• પઠાણ ઓટીટી પર ધુમ મચાવવા માટે તૈયાર
    મુખવાસ 18-3-2023 11:00 AM
    • ભારતમાં ફિલ્મે 540 કરોડની કમાણી કરી છે
    શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ દેશ અને દુનિયામાં જોરદાર સફળતા મેળવી લીધા બાદ હવે ઓટીટી પર ધુમ મચાવવા માટે તૈયાર છે. OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું પસંદ કરતા તમામ દર્શકો ફિલ્મ 'પઠાણ' રિલીઝ થયા બાદથી જ તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ દર્શકોની રાહ 22 માર્ચે પૂરી થવા જઈ રહી છે. કારણ કે આ જ દિવસે ફિલ્મ પઠાણ OTT પર રિલીઝ થનારી છે. પીપિંગ મૂનના અહેવાલ મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ', તેના રિલીઝના સંપૂર્ણ 56 દિવસ પછી 22 માર્ચે OTT દર્શકો માટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે માહિતી આપી છે કે ફિલ્મમાં કેટલાક ડિલીટ કરેલા સીન છે, જેમાં 'પઠાણ'ના કેટલાક અન્ય ડીલીટ કરેલા સીન પણ OTT વર્ઝનમાં તમે જોઈ શકશો.બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની આ ફિલ્મે કમાણી મામલે તમામ ફિલ્મોને માત આપી છે. રિપોર્ટ અનુસાર 'પઠાણે' માત્ર ભારતમાં જ 540 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.