• પાક.એ વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કર્યું, ટીમમાં હસન અલીને તક મળી
    સ્પોર્ટ્સ 22-9-2023 11:20 AM
    ઇસ્લામાબાદ 

    વન-ડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(PCB) પાકિસ્તાન ટીમની (Pakistan World Cup Team) જાહેર કરી દીધી છે. વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને 3 ખેલાડીઓને ટ્રાવેલિંગ રીઝર્વના રૂપે પસંદ કરવામાં આવ્યા છે.

    પાકિસ્તાન માટે મોટો આંચકો એ છે કે નસીમ શાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. એશિયા કપ 2023ના સુપર-4માં ભારત સામેની મેચ દરમિયાન નસીમ શાહને ખભાના ભાગમાં ઈજા થઈ હતી.  તેની જગ્યાએ હસન અલીને તક આપવામાં આવી છે. બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક,મોહમ્મદ રિઝવાન,ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન,સઈદ શકીલ, મોહમ્મદ નવાઝ,શાહીન આફ્રિદી, હરિસ રઉફ,હસન અલી,ઉસામા મીર,મોહમ્મદ વસીમ જુનિયરનો સમાવેશ થાય છે. 
    ટ્રાવેલિંગ રિઝર્વ માટે અબરાર અહેમદ, ઝમાન ખાન, મોહમ્મદ હરીસની પસંદગી થઈ.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.