર: વાકાન્ડા ફોરએવરમાંથી 'લિફ્ટ મી અપ' અને એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સમાંથી 'ધીસ ઈઝ લાઈફ' સામે સ્પર્ધા કરી હતી.

    નાટુ નાટુ ગીતના સંગીતકાર એમએમ કીરવાણીને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તેમની સાથે મંચ પર ગીતકાર ચંદ્ર બોઝ પણ જોવા મળ્યા હતા. કીરવાણીએ ગાતી વખતે વક્તવ્ય આપ્યું હતું. તેમણે સૌનો આભાર માન્યો હતો. આંધ્ર પ્રદેશમાં જન્મેલા એમએમ કીરાવાની હિન્દી સંગીત પ્રેમી એમએમ કરીમ તરીકે ઓળખાય છે. આ તેમનો પહેલો એકેડમી એવોર્ડ છે.

    આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર આ એવોર્ડના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બોલીવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે. આ સમયે દીપિકા પાદુકોણ તેના આંસુ રોકી શકી ન હતી. 95મા એકેડેમી એવોર્ડ્સમાં નાટુ નાટુ પર પરફોર્મન્સ રજૂ કરનાર એક્ટ્રેસ અન્ય ઉપસ્થિત લોકો સાથે ઓડિયન્સ બેઠી હતી અને જ્યારે એમએમ કીરાવાણી સ્ટેજ પર આવ્યા અને એવોર્ડ સ્વીકાર્યો ત્યારે દીપિકાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. ઈમોશનલ દીપિકાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. 

    નાટુ નાટુને પ્રેઝન્ટ કરતી વખતે, દીપિકાએ કહ્યું, "એક આકર્ષક કોરસ, ઇલેક્ટ્રિફાઇંગ બીટ્સ અને કિલર ડાન્સ મૂવ્સે આ સોન્ગને ગ્લોબલ સેન્સેશન બનાવ્યું છે. તે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ, અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ વચ્ચેની મિત્રતા વિશેની ફિલ્મ RRR માં એક મુખ્ય દ્રશ્ય દરમિયાન જોવા મળે છે. આ સોન્ગને યુટ્યુબ અને ટિકટોક પર લાખો વ્યુઝ મળ્યા છે, તેની તાલ પર દુનિયાભરના મૂવી થિયેટરોમાં પ્રેક્ષકો નાચ્યા છે, અને ઓસ્કાર માટે નોમિનેટ થનારું ભારતીય પ્રોડક્શનનું પહેલુ સોન્ગ પણ છે."

    ભારતીય ટુકડી ત્રણ નોમિનેશન સાથે ઓસ્કારમાં પ્રવેશી હતી - ઓરિજિનલ સોંગ તરીકે “RRR”ના ટ્રેક “નાટુ નાટુ”, ડોક્યુમેન્ટરી ફીચર માટે “ઓલ ધેટ બ્રેથ્સ” અને ડોક્યુમેન્ટરી શોર્ટ માટે “ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ”.

    “નાટુ નાટુ” અને “ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ” પોતપોતાની ટ્રોફી જીતી ગયા છે, જ્યારે “નાવલ્ની” સામે “ઓલ ધેટ બ્રેથ્સ” ડોક્યુમેન્ટરી એવોર્ડથી વંચિત રહી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!