• 61 કરોડ પાન પૈકી 48 કરોડ આધાર સાથે લિંક કરાયા
    રાષ્ટ્રીય 7-2-2023 08:44 AM
    • હજુ સુધી 13 કરોડ પાન કરોડ આધાર સાથે લિંક કરાયા નથી
    • 31મી માર્ચ સુધી પાન આધાર સાથે લિંક ન કરાય તો ટેક્સ લાભ નહી મળે
    નવી દિલ્હી

    પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આના ભાગરૂપે હજુ સુધીમાંકુલ ૬૧ કરોડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)માંથી અત્યાર સુધી ૪૮ કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. જો ૩૧ માર્ચ સુધીમાં પાન સાથે આધાર લિંક કરવામાં નહીં આવે તો બિઝનેસ અને ટેક્સ સંબધી પ્રવત્તિઓમાં લાભ મળી શકશે નહીં તેમ સીબીડીટીના ચેરમેન નીતિન ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે હજુ પણ ૧૩ કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી. જો કે તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૩૧ માર્ચ સુધીની સમયમર્યાદામાં બાકી રહેલા પાન પણ આધાર સાથે લિંક થઇ જશે.ઉલ્લેખનીય છે કે સરકારે પાન સાથે આધારને લિંક કરવું ફરજિયાત બનાવી દીધું છે. આ માટે ૩૧ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને જો આ સમય સુધીમાં  પાનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ત્યારબાદ પાનને નિષ્ક્રિય જાહેર કરી દેવામાં આવશે.આ સાથે જ અત્યારથી ૩૧ માર્ચ સુધીમાં પાન સાથે આધાર લિંક કરવા માટે ૧૦૦૦ રૃપિયા ફી ચૂકવવી પડશે.પાનને આધાર સાથે જોડવા માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા છે અને અનેક વખત આ અંગેની તારીખ વધારવામાં આવી છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં પાનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ટેક્સ લાભ મળશે નહીં કારણે પાન રદ કરી દેવામાં આવશે.સીબીડીટીએ ૩૦ માર્ચ, ૨૦૨૨ના રોજ એક પરીપત્ર જારી કરી સ્પષ્ટતા કરી હતી કે પાન નિષ્કિય થઇ ગયા પછી સંબધિત વ્યકિતને આવકવેરા અધિનિયમ હેઠળ નિર્ધારિત તમામ પરિણામોનો સામનો કરવો પડશે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.