• ભલે ઓછી કિંમતનું પણ પટોળુ દરેક  ઘરમાં પહેરાવું જોઈએ : નિર્મલ  સાલવી 

    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:22 PM
    • પટોળાનું આયુષ્ય 80થી 100 વર્ષનું હોય છે અને તે માત્ર સિલ્ક પર બને છે
    • નજીકના ભવિષ્યમાં ‘ગીર નેટીવ્સ ઇન્ડિયા’ બ્રાન્ડ નામથી ગીર ગાયનું ઘી લોન્ચ કરીશું 
    અમદાવાદ

    મારું સપનુ છે કે ભલે ઓછી કિંમતનું પણ પટોળુ દરેક ઘરમાં પહેરાવું જોઈએ એવું નિર્મલ સાલવીએ જણાવ્યું હતું. 

    ‘પટોળા’ના ડિરેકટર નિર્મલ સાલવીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાટણમાં 800 વર્ષ પહેલા રાજા કુમારપાળ પટોળુ પહેરીને પૂજા કરતા હતા. જોકે, પટોળુ કોઈએ વાપરેલુ હોવાની જાણ થતાં તેમણે 700 પરિવારોને મહારાષ્ટ્રથી પાટણમાં વસાવ્યા હતા. આજે માત્ર ત્રણ પરિવારો પટોળા બનાવે છે કારણ કે ખૂબ જ ધીરજ રાખીને આ કામ કરવું પડે છે. આ ત્રણ પરિવારમાં અમારા પરિવારનો સમાવેશ થાય છે. સામાન્ય વસ્ત્રો એક બાજુ પહેરી શકાય છે જ્યારે પટોળુ બન્ને બાજુ પહેરી શકાય છે. ઊભા અને આડા તારને વણાટ પહેલા ડિઝાઇનિંગ કામ કરવામાં આવે છે માટે જ આવું કપડું વિશ્વમાં ક્યાંય બનતું નથી. અમેરિકા, જાપાન, જર્મનીએ મશીનથી સેટ કરવા પ્રયત્ન કર્યો છતાં તેમને સફળતા મળી નથી. આથી પાટણના પટોળા વિશ્વ વિખ્યાત છે. પટોળાનું આયુષ્ય 80થી 100 વર્ષનું હોય છે અને તે માત્ર સિલ્ક પર બને છે. પટોળાની રેન્જ રૂ.1.10 લાખથી રૂ.3 લાખ સુધીની હોય છે. 

    તેમણે જણાવ્યું કે અમે નાના હતા ત્યારે નાના મોટા કામો કરતા હતા, હું કાૅલેજમાં આવ્યો ત્યારથી પટોળાના બિઝનેસ સાથે સંકળાયો હતો અને આજે 20 વર્ષ થઈ ગયા છે. અમારે ત્યાં બધું જ કામ ઇનહાઉસ કરવામાં આવે છે, ચાર યુનિટમાં 230 કર્મચારીઓ કામ કરે છે. મારી આ સફળતામાં  વિરલ, ઉજ્જવલ અને અર્પિત મારા ભાઈઓનો પણ સિંહફાળો છે. મેં 16 વર્ષ સુધી પ્રોડકશન અને સેલ્સ પર ધ્યાન આપ્યું છે. સમગ્ર દેશમાં અમારા 11000 ક્લાયન્ટ્સ છે જેમાં અમદાવાદના 3500 અને મુંબઈના 3000 ક્લાયન્ટ્સનો સમાવેશ થાય છે. અંબાણી પરિવાર, અદાણી, જીવીકે, જીએમઆર, ઝાયડસ કેડિલા, ડાૅ.રેડ્ડી, સબ્ય સાચી, મનિષ મલ્હોત્રા, અમિતાભ બચ્ચન, રવિના ટંડન, ચિરંજીવ, વિદ્યા બાલન, રણવિરસિંહ, દીપિકા પદુકોણ જેવા અમારા માનવંતા ક્લાયન્ટ્સ છે. અમારો બિઝનેસ માઉથ માર્કેટિંગથી ચાલે છે અને પાટણથી નેટવર્ક ચલાવવામાં આવે છે. દેશમાં અમારા 8 સેલ્સ પર્સન છે. હાલમાં અમદાવાદમાં શો રૂમ છે અને હવે મુંબઈ અને દિલ્હીમાં શો-રૂમ શરૂ કરવાનું આયોજન છે. પટોળા એ કોર્પોરેટ ગિફટ માટે સારી પ્રોડકટ છે. યંગ જનરેશન માટે ઇન્ડો વેસ્ટર્ન સહિત નવી પ્રોડકટ લોન્ચ કરીશું. તેમણે સંદેશો આપતાં જણાવ્યું કે જો તમારો ધ્યેય સ્પષ્ટ હોય અને સખ્ત મહેનત કરો તો કશું અશક્ય નથી. લાઇફમાં સપના સાથે કોઈ સમાધાન ન કરવું જોઈએ. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મારું પહેલેથી પેશન છે કે લોકોને શુદ્ધ અને ઓર્ગેનિક ઘી ખાવા માટે મળવું જોઈએ આથી અમે નજીકના ભવિષ્યમાં ‘ગીર નેટીવ્સ ઇન્ડિયા’ બ્રાન્ડ નામથી ગીર ગાયનું ઘી લોન્ચ કરીશું. આ માટે પાટણમાં 82 વિઘા જમીન પર હાઇટેક પ્લાન્ટ સ્થાપ્યો છે જેમાં ઇઝરાયલની કંપનીની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને હાલમાં 550 ગીર ગાય છે અને ભવિષ્યમાં 2000 ગાય હશે. આ માટે ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે ગાયોને ઓર્ગેનિક ખોરાક આપવામાં આવે છે. આ પ્લાન્ટમાં જમીન સિવાય ઘણું મોટું રોકાણ કરવામાં આવ્યું છે. હું લોકોને સારી ગુણવત્તાવાળું હાઇ ન્યૂટ્રીશિયન ધરાવતું ઓર્ગેનિક ઘી આપવા માગું છું. અમે છ મહિના પછી ઓર્ગેનિક દૂધ પણ આપવા માંગીએ છીએ. અમારા કાઉ ફાર્મમાં માત્ર 21 વ્યક્તિનો સ્ટાફ છે અને હાલમાં રોજ 76 કિલો ઘી તૈયાર થાય છે. મારા પરિવારમાં પિતા અશોકભાઈ સેવંતિલાલ સાલવી, માતા કોકિલાબહેન, પત્ની વૃતિબહેન અને બે પુત્રીઓ રાવિ અને રિવા છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!