• પિપલ ફર્સ્ટ અૅન્ડ બિઝનેસ ઓલવેઝ : જૈમિન શાહ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:13 PM
    • દેવ એક્સ કો-વર્કિંગ એક્સીલરેટર્સ ગુજરાતમાં સૌથી મોટી કો-વર્કિંગમાંની એક છે

    • એએમએ-જાજુ દ્વારા આઉટસ્ટેન્ડિંગ આઇટી એન્ટરપ્રેન્યોર્સ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો
    અમદાવાદ

    બિઝનેસમેન માટે ‘પિપલ ફર્સ્ટ અૅન્ડ બિઝનેસ ઓલવેઝ ’ મારી ફિલોસોફી છે એવું જૈમિન શાહે જણાવ્યું હતું. 

    દેવ ઇન્ફર્મેશન ટૅક્નાૅલાૅજીના સીઇઓ અને મેનેજીંગ ડિરેકટર જૈમિન શાહે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે અને મેં સી.એન.વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ અને ડીડીઆઇટી નડિયાદમાંથી વર્ષ 1994માં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ડીગ્રી મેળવી હતી. શરૂઆતમાં ટેક્સટાઇલમાં બિઝનેસ કર્યો અને પછી કન્સ્ટ્રકશન લાઇનમાં 10 વર્ષ કામ કર્યું હતું. વર્ષ 1997માં મેં પ્રણવ પંડયા સાથે આઇટી ફિલ્ડમાં ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો હતો અને આમ દેવ ઇન્ફર્મેશન ટૅક્નાૅલાૅજી કંપનીની શરૂઆત થઈ હતી. એ વખતે કન્સ્ટ્રકશન અને આઇટી બન્ને બિઝનેસ સંભાળતો હતો પરંતુ ભૂકંપ પછી વર્ષ 2004માં કન્સ્ટ્રકશનનો બિઝનેસ બંધ કર્યો હતો અને ત્યાં સુધીમાં અમે આઇટી ફિલ્ડમાં ડોમેસ્ટીક માર્કેટમાં જામી ગયા હતા. વર્ષ 2000માં અમે માઇક્રોસોફટ કંપનીના લોકલ ભાગીદાર બન્યા હતા અને ગવર્મેન્ટ પાર્ટનર બનીને સોલ્યુશન પ્રોવાઇડર બન્યા હતા. વર્ષ 2004માં ભારત સરકાર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ક્રેડીટ સ્કીમ લાવી હતી ત્યારે આઇટી સેકટરમાં ક્રેડીટ રેટીંગ મેળવનારી અમારી કંપની પ્રથમ બની હતી. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 2007માં અમે અમદાવાદની એક પ્રોમિસીંગ આઇટી કંપનીમાં રોકાણ કર્યું હતું. વર્ષ 2009-10માં લોકલ આઇટી કંપની તરીકે અમે એકવાયર ઇનઓર્ગેનિક ગ્રોથ કર્યો હતો અને વિશાલ વાસુ તથા પ્રેરક શાહને ડિરેક્ટર તરીકે સામેલ કર્યા હતા. વર્ષ 2012માં અમે દેવ ઇન્ફર્મેશન ટૅક્નાૅલાૅજી નોર્થ અમેરિકા કંપની કેનેડામાં શરૂ કરી હતી. GESIAમાં કોમ્યુનિટી બિલ્ડીંગ ચાલુ કર્યું હતું અને હું તેનો પ્રેસિડન્ટ બન્યો હતો. ત્યારબાદ GESIAને કંપનીમાં કન્વર્ટ કરીને હું તેનો ફાઉન્ડીંગ ડિરેકટર બન્યો હતો. આ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડની મુલાકાતે ગયેલા વાઇબ્રન્ટ ગુજરાતના ડેલીગેશનના રોડ શોમાં મેં ભાગ લીધો હતો અને કેનેડામાં એક કંપની પણ ખરીદી લીધી હતી. વર્ષ 2013માં ઇન્ડો-કેનેડા બિઝનેસ ચેમ્બરનો હું ચેરમેન બન્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2015માં કેનેડા ગયા હતા ત્યારે તેમના ડેલિગેશનમાં હું ગયો હતો. વર્ષ 2016માં નાસ્કોમમાં હું જોડાયો હતો અને તેની નેશનલ એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રથમ ગુજરાતી તરીકે સમાવેશ થયો હતો. વર્ષ 2016માં અમદાવામાં નાસ્કોમની પ્રથમ બેઠક મળી હતી જેમાં રૂપિયા એક લાખ કરોડનું ટર્નઓવર થયું હતું. એએમએ-જાજુએ મને આઉટસ્ટેન્ડિંગ આઇટી એન્ટરપ્રેન્યોર્સ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કર્યો હતો.  આજ સુધીમાં ગુજરાતમાં આ એવોર્ડ આઇટી ક્ષેત્રમાં જુજ લોકોને એનાયત કરવામાં આવ્યો છે. સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમને પ્રોત્સાહન મળે માટે આઇઆઇટી ગાંધીનગરમાં નાસ્કોમનું એઆઈ અને આઇઓટી સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2017માં એનએસઇના એસએમઈ એક્સચેન્જ પર અમારી કંપની લીસ્ટેડ થઈ હતી અને રૂ.6.25 કરોડની સામે કુલ રૂ.463 કરોડનું ભરણુ ભરાયું હતું જે આઇટી ઉદ્યોગમાં સૌથી વધારે હતું. 

    તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં અમારી કંપનીનું ટર્નઓવર કુલ રૂ.68 કરોડ છે. હાલમાં અમારી કંપનીની ઓફિસો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેનેડા, યુરોપમાં કાર્યરત છે. ભવિષ્યમાં અમે અમેરીકા, યુએઈ અને યુરોપમાં વિસ્તરણ કરવા માંગીએ છીએ. ભવિષ્યમાં અમે સર્વિસબેઝથી સોલ્યુશનબેઝ તરફ જવા માંગીએ છીએ અને પ્રોડકટ લોન્ચ કરવી છે કે જેથી કંપનીની વેલ્યુ વધતી જાય. સમાજ માટે ‘કોલોબ્રેશન ઇઝ એ વે ટુ ગો’ મારી ફિલોસોફી છે. મારા પરિવારમાં પિતા જગદીશ સી. શાહ પૂર્વ એડિશનલ સેક્રેટરી અને ચીફ એન્જીનીયર એમડી જીએસઆરડીસી, માતા જયશ્રીબહેન, પત્ની અમીબહેન, પુત્રી વિનીશા શાહ અને પુત્ર વ્યોમ શાહનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!